ETV Bharat / international

Former Pakistan President Pervez Musharraf passed away: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું લાંબી માંદગી બાદ નિધન

author img

By

Published : Feb 5, 2023, 11:46 AM IST

Updated : Feb 5, 2023, 12:00 PM IST

પાકિસ્તાનના પૂર્ણ રાષ્ટ્રપતિ પરવેજ મુશરર્ફનું નિધન થઇ ગયું છે. તેઓ બહુ લાંબા સમયથી બીમાર હતા. તેઓ દુબઇ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, પાકિસ્તાન મીડિયા દ્રાર આ સમાચાર મળ્યાં છે. મુશર્રફ 2001 થી 2008 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ પહેલા તેઓ આર્મી ચીફ પણ રહી ચૂક્યા છે.

Former Pakistan President Pervez Musharraf Dies After Prolonged Illness
EtFormer Pakistan President Pervez Musharraf Dies After Prolonged Illness

અમદાવાદ: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું રવિવારે લાંબી માંદગીના કારણે નિધન થયું હતું. દુબઈની હોસ્પિટલમાં દાખલ કરાયેલા મુશર્રફને અગાઉ રાવલપિંડીની આર્મ્ડ ફોર્સિસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી (AFIC)માં ખસેડવામાં આવ્યા હતા. મુશર્રફ, જે માર્ચ 2016 થી દુબઈમાં હતા, તેમની એમાયલોઇડિસની સારવાર ચાલી રહી હતી.

  • Former President of Pakistan, General Pervez Musharraf (Retd) passes away after a prolonged illness, at a hospital in Dubai: Pakistan's Geo News pic.twitter.com/W1fGRVb6xZ

    — ANI (@ANI) February 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હોસ્પિટલમાં લઇ રહ્યા હતા સારવાર: સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર ભૂતપૂર્વ જનરલ એમીલોઇડિસિસને કારણે મૃત્યુ પામ્યા હતા. તેમની બિમારીની કારણે તેમને છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વર્ષ 1999માં સફળ લશ્કરી બળવા પછી મુશર્રફ દક્ષિણ એશિયાઈ રાષ્ટ્રના દસમા પ્રમુખ હતા. તેમણે 1998 થી 2001 સુધી 10મા CJCSC અને 1998 થી 2007 સુધી 7મા ટોચના જનરલ તરીકે સેવા આપી હતી.

અગાઉ પણ મોતની ફેલાઈ ચુકી છે અફવા: 10 જૂનના રોજ તેમના પરિવારે ટ્વિટર પર એક નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે ભૂતપૂર્વ આર્મી ચીફ એવા તબક્કે છે જ્યાં "સ્વસ્થ થવું શક્ય નથી અને અંગો ખરાબ છે." "તે વેન્ટિલેટર પર નથી. છેલ્લા 3 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ છે. તેની બિમારીની ગૂંચવણ (એમિલોઇડિસિસ). મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે જ્યાં પુનઃપ્રાપ્તિ શક્ય નથી અને અવયવો ખરાબ છે. તેના રોજિંદા જીવનમાં સરળતા માટે પ્રાર્થના કરો," પરિવારે કહ્યું.

મુશર્રફને ફાંસી સજા: ઇસ્લામાબાદની વિશેષ કોર્ટે 31 માર્ચ 2014ના રોજ દેશદ્રોહના એક કેસમાં પાકિસ્તાનના પૂર્વ સૈનિક રાષ્ટ્રપતિ જનરલ મુશર્રફને આરોપી ઠેરવ્યા હતા. પરવેઝ મુશર્રફને દેશદ્રોહના મામલે ફાંસીની સજા સંભળાવાઈ હતી. તેઓ પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમ એવી વ્યક્તિ છે કે જેમની વિરુદ્ધ બંધારણની અવગણના કરવાનો કેસ ચાલ્યો હતો.

મુશર્રફ માત્ર એક વખત વિશેષ કોર્ટ સમક્ષ હાજર થયા: 2013માં ચૂંટણી જીત્યા બાદ પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સરકારમાં આવી. સરકાર આવ્યા બાદ પૂર્વ સૈનિક રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ બંધારણની અવગણના કરવાનો કેસ દાખલ કરાયો હતો. મુશર્રફ વિરુદ્ધ એક ગંભીર દેશદ્રોહના મામલે સુનાવણી કરનારી વિશેષ કોર્ટના ચાર પ્રમુખો બદલવા પડ્યા હતા. પરવેઝ મુશર્રફ માત્ર એક વખત વિશેષ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. એ પણ એ વખતે જ્યારે તેમના વિરુદ્ધ આરોપ લગવાયા હતા. એ બાદ તેઓ ક્યારેય કોર્ટમાં નથી આવ્યા.

દિલ્હીમાં જન્મ્યા હતા મુશર્રફ: 11 ઓગસ્ટ 1943ના રોજ પરવેઝ મુશર્રફનો જન્મ દરિયાગંજ નવી દિલ્હીમાં થયો હતો. 1947માં તેમનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો. વિભાજનના થોડા દિવસ પહેલા તેમનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચ્યો હતો. તેમના પિતા સઈદે નવા પાકિસ્તાન માટે કામ કરવાનું શરુ કર્યું અને વિદેશ મંત્રાલય સાથે જોડાયા હતા.

Last Updated :Feb 5, 2023, 12:00 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.