રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં હથિયારધારી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 8 લોકોના મોત 6 લોકો ઈજાગ્રસ્ત

author img

By

Published : Sep 20, 2021, 2:44 PM IST

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં હથિયારધારી હુમલાખોરે કર્યું ફાયરિંગ, 8 લોકોના મોત 6 લોકો ઈજાગ્રસ્ત

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં આજે (સોમવારે) મોટી ઘટના ઘટી છે. અહીં એક હથિયારધારી હુમલાખોરે યુનિવર્સિટીમાં ઘુસીને વિદ્યાર્થીઓ પર ફાયરિંગ કર્યું હતું. ગોળીઓનો અવાજ સાંભળતા જ યુનિવર્સિટીમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદવા લાગ્યા હતા. જોકે, આ હુમલામાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • રશિયાના પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં હથિયારધારી હુમલાખોરે કર્યું ફાયરિંગ
  • ફાયરિંગમાં 8 લોકોના મોત થયા, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા
  • ગોળીઓનો અવાજ સાંભળતા જ યુનિવર્સિટીમાં અફરાતફરી મચી ગઈ હતી

આ પણ વાંચોઃ હૈતીના શરણાર્થીઓ ટેક્સાસ સીમા પર થયા એકત્રિત, અમેરિકા શરણાર્થીઓને મોકલશે પાછા

ન્યૂઝ ડેસ્કઃ રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં આજે (સોમવારે) એક હથિયારધારી હુમલાખોરે યુનિવર્સિટીમાં અચાનક જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના કારણે 8 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો કેટલાક વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ UNમાં QUAD દેશોના રાજદૂતોએ જળવાયુ પરિવર્તન પર ધ્યાન આપવાનો સંકલ્પ કર્યો

સુરક્ષા બળના જવાનોએ હુમલાખોરને ઠાર માર્યો

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરક્ષા બળના જવાનોએ હુમલાખોરને ઠાર માર્યો છે. જ્યારે આ હુમલાખોરનું નામ તિમુર બેકમાંસુરોવ હોવાનું સામે આવ્યું હતું. જોકે, હજી સુધી એ નથી જાણી શકાયું કે આ હુમલો શા માટે કરવામાં આવ્યો હતો. સુરક્ષા બળોના જવાનોનું કહેવું છે કે, હુમલાખોરનો ઉદ્દેશ ખતરનાક હતો. કારણ કે, તેમની પાસેથી ખતરનાક હથિયાર મળી આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.