ETV Bharat / international

Ukraine Russia invasion : એરફોર્સના ગ્લોબમાસ્ટર C-17 એ સંભાળ્યો મોર્ચો, 3 એરક્રાફ્ટ વધુ તૈયાર

author img

By

Published : Mar 2, 2022, 8:01 AM IST

Updated : Mar 2, 2022, 10:53 AM IST

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને (Indian Air Force took lead bringing Indians trapped in Ukraine)પરત લાવવા ભારતીય વાયુસેના કમર કસી રહી છે. તેવામાં ભારતીયવાયુ સેનાનું C17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આજે (બુધવારે) વહેલી સવારે રોમાનિયા જવા રવાના થયું હતું.

Ukraine Russia invasion
Ukraine Russia invasion

નવી દિલ્હી: હવે ભારતીય વાયુસેનાએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને (Indian Air Force took lead bringing Indians trapped in Ukraine) લાવવા માટે આગેવાની લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર 'ઓપરેશન ગંગા' (OPERATION GANGA) હેઠળ વાયુસેનાએ તેની પ્રથમ ફ્લાઈટને લીલી ઝંડી આપી હતી. દેશવાસીઓને ભારતીય વાયુસેના પર વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં પરિસ્થિતિને કાબૂમાં લાવશે અને હજારો પરિવારોને રાહત આપશે.

વાયુસેનાના બે વિમાન ઉડાન ભરી

  • Two Indian Air Force aircraft take off for Romania and Hungary from the Hindon airbase to bring back Indians stranded in Ukraine pic.twitter.com/wjkBqk3873

    — ANI (@ANI) March 2, 2022" class="align-text-top noRightClick twitterSection" data="">

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા હિંડોન એરબેઝ પરથી ભારતીય વાયુસેનાના બે વિમાન રોમાનિયા અને હંગેરી માટે ઉડાન ભરી છે. ઉલ્લેખનીય છે કે, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતીયોને પરત લાવવા વાયુ સેના પણ સામેલ થઈ છે.

IAF, C-17 એરક્રાફ્ટ રોમાનિયા માટે રવાના થાયું

યુક્રેનમાં (Russia Ukraine War) ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાના સરકારના પ્રયાસોને વધુ તીવ્ર બનાવતા, ભારતીય વાયુસેના (IAF) C-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (IAF, C-17 aircraft leaves for Romania) આજે બુધવારે વહેલી સવારે રોમાનિયા જવા રવાના થયું હતું. વિમાને હિંડન એરબેઝ પરથી સવારે લગભગ 4 વાગે ઉડાન ભરી હતી. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસોની સમીક્ષા કરવા મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કર્યા પછી ભારતીય વાયુસેનાને ઓપરેશનમાં (Indian Air Force joined operation) જોડાવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: યુક્રેનમાંથી 12 હજાર વિદ્યાર્થીઓ બહાર આવ્યા, કિવમાં કોઈ ભારતીય નથી: MEA

'ઓપરેશન ગંગા' મિશન

વાયુસેનાની ક્ષમતાઓનો લાભ લેવાથી એ સુનિશ્ચિત થશે કે ઓછા સમયમાં વધુ લોકોનું સ્થળાંતર કરી શકાશે અને માનવતાવાદી સહાયનું વધુ અસરકારક રીતે વિતરણ કરવામાં પણ મદદ મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. રશિયન દળોએ 24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કર્યા પછી, ભારત સરકારે સંઘર્ષગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે 'ઓપરેશન ગંગા' (OPERATION GANGA) શરૂ કર્યું હતું. 'ઓપરેશન ગંગા' (OPERATION GANGA) મિશન હેઠળ વિશેષ ફ્લાઇટ્સ મફતમાં ચલાવવામાં આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીય નાગરિકોને લઈને આવી પ્રથમ ઈવેક્યુએશન ફ્લાઈટ 26 ફેબ્રુઆરીએ મુંબઈમાં ઉતરી હતી. દેશમાં અત્યાર સુધીમાં આવી ઘણી ફ્લાઈટ્સ લેન્ડ થઈ છે.

આ પણ વાંચો: યુક્રેનનો આરોપ - રશિયાએ કર્યો વેક્યૂમ બોમ્બનો ઉપયોગ, જાણો તે કેટલો ખતરનાક છે

મોલ્ડોવા થઈને નવો માર્ગ ખોલવામાં આવ્યો

યુક્રેનને અડીને આવેલા પોલેન્ડ, રોમાનિયા, હંગેરી અને સ્લોવાકિયાથી ભારતીય નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરવા માટે 24 કલાક નિયંત્રણ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. મોલ્ડોવા થઈને નવો માર્ગ ખોલવામાં આવ્યો છે અને વિદેશ મંત્રાલયની ટીમ પણ ત્યાં હાજર છે અને લોકોને મદદ કરી રહી છે. ટીમ ભારતીયોને રોમાનિયા થઈને બહાર કાઢવામાં મદદ કરશે.

Last Updated : Mar 2, 2022, 10:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.