ETV Bharat / international

સ્પેનમાં કોરોના વાઇરસની સામે યુવાનો પણ હારી ગયા

author img

By

Published : Apr 9, 2020, 8:05 PM IST

હાલ સ્પેનના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી ખરાબ આરોગ્ય કટોકટી ચાલી રહી છે. મોટી ઉંમરના અને મધ્યમ ઉંમરના લોકો જ નહીં હવે તો દેશના યુવકો-યુવતીઓને પણ કોરોના વાઇરસનો ચેપ લાગી રહ્યો છે. જો કે 10 થી 14 દિવસની સારવાર બાદ યુવાનો સારી રીતે સાજા થઇ જાય છે. મૃત્યુઆંકમાં યુવાનોની સંખ્યા ઘણી જ ઓછી જોવા મળી છે એમ કોવિડ-19ના ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલ એક મહિલા સ્પેનિશ ડોક્ટર ઇથેલ સેકેરિયાએ કહ્યું હતું.

સ્પેનમાં કોરોના વાઇરસની સામે યુવાનો પણ હારી ગયા
સ્પેનમાં કોરોના વાઇરસની સામે યુવાનો પણ હારી ગયા

ન્યૂઝ ડેસ્ક : ઇથેલ સ્પેનના કાસાનોવા શહેરના પ્રાથમિક આરોગ્ય સેવા કેન્દ્રમાં ફિઝીશિયન તરીકે કામ કરે છે. તે ઉપરાંત તે ઇન્ટરનેશનલ હેલ્થ કો-ઓપરેટીવ ઓર્ગેનાઇઝેશનના કો-ઓર્ડિનેટર તરીકે પણ કામ કરે છે. 2000 થી 2008 દરમ્યાન તેમણે આંધ્રપ્રદેશના અનંતપુરના રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ માટે પણ ફિજીશિયન તરીકે સેવાઓ આપી હતી. તેમણે સ્પેનની હાલની સ્થિતિ વિશે ઇનાડુ સાથે લંબાણપૂર્વક વાત કરી હતી.

સમગ્ર દેશ હાલ લોકડાઉનમાં છે. કટોકટી સિવાય કોઇપણ વ્યક્તિ ઘરની બહાર નીકળવાની હિંમત કરતો નથી. સ્પેનમાં કોવિડ-19ના 36000 કેસ પોઝીટિવ આવ્યા હતા, તેઓ પૈકી 13,500 લોકોના મોત થઇ ગયા છે. અલબત્ત મૃત્યુઆંક ધીમે ધીમે ઘટી રહ્યો છે. ચીનમાં જ્યારે વૃધ્ધોને એન-કોવિડનો ચેપ લાગી રહ્યો હતો તે સમયે સ્પેનમાં યુવાનો માટે એક હકારાત્મક બાબત પ્રવર્તતી હતી. જો કે સરકારે ખુબ જ અસરકારક રીતે ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરી રહી છે. નોવેલ કોરોના વાઇરસના ચિહ્નો ધરાવતા લોકોને હોમ કોરેન્ટાઇન (ઘરમાં જ એકલાં થઇને પૂરાઇ રહેવું) કરવામાં આવે છે અને તેઓની તબીબી સારવાર કરવામાં આવે છે. 70 ટકા કેસોમાં તો પીએચસીસીના ડોક્ટરો ફોન ઉપર કે પછી ઓનલાઇન પદ્ધતિથી જ લોકોની ચકાસણી કરે છે, કેમ કે ડોક્ટરો અને પેરા મેડિકલના સ્ટાફને પણ વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જે પરિવારના સભ્યોને ચેપ લાગ્યો હતો તેઓની કોઇપણ જાતનો શારીરિક સંપર્ક કર્યા વિના સર્વશ્રેષ્ઠ સારવાર અપાઇ રહી છે. ફક્ત અત્યંત ગંભીર ચિહ્નો ધરાવતા દર્દીઓને જ હોસ્પિટલોમાં ખસેડાય છે અને આઇસીયુમાં રખાય છે. તેઓને જો શ્વાસ લેવામાં તકલીફ વધી જાય તો તેઓને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવે છે. જો કે હોસ્પિટલોમાં દાખલ થનારા લોકોની અને વેન્ટિલેટરનો સહારો લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. અમારા દેશે અગાઉ ક્યારેય આવી કટોકટીની સ્થિતિ જોઇ નથી, કેમ કે યુવાનોને પણ 14 દિવસ માટે હોસ્પિટલોમાં દાખલ કરાઇ રહ્યા છે, અને આ બાબત જ દર્શાવે છે કે કઇ હદ સુધી આ મહા રોગચાળો વકર્યો છે.

તમામ હોસ્ટિટલોમાં સામાન્ય રોગની સારવાર કરવાનું બંધ કરી દેવાયું છે. મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલો જ નહીં પરંતુ પીએચસીસી પણ તેઓની ક્ષમતા કરતાં વધુ કામ કરી રહી છે. આઇસીયુની ક્ષમતા પણ ત્રણ ગણી વધારી દેવાઇ છે. પોઝીટીવ કેસોની સંખ્યા વધી જતાં જોઇને સરકારે પણ જરૂરી સંસાધનો પૂરા પાડવા પૂરી તાકાત લગાડી દીધી છે. આ વાઇરસ બહુ ઘાતક દરે તેનો ચેપ ફેલાવી રહ્યો છે. જો અમગચેતીના જરૂરી પગલાં ન લેવાયા હોત તો દેશને અકલ્પનીય નુકસાન થયું હોત. કોવિડ-19નો સૌ પ્રથમ કેસ 24 ફેબ્રુઆરીના રોજ બાર્સલોનામાં નોંધાયો હતો, અને ત્યારબાદ તો કેસોની સંખ્યા હરણફાળ ગતિએ વધી ગઇ હતી. અમારું ભવિષ્ય શું હશે તે હાલ તો કોઇ જાણતું નથી.

ડો. ઇથેલે વધુમાં ઉમેર્યું હતું કે જો યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો ભારતમાં કેસોની સંખ્યા ખુબ જ ઝડપે વધી જશે. ભારતમાં કામ કર્યાના અનુભવના આધારે તેમણે કહ્યું હતું કે જો કેસોની સંખ્યા વધી જશે તો દેશની હેલ્થ સિસ્ટમ જ પડી ભાંગશે. તેમણે પણ હાલની સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી લોકડાઉન લંબાવવાની તરફેણ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.