ETV Bharat / international

તંદુરસ્ત જણાતા દર્દીઓમાં સામે આવી રહેલા કોરોના વાઇરસના ગંભીર લક્ષણો આ અભ્યાસનુ કેન્દ્ર છે

author img

By

Published : May 27, 2020, 12:17 AM IST

વોશીંગ્ટન યુનિવર્સીટી સ્કુલ ઓફ મેડીસીનના પીડિયાટ્રીક્સ, એસોસીએટ પ્રોફેસર અને રૂમેટોલોજીસ્ટ, મેગન એ કુપરએ જણાવ્યુ હત કે, “આપણી રોગપ્રતિકારક ક્ષમતાએ આ પહેલા ક્યારેય આ વાયરસનો સામનો કર્યો નથી. વિશ્વભરમાં Covid-19ની અતિ ગંભીર અસરોને આપણે હાલમાં જોઈ રહ્યા છીએ. આ સંક્રમણને રોકી શકે તેવા આનુવાંશીક પાસાઓ અને આપણી રોગ પ્રતિકારક ક્ષમતાના પાસાઓને તપાસવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકોએ એક સાથે પ્રયત્ન કરવો પડશે.”

તંદુરસ્ત જણાતા દર્દીઓમાં સામે આવી રહેલા કોરોના વાઇરસના ગંભીર લક્ષણો આ અભ્યાસનુ કેન્દ્ર છે
તંદુરસ્ત જણાતા દર્દીઓમાં સામે આવી રહેલા કોરોના વાઇરસના ગંભીર લક્ષણો આ અભ્યાસનુ કેન્દ્ર છે

હૈદરાબાદ: કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ગંભીર વિનાશનુ કારણ બન્યો છે. સંક્રમીતો અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો હોવાને કારણે તજજ્ઞો કોરોના વાયરસને માત આપી શકે તેવા કોઈ ઈલાજને શોધવા માટે દીવસ-રાત મહેનત કરી રહ્યા છે. Covid-19ના રહસ્યોને ઉકેલવા માટે વૈજ્ઞાનિકો એવા યુવાનો, તંદુરસ્ત પૌઢો અને બાળકોના DNA મેળવીને સંશોધન કરી રહ્યા છે કે જેમને અન્ય કોઈ તબીબી સમસ્યા ન હોવા છતા તેઓ Covid-19ના ગંભીર લક્ષણો ધરાવતા દર્દી બન્યા હતા. સંશોધકો આવા દર્દીઓની અનુવાંશીક ખામીને શોધી રહ્યા છે કે જેના કારણે આ દર્દીઓ નોવેલ કોરોના વાયરસથી અત્યંત ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. અન્ય કોઈ તબીબી મુશ્કેલી ન હોવા છતા જે યુવાન, તંદુરસ્ત પૌઢ અને બાળકોમાં Covid-19ના ગંભીર લક્ષણો દેખાયા હતા તેવા દર્દીઓના DNA પર થઈ રહેલા સંશોધનમાં વિશ્વભરના 30 થી વધુ જીનોમ સીકવન્સ હબ ભાગ લઈ રહ્યા છે. સેન્ટ લુઇસમાં આવેલી વોશીંગ્ટન યુનિવર્સીટી સ્કુલ ઓફ મેડીસીનની મેકડોનીલ જીનોમ ઇન્સ્ટીટ્યુટ, વિશ્વભરની આ 30 જીનોમ સીક્વન્સીંગ હબમાંની એક છે. સંશોધકો એવા લોકોનો પણ અભ્યાસ કરશે કે જેઓ વારંવાર કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા હોવા છતા વાયરસથી સંક્રમીત થયા નથી. કોરોના વાયરસની અલગ અલગ અસરોનો અભ્યાસ કર્યા બાદ પ્રાપ્ત થયેલી માહિતી તબીબો માટે કોરોના વાયરસની નવી ઉપચારાત્મક વ્યુહરચનાના માર્ગ ખોલી શકે છે.

જો લોકો Covid-19નુ કારણ બનતા SARS-Cov-2 વાયરસના સંપર્કમાં વારંવાર આવવા છતા તેનાથી ક્યારેય સંક્રમીત નથી થયા તેવા લોકોનો અભ્યાસ કરવાનું આયોજન પણ સંશોધકો કરી રહ્યા છે. આવા વ્યક્તિઓમાં અનુવાંશીક ભિન્નતા હોઈ શકે છે જે તેમને વાયરસ સામે રક્ષણ પુરૂ પાડે છે. Covid-19ના અલગ અલગ વર્તનના અભ્યાસ બાદ Covid-19ના દર્દીની સારવાર માટેની કેટલીક અસરકારક રીતો માટેના દ્વાર ખુલી શકે છે.

MD, PhD, અને પીડીયાટ્રીશીયન્સના એસોસીએટ પ્રોફેસર તેમજ રૂમેટોલોજીસ્ટ મેગન એ. કુપર, વોશીંગ્ટન યુનિવર્સીટીના અગ્રણી અને મહત્વના કહી શકાય તેવા સંશોધક છે. રોકફેલર યુનિવર્સીટી અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ (NIH)ની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શીયસ ડીસીઝ બંન્ને Covid હ્યુમન જીનેટીક ઇફોર્ટ તરીકે ઓળખાતા આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટની સહ-આગેવાની કરી રહ્યા છે.

ક્લીનીકલ ઇમ્યુનોલોજી પ્રોગ્રામની આગેવાની કરી રહેલા અને સેન્ટ લુઇસ ચીલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે પ્રાઇમરી ઇમ્યુનોડેફીયન્સીઝ માટે જેફરી મોડેલ ડાયગ્નોસ્ટીક એન્ડ રીસર્ચ સેન્ટરનુ નેતૃત્વ કરી રહેલા કુપરે કહ્યુ હતુ કે, “અમારા અભ્યાસનું કેન્દ્ર એવા દર્દીઓ હશે કે જેઓ SARS-Cov-2 થી ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે- એટલા ગંભીર રીતે કે જેમને ઇન્ટેન્સીવ કેરની જરૂરીયાત હોય છે- અને જેઓને અન્ય કોઈ તબીબી સમસ્યા નથી તેમજ જેઓ 50 વર્ષથી નાની વયના છે.”

“આ દર્દીઓને અનિયંત્રીત ડાયાબીટીઝ, હ્રદયની બીમારી તેમજ ફેફસાની કોઈ લાંબી બીમારી અથવા એવી અન્ય કોઈ સ્થીતિ નોંધાઈ નથી કે જેને Covid-19નુ જોખમ ઉભુ કરવા માટે કારણભૂત ગણી શકાય તેવા રોગો ગણી શકીએ.” તેણીએ ઉમેર્યુ હતુ કે “ઉદાહરણ તરીકે, આપણે સાંભળ્યુ હશે કે, કોઈ એક મેરેથોન રમતવીર કે જે તંદુરસ્ત હોય છે અને જે સામાન્ય રીતે કોઈ બીમારીનો ભોગ નથી બન્યો તે પણ કોરોના વાયરસથી સંક્રમીત થઈ શકે છે અથવા અન્ય કોઈ સ્વસ્થ બાળકો કે જે Covid-19ના ભોગ બન્યા છે. આ એવા દર્દીઓ છે કે જેમના પર અભ્યાસ કરવામાં અમને રસ છે. 10% જેવા હોસ્પીટલાઇઝ દર્દીઓ આ કક્ષામાં સામેલ થાય છે.”

આ દર્દીઓના જીનેટીક્સ શરીરને જરૂરી એવી રોગપ્રતિકારક ક્ષમતાની મહત્વપૂર્ણ માહિતી પુરી પાડી શકે છે. આ પ્રકારની માહિતી તબીબોને એવા ઉપચાર તરફ દોરી શકે છે કે જેમને વાયરસની અનુવાંશીક સંવેદનશીલતા નથી પરંતુ તેમને ડાયાબીટીઝ કે હ્રદયરોગ જેવી ગંભીર બીમારી છે.

કુપરે જણાવ્યુ હતુ કે, “આપણી રોગપ્રતિકારક ક્ષમતાએ આ પહેલા ક્યારેય આ વાયરસનો સામનો કર્યો નથી.”. તેમણે ઉમેર્યુ હતુ કે, “વિશ્વભરમાં Covid-19ની અતિ ગંભીર અસરોને આપણે હાલમાં જોઈ રહ્યા છીએ. આ સંક્રમણને રોકી શકે તેવા આનુવાંશીક પાસાઓ અને આપણી રોગ પ્રતિકારક ક્ષમતાના પાસાઓને તપાસવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકોએ એક સાથે પ્રયત્ન કરવો પડશે”

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.