ETV Bharat / international

G7 Summit: ડ્રેગનનું ટેન્શન વધશે! G-7 સભ્ય દેશો ચીન સામે આર્થિક મોરચે સાથે મળીને કામ કરવા સંમત

author img

By

Published : May 20, 2023, 3:53 PM IST

G7 સમિટ યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જેક સુલિવને G-7 સમિટમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમારી સમજૂતીમાં સંવેદનશીલ ટેક્નોલોજીને સુરક્ષિત કરવા અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ શોધવાનો છે. મોટા ભાગના દેશમાં હવે ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે ચીન અંદરથી ખોખલું થઇ રહ્યું છે.

G7 Summit: ડ્રેગનનું ટેન્શન વધશે! G-7 સભ્ય દેશો ચીન સામે આર્થિક મોરચે સાથે મળીને કામ કરવા સંમત
G7 Summit: ડ્રેગનનું ટેન્શન વધશે! G-7 સભ્ય દેશો ચીન સામે આર્થિક મોરચે સાથે મળીને કામ કરવા સંમત

G7 સમિટઃ ભારતના વડાપ્રધાન હાલ વિદેશની સફરે છે. આજે વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા છે. જેમાં હાલમાં જાપાનમાં G-7ની બેઠક ચાલી રહી છે. આ દરમિયાન આ G-7 જૂથના વડાઓ આવ્યા છે. દરમિયાન, G-7 જૂથના સભ્ય એક યુએસ અધિકારીએ જણાવ્યું હતું કે G-7 શનિવારે તારીખ19 મે આર્થિક સ્થિતિનો સામનો કરવા માટે એક સામાન્ય સાધનનો ઉપયોગ કરવા માટે સંમત થયા છે. આ પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ચીનની ઉચ્ચ તકનીકી નિકાસ ઘટાડવાનો છે.મોટા ભાગના દેશ હવે ચીન વિરુધ કાર્ય કરી રહ્યા છે. કોઇ પણ રીતે ચીનને મદદ કરવા માટે હાથ લાંબો કરી રહ્યા નથી. આર્થીક રીતે કોઇ પણ રીતે ચીનનો ફાયદો થાય તો તે રોકી દેવામાં આવે છે. જેને લઇને ચીન હવે એકલું પડી ગયું હોય તેવું પણ કહી શકાય.

ચીન સાથે સીધા મુકાબલાને ટાળી: મોટા ભાગના દેશ ચીન સાથે સીધા મુકાબલા માટે ના પાડી રહ્યા છે. તેની જગ્યાએ આર્થિક રીતે ચીનને નુકશાન પહોંચાડી રહ્યા છે. હશિયારથી નહીં વેપારમાં કોઇ ચીનનો હાથ પકડવા તૈયાર નથી. અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને હિરોશિમામાં G-7 સમિટમાં પત્રકારોને માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે G-7 દેશો શક્ય તેટલી વધુ સપ્લાય ચેન સુધારવાનું લક્ષ્ય રાખે છે. જે હાલમાં કેટલાક વિસ્તારોમાં ચીનનું વર્ચસ્વ ધરાવે છે અને જેઓ બાકી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને G-7 સમિટમાં પત્રકારોને વધારે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારા કરારમાં સંવેદનશીલ ટેક્નોલોજીને સુરક્ષિત રાખવાના માર્ગો શોધવા, ટેકનિકલ નિકાસને નિયંત્રિત કરવા અને આઉટબાઉન્ડ રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે. સુલિવાને વધુમાં કહ્યું કે ચીન સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે અંગે યુએસ અને યુરોપિયન યુનિયન દેશો વચ્ચેના ભૂતકાળના મતભેદો મોટાભાગે ઝાંખા પડી ગયા છે. તેમણે કહ્યું કે સામાન્ય વ્યૂહરચના ચીન સાથે સીધા મુકાબલાને ટાળીને પશ્ચિમી શક્તિઓને બચાવવાની જરૂરિયાત પર ભાર મૂકશે.

ચીન સામે આર્થિક મોરચે: દરેક દેશને એ માહિતી તો છે જ કે ચીન સામે સીધી રીતે લડી ના શકાય. જેના કારણે હવે દરેક દેશ પોતાના દેશમાં બાયકોર્ટ ચીન કરી દેવામાં આવ્યું છે. મોટા ભાગના દેશમાં હવે ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે હવે ચીન અંદરથી ખોખલું થઇ રહ્યું છે. કારણ કે તેની બહારની આવક જ તેને તાકતવર બનાવી રહી હતી. ભારતે પણ બાયકોર્ટ ચીન અપાનાવ્યું છે.મેડ ઇન ઇન્ડિયાના સુત્રની સાથે ભારતના લોકો હવે ખરીદી કરી રહ્યા છે.અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે આ અમારી આર્થિક ચિંતાઓ દર્શાવે છે. ચીન પણ આને વધુ સારી રીતે સમજે છે, તેથી આમાં આશ્ચર્યજનક કંઈ નથી. વર્ષ 2021માં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને સત્તા સંભાળી ત્યારથી અમારી કૂટનીતિ હેઠળ G-7 કોન્ફરન્સમાં ચીન સામે આર્થિક મોરચે મજબૂત બનવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

  1. G20 Summit in Gandhinagar : ભારતમાં ભૂગર્ભ જળના ઉપયોગ વિશે મળી મહત્ત્વની જાણકારી, G20માં આયોજનો જાણો
  2. G20 Meeting 2023 in Kutch : G-20ના સભ્યોનું ભુજ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત, સફેદ રણમાં કચ્છી ભોજન આરોગશે
  3. G20 Summit in India: ધોળાવીરાને જોઈને વિદેશી ડેલિગેટ્સના મોઢા ખૂલ્લાંને ખૂલ્લાં જ રહી ગયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.