ETV Bharat / international

International Yoga Day 2023 : વડાપ્રધાન મોદીએ યુએન હેડક્વાર્ટર ખાતે યોગ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું, 180 દેશોના પ્રતિનિધિઓએ લીધો ભાગ

author img

By

Published : Jun 21, 2023, 6:32 PM IST

ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે યોજાયેલા યોગ દિવસ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો જોડ્યા હતા. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ કસાબા કોરોસી, અભિનેતા રિચાર્ડ ગેર અને ન્યુયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ ઇવેન્ટમાં ડિજિટલ ઇવેન્જલિસ્ટ વાલા અફશર, એવોર્ડ વિજેતા વાર્તાકાર જય શેટ્ટી, ભારતીય રસોઇયા અને રેસ્ટોરેચર વિકાસ ખન્ના અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ પણ ભાગ લીધો હતો.

PM Modi-led Yoga Day event to see participation from UNGA President Csaba Korosi, actor Richard Gere
PM Modi-led Yoga Day event to see participation from UNGA President Csaba Korosi, actor Richard Gere

ન્યુયોર્ક: ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોગ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં 77મી યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના પ્રમુખ કસાબા કોરોસી, અભિનેતા રિચાર્ડ ગેર અને ન્યુયોર્ક શહેરના મેયર એરિક એડમ્સ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં ડિજિટલ ઇવેન્જલિસ્ટ વાલા અફશર, એવોર્ડ વિજેતા વાર્તાકાર જય શેટ્ટી, ભારતીય રસોઇયા અને રેસ્ટોરેચર વિકાસ ખન્ના અને ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજ પણ ભાગ લેશે.

180 થી વધુ દેશોના લોકો પીએમ સાથે જોડાયા: આ સમારોહમાં રાજદ્વારીઓ, અધિકારીઓ, શિક્ષણવિદો, આરોગ્ય વ્યવસાયિકો, ટેકનોક્રેટ્સ, ઉદ્યોગ અગ્રણીઓ, મીડિયા વ્યક્તિત્વો, કલાકારો, આધ્યાત્મિક નેતાઓ અને યોગ સાધકો સહિત જીવનના તમામ ક્ષેત્રોના વ્યક્તિત્વો અને પ્રભાવકો પણ હાજરી આપી હતી. યોગ દિવસ કાર્યક્રમમાં 180 થી વધુ દેશોના લોકો પીએમ સાથે જોડાયા હતા.

  • #WATCH | At the Yoga Day event at the UN HQ in New York, PM Narendra Modi says, "...Let us use the power of Yoga not only to be healthy, happy but also to be kind to ourselves and to each other. Let us use the power of Yoga to build bridges of friendship, a peaceful world and a… pic.twitter.com/QwAEEBo9r8

    — ANI (@ANI) June 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ભારત માતા કી જય' ના નારા: દરમિયાન પીએમ મોદીની આગેવાની હેઠળના યોગ કાર્યક્રમ પહેલા, ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટરના લૉનમાં 'ભારત માતા કી જય' ના નારા લગાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સની તેમની પ્રથમ સરકારી મુલાકાતે છે, જે દરમિયાન તેઓ આજે ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું.

'ભારતીય સમય અનુસાર સાંજે 5:30 વાગ્યે, હું યોગ કાર્યક્રમમાં ભાગ લઈશ જે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત થઈ રહ્યો છે. ભારતના આહ્વાન પર 180 થી વધુ દેશોનું એકઠા થવું એ ઐતિહાસિક છે. જ્યારે યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો. 2014 માં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી, તેને રેકોર્ડ સંખ્યામાં દેશો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.' -પીએમ મોદી

યોગને મળી વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા: 'ઓશન રિંગ ઓફ યોગ' વિશે બોલતા પીએમ મોદીએ કહ્યું કે The 'Ocean Ring of Yoga એ આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને વધુ ખાસ બનાવ્યા છે. તેનો વિચાર યોગના વિચાર અને તેના વિસ્તરણ વચ્ચેના આંતરસંબંધ પર આધારિત છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિભાવના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2014 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધન દરમિયાન રજૂ કરી હતી. ત્યારથી યોગને લવચીકતા, શક્તિ, સંતુલન અને એકંદર ફિટનેસ વધારવાની ક્ષમતાને કારણે વિશ્વભરમાં ભારે લોકપ્રિયતા મળી છે.

  1. International Yoga Day: વસુધૈવ કુટુમ્બકમની થીમ પર આયોજિત દિલ્હીથી ન્યુયોર્ક સુધી યોગ દિવસની ઉજવણી
  2. International Yoga Day 2023: મોદીએ ભારતીય નૌકાદળ દ્વારા 'ઓશન રિંગ ઑફ યોગ'ની પ્રશંસા કરી

વસુધૈવ કુટુંબકમ માટે યોગ: આ વર્ષે યોગ દિવસની થીમ છે 'વસુધૈવ કુટુંબકમ માટે યોગ' એટલે કે 'એક વિશ્વ-એક પરિવાર'ના રૂપમાં બધાના કલ્યાણ માટે યોગ. તે યોગની ભાવના પર ભાર મૂકે છે, જે દરેકને એક કરે છે અને સાથે લઈ જાય છે. દર વખતની જેમ આ વખતે પણ દેશના ખૂણે ખૂણે યોગને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

(ANI)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.