ETV Bharat / international

પાકિસ્તાનના કરાચીમાં ગ્રેનેડ હુમલો, 4 બાળકો સહિત 13 ના મોત, અનેક ઇજાગ્રસ્ત

author img

By

Published : Aug 15, 2021, 1:42 PM IST

આતંકવાદ વિરોધી વિભાગ (CTD) ના વરિષ્ઠ અધિકારી રાજા ઉમર ખત્તાબે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તે ગ્રેનેડ હુમલો હતો. મળતી માહીતી મુજબ, ગ્રેનેડ વાહનના ફ્લોર પર પડતા વિસ્ફોટ થયો હતો.

પાકિસ્તાનના કરાચીમાં ગ્રેનેડ હુમલો
પાકિસ્તાનના કરાચીમાં ગ્રેનેડ હુમલો

  • પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કરાચીમાં ગ્રેનેડ હુમલો
  • હુમલામાં 13 લોકોના મોત
  • ગ્રેનેડ વાહનના ફ્લોર પર પડતા વિસ્ફોટ થયો

કરાચી : શનિવારે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે કરાચીમાં ગ્રેનેડ હુમલો થયો હતો. કરાચી શહેરના બલદિયા ટાઉનના માવાચ ગોથ વિસ્તાર પાસે ટ્રક પર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ચાર બાળકો સહિત 13 લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

હુમલાખોરો મોટરસાઈકલ પર સવાર

આતંકવાદ વિરોધી વિભાગ (CTD) ના વરિષ્ઠ અધિકારી રાજા ઉમર ખત્તાબે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તે ગ્રેનેડ હુમલો હતો. એક એહવાલ મુજબ, ગ્રેનેડ વાહનના ફ્લોર પર પડતા વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હુમલાખોરો મોટરસાઈકલ પર સવાર હતા.

આ પણ વાંચો : અફઘાન રાષ્ટ્રપતિએ રેડિયો સંદેશમાં દેશવાસીઓને ખાતરી આપી, કહી આ મોટી વાતો

ઇજાગ્રસ્તોનેે ડો. રૂથ પફૌ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

એડિશનલ પોલીસ સર્જન ડો.કરર અબ્બાસીએ જણાવ્યું કે, ડો. રૂથ પફૌ સિવિલ હોસ્પિટલમાં 10 મૃતદેહો લાવવામાં આવ્યા છે. પીડિતોમાં 6 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે.તેમણે કહ્યું કે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, મૃતકોમાં ચાર બાળકો છે અને તેમની ઉંમર 10 થી 12 વર્ષની વચ્ચે છે.

આ પણ વાંચો : Haiti Earthquake: હૈતીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની આવવાની સંભાવના


આગાઉ સિલિન્ડર વિસ્ફોટ થતા નવ લોકોના મોત

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલા જિલ્લામાં એક સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. કેન્ટ પોલીસ સ્ટેશનના શાહ કોટ વિસ્તાર પાસે ગુજરાંવાલામાં પેસેન્જર વાનમાં સિલિન્ડર વિસ્ફોટમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હતા અને અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.