ETV Bharat / international

દૂબઈ પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભારતીયોએ કર્યુ ભવ્ય સ્વાગત, ભારતીય નૃત્ય સાથે લોકોએ લગાવ્યા મોદી-મોદીના નારા

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 1, 2023, 7:37 AM IST

સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આયોજિત વર્લ્ડ ક્લાઈમેટ કાર્યવાહી સમિટમાં ભાગ લેવા માટે દુબઈ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય પ્રવાસીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં વડાપ્રધાન મોદીએ પણ ભારતીયોનું ઉમળકાભેર અભિવાદન કર્યુ હતું.

દૂબઈ પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભારતીયોએ કર્યુ ભવ્ય સ્વાગત
દૂબઈ પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભારતીયોએ કર્યુ ભવ્ય સ્વાગત

દુબઈ: વર્લ્ડ ક્લાઈમેટ કાર્યવાહી સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત આરબ અમીરાત પહોંચી ગયાં છે. દુબઈમાં વડાપ્રધાન મોદીનું આગમન થતાં પ્રવાસી ભારતીય સભ્યોએ ઉષ્માભેર સ્વાગત કર્યુ હતું. પીએમ મોદીના સ્વાગત માટે એક હોટલની બહાર સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. NRI 'મોદી, મોદી'ના નારા લગાવતા જોવા મળ્યા હતા. તેઓએ ' અબકી બાર મોદી સરકાર' અને 'વંદે માતરમ'ના નારા લગાવ્યા. પીએમ મોદી હોટલની બહાર પ્રવાસી ભારતીયો સાથે હાથ મિલાવતા અને તેમનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા. સભ્યોએ સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરીને તેમનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે હાજર એક પ્રવાસી ભારતીએ કહ્યું કે, UAEમાં PM મોદીને મળીને તે ખૂબ જ ખુશી થઈ. તેમણે કહ્યું કે, હું 20 વર્ષથી યુએઈમાં રહું છું, પરંતુ આજે એવું લાગ્યું કે જાણે મારું કોઈ આ દેશમાં આવ્યું હોય. તેણે કહ્યું કે, હું જેટલી ખુશી વ્યક્ત કરી રહ્યો છું તેટલી ઓછી છે.

જે સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ વઘારે છે તે ભારતનો હીરો છે. અન્ય એક પ્રવાસી ભારતીય સભ્યએ પણ પીએમ મોદીનીના આગમન પર ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે, અમે પીએમ મોદીને અહીં જોઈને ખૂબ જ ખુશ છીએ. તેમણે કહ્યું કે અમે આ દિવસને અમારા જીવનમાં ક્યારેય નહીં ભૂલીએ'' - પ્રવાસી ભારતીય

પીએમ મોદીને મળ્યા બાદ આ પ્રવાસી ભારતીય એમ પણ કહ્યું કે, દુનિયાને પીએમ મોદી જેવા નેતાની જરૂર છે. અન્ય એક સભ્યએ પીએમ મોદીને મળવાનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે અમારી પાસે કહેવા માટે શબ્દો નથી. અમે ખૂબ જ ખુશ છીએ કે પીએમ મોદીએ અમારી સાથે હાથ મિલાવ્યા અને અમારી 'પાઘડી'ના કારણે તેમણે અમને ઓળખ્યા.

  • #WATCH | UAE: "...I have been living in UAE for 20 years but today it felt as if one of my own has come to this country...," says a member of the Indian Diaspora after meeting PM Modi in Dubai. pic.twitter.com/t8tOvWpP6j

    — ANI (@ANI) November 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આજે પીએમ મોદી કૉપ28 સંમેલનમાં આપશે હાજરી: શુક્રવારના રોજ એટલે કે આજે વડાપ્રધાન મોદી જળવાયુ પર સંયુક્ત રાષ્ટ્રના એક સંમેલન કે જેને કૉપ28ના નામથી ઓળખવામાં આવે છે તેમાં ભાગ લેવાના છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને આબોહવા પરિવર્તનનો અસરકારક રીતે સામનો કરવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે વિશ્વના ટોચના નેતાઓ જળવાયુ કાર્યવાહી શિખર સંમેલનમાં ભાગ લેવા માટે તૈયાર છે.

વિશ્વના ટોચના નેતા એક મંચ પર: COP28 તરીકે ઓળખાતા યુએન 'કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ' ઓન ક્લાઈમેટની બાજુમાં વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેશે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવા અને આબોહવા પરિવર્તનનો અસરકારક રીતે સામનો કરવા માટેની રીતો પર ચર્ચા કરવા માટે ઘણા વિશ્વ નેતાઓ આબોહવા એક્શન સમિટમાં હાજરી આપવા માટે તૈયાર છે.

પીએમ મોદી વિશ્વ વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં ભાગ લેવા યુએઇ રવાના થયાં, એ પહેલાં કર્યું મોટું નિવેદન

CM ભૂપેન્દ્ર પટેલે ટોક્યોમાં 'વાઈબ્રન્ટ ગુજરાત રોડ શો' યોજ્યો, ઉદ્યોગ-રોકાણકારો સાથે કરી બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.