કાબુલ: તાલિબાને 'પાકિસ્તાન વિરોધી રેલી' પર કર્યું ફાયરિંગ

author img

By

Published : Sep 7, 2021, 3:41 PM IST

Taliban fire shots to disperse anti-Pakistan rally in Kabul
Taliban fire shots to disperse anti-Pakistan rally in Kabul ()

તાલિબાનીઓએ મંગળવારે સવારે કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પાસે ફાયરિંગ કર્યું હતું. આ સ્થળે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રેલી યોજી રહ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પાસે આવેલી કાબુલ સેરેના હોટલ આવેલી છે. જ્યાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના પ્રમુખ છેલ્લા એક અઠવાડિયાથી રોકાયેલા છે.

  • તાલિબાનીઓએ પોતાની ક્રૂરતા દેખાડવાનું કર્યું શરૂ
  • કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પાસે કર્યું ફાયરિંગ
  • વિરોધકર્તાઓને વેરવિખેર કરવા કરાયું ફાયરિંગ

કાબુલ: શહેરના વિવિધ વિસ્તારોમાં મંગળવારે સવારથી મોટી સંખ્યામાં પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. એવામાં તાલિબાને ફરી એક વખત પોતાની ક્રૂરતા દેખાડવાનું શરૂ કર્યું છે. કાબુલમાં રાષ્ટ્રપતિ ભવન પાકિસ્તાન વિરોધી રેલી દરમિયાન જમા થયેલા પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા માટે તાલિબાનીઓએ ફાયરિંગ કર્યું હતું.

પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા કરાયું ફાયરિંગ

સ્થાનિક માડિયા અનુસાર, તાલિબાનીઓએ રાષ્ટ્રપતિ ભવન પાસે પાકિસ્તાન વિરોધી પ્રદર્શન કરી રહેલા લોકોને વેરવિખેર કરવા ફાયરિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, જે સ્થળે પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા, ત્યાંથી થોડે જ દૂર કાબુલ સેરેના હોટલ આવેલી છે. જ્યાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના પ્રમુખ છેલ્લા એક અઠવાડિયાથી રોકાયેલા છે.

માત્ર અફઘાનિસ્તાન જ નહિં, અમેરિકામાં પણ વિરોધ પ્રદર્શન

અફઘાન નાગરિકો પાકિસ્તાન દ્વારા પંજશીરમાં કરવામાં આવેલા હુમલાને લઈને છેલ્લા 2 દિવસથી સતત પાકિસ્તાન વિરોધી પ્રદર્શન યોજી રહ્યા છે. માત્ર અફઘાનિસ્તાન જ નહિં, પરંતુ અમેરિકામાં પણ વોશિંગ્ટન ખાતે વ્હાઈટ હાઉસ સામે અફઘાન નાગરિકોએ પાકિસ્તાનના વિરોધમાં પ્રદર્શન યોજ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન લોકોએ પાકિસ્તાન પર પ્રતિબંધ લાદવાની માગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.