ETV Bharat / international

85 ભારતીયોને લઈને એરફોર્સનું જહાજ કાબુલથી રવાના

author img

By

Published : Aug 21, 2021, 12:56 PM IST

અફઘાનિસ્તાન-તાલિબાન સંકટ વચ્ચે ભારતીય એરફોર્સ દ્વારા ભારતીયોને કાબુલથી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે 85 ભારતીયોને લઈને એરફોર્સના જહાજે કાબુલ એરપોર્ટ પરથી ઉડાન ભરી છે.

85 ભારતીયોને લઈને એરફોર્સનું જહાજ કાબુલથી રવાના
85 ભારતીયોને લઈને એરફોર્સનું જહાજ કાબુલથી રવાના

  • કાબુલથી ત્રીજી વખત ભારતીયોને લવાઈ રહ્યા છે વતન
  • ભારતીય એરફોર્સનું C-130J પરિવહન જહાજ કાબુલથી રવાના
  • સાંજ સુધીમાં કુલ 85 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવશે

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યા બાદથી ભારતીયોને ત્યાંથી નિકાળવાના તમામ સંભવ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત ભારતીય એરફોર્સના C-130J પરિવહન જહાજે કાબુલથી 85 જેટલા ભારતીયો સાથે ઉડાન ભરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ જહાજ ઈંધણ ભરાવવા માટે તાજિકિસ્તાનમાં ઉતર્યું હતું. ભારત સરકારના અધિકારીઓ ભારતીય નાગરિકોને ત્યાંથી નિકાળવા માટે મદદ કરી રહ્યા છે.

અગાઉ 150 ભારતીયોને કાબુલથી સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા હતા

આ અગાઉ 17 ઓગસ્ટના રોજ ભારતીય વાયુ સેનાના સૈન્ય પરિવહન જહાજમાં ભારતીય રાજનયિકો, સુરક્ષા કર્મચારીઓ તેમજ ત્યાં ફસાયેલા કેટલાક ભારતીયો સહિત કુલ 150 જેટલા લોકોને કાબુલથી પરત લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત 16 ઓગસ્ટના રોજ કાબુલથી અન્ય એક જહાજમાં 40 કર્મચારીઓને પરત લાવવામાં આવ્યા હતા. હજુ પણ ભારતીય વાયુ સેના દ્વારા આ પ્રકારે કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.