ETV Bharat / international

શ્રીલંકામાં 10 દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન, જાણો શા માટે...

author img

By

Published : Aug 21, 2021, 9:14 AM IST

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે કોવિડ-19ની ત્રીજી લહેર સામે લડવા માટે 10 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે. શુક્રવાર રાતથી જ આ આદેશ લાગૂ થઇ જશે.

શ્રીલંકામાં શુક્રવાર રાતથી 10 દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન
શ્રીલંકામાં શુક્રવાર રાતથી 10 દિવસનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન

  • 10 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે
  • શુક્રવાર રાતથી જ આ આદેશ લાગૂ થઇ જશે
  • તબીબી કર્મચારીઓએ અગાઉ પ્રતિબંધ માટે વિનંતી કરી હતી

કોલંબો: કોવિડ-19ની ત્રીજી લહેર સામે લડવા માટે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે શુક્રવાર રાતથી 10 દિવસ માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવવાનો આદેશ કર્યો છે.

આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 20 થી પણ ઓછા કેસ, 14 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી 30 ઓગસ્ટ સવારે 4 વાગ્યા સુધી કોવિડ કરફ્યૂ લાગૂ રહેશે

કોવિડ-19 મહામારીના નિવારણ માટે રાષ્ટ્રીય કેન્દ્રએ કહ્યું છે કે, શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી 30 ઓગસ્ટે સવારે 4 વાગ્યા સુધી લોકડાઉન લાગૂ રહેશે. સેના પ્રમુખ જનરલ શવેન્દ્ર સિલ્વાએ કહ્યું કે, શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી 30 ઓગસ્ટ સવારે 4 વાગ્યા સુધી કોવિડ કરફ્યૂ લાગૂ રહેશે. સિલ્વા કોવિડ-19ના નિવારણ માટેના રાષ્ટ્રીય કેન્દ્રના પ્રમુખ પણ છે.

દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે

સંક્રમણના કેસોમાં વધારો થવાના કારણે હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે સ્મશાન, કબ્રસ્તાનમાં પણ ભાર વધી ગયો છે. તબીબી કર્મચારીઓએ અગાઉ પ્રતિબંધ માટે વિનંતી કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ તેમની માંગ ફગાવી દીધી હતી. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આનાથી દેશના અર્થતંત્ર પર ખરાબ અસર પડશે. જો કે, શાસક ગઠબંધનના સભ્યો અને એક પ્રભાવશાળી બૌદ્ધ સાધુએ લોકડાઉનની માંગણી કર્યા બાદ રાષ્ટ્રપતિએ આ આદેશ આપ્યો છે.

સંક્રમણના કારણે 186 લોકોનાં મોત નીપજ્યાં છે

શ્રીલંકામાં ગુરુવારે કોરોના વાયરસના સંક્રમણના કારણે 186 લોકોનાં મોત નીપજ્યાં છે અને સંક્રમણના 3800 નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 6790 લોકોનાં મોત નીપજ્યાં છે અને સંક્રમણના 3,73,165 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો- દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36,571 કેસ નોંધાયા

રાજધાની કોલંબો સહિત પશ્ચિમી પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે

આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે, રાજધાની કોલંબો સહિત પશ્ચિમી પ્રાંત સૌથી વધુ પ્રભાવિત થયો છે. કોલંબોમાં 75 ટકાથી વધુ કેસ ઝડપથી ફેલાતા ડેલ્ટા સ્વરૂપના હતા. શ્રીલંકાની 2.1 કરોડની વસ્તીમાંથી 50 લાખથી વધુ લોકોને રસીના બન્ને ડોઝ મળ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.