ETV Bharat / international

ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું? જુઓ

author img

By

Published : Aug 25, 2021, 9:34 AM IST

ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization- W.H.O.)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના કોઈ પ્રકારની સ્થાનિકતાના સ્ટેડમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં કોરોના વાઈરસ (Corona Virus)નો ફેલાવો નિમ્ન કે મધ્યમ સ્તર પર ચાલી રહ્યો છે. W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, માતાપિતાએ ગભરાવવાની જરૂર નથી. અમે સીરો સર્વેક્ષણને જોયું અને અમે અન્ય દેશોથી જે શિખ્યું છે. તેનાથી જાણવા મળે છે કે, આ સંભવ છે કે, બાળકો કોરોના સંક્રમિત થઈ શકે છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું? જુઓ
ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે શું કહ્યું? જુઓ

  • ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને આપ્યું નિવેદન
  • સીરો સર્વેક્ષણ અને અન્ય દેશથી શિખતા જણાયું કે, બાળકો કોરોના સંક્રમિત થઈ શકે છે, પરંતુ માતાપિતાએ ગભરાવવાની જરૂર નથીઃ ડો. સૌમ્યા સ્વામિનાથન
  • ભારતના આકાર અને દેશના અલગ અલગ ભાગમાં જનસંખ્યાની વિવિધતા અને ઈમ્યુનિટીની સ્થિતિને જોતા એ સંભવ છે કે, કોરોના સંક્રમણની સ્થિતિ આ પ્રકારે જાહેર થઈ શકે છેઃ ડો. સૌમ્યા સ્વામિનાથન

ન્યૂઝ ડેસ્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization- W.H.O.)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને ભારતમાં કોરોનાની સ્થિતિ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના એક પ્રકારના સ્થાનિકતાના સ્ટેડમાં પ્રવેશ કરી રહ્યો છે, જ્યાં વાઈરસનો ફેલાવો નિમ્ન અને મધ્યમ સ્તર પર ચાલી રહ્યો છે. જોકે, સ્થાનિક સ્થિતિ ત્યારે થાય છે. જ્યારે દેશની વસ્તી વાઈરસની સાથે રહેતા શીખી જાય છે. આ મહામારીના ફેલાવવાના સ્ટેજથી ખૂબ જ અલગ છે. આ એ સ્ટેજ છે. જ્યારે વાઈરસ વસ્તી પર હાવી થઈ જાય છે.

આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં 14 કેસ નોંધાયા, 30 જિલ્લા અને 5 કોર્પોરેશનમાં એક પણ કેસ નહિ

દેશના વિવિધ ભાગમાં વાઈરસની સંખ્યાનો ઉતાર-ચડાવ રહી શકે છે

આ સાથે જ કો-વેક્સિનની મંજૂરી આપવા અંગે કહ્યું હતું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે, W.H.O.ના ટેક્નિકલ ગૃપ કોવેક્સિનને તેની અધિકૃત રસીઓમાંથી એક થવા માટે મંજૂરી આપવા માટે સંતુષ્ટ હશે અને આ સપ્ટેમ્બરના મધ્ય સુધી થઈ શકે છે. એક ઈન્ટરવ્યૂમાં W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, ભારતના આકાર અને દેશના અલગ અલગ ભાગમાં જનસંખ્યાની વિવિધતા અને ઈમ્યુનિટીની સ્થિતિને જોતા એ સંભવ છે કે, કોરોના સંક્રમણની સ્થિતિ આ પ્રકારે જાહેર થઈ શકે છે. દેશના વિવિધ ભાગમાં વાઈરસની સંખ્યાનો ઉતાર-ચડાવ રહી શકે છે.

આ પણ વાંચો- ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની પીક, આ લોકોને થશે સૌથી વધું અસર.....

70 ટકા વેક્સિનેશન થઈ જશે એટલે સ્થિતિ સામાન્ય થઈ શકે છે

W.H.O.ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે, અમે એક પ્રકારની સ્થાનિકતાના તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ, જ્યાં કોરોનાના નિમ્ન અને મધ્યમ સ્તરનું ટ્રાન્સમિશન ચાલી રહ્યું છે, પરંતુ આ પ્રકારની ઘાતક વૃદ્ધિ અને શિખર નથી દેખાઈ રહ્યા, જે અમે કેટલાક મહિના પેહલા જોયો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, વર્ષ 2022ના અંત સુધીમાં અમે તે સ્થિતિમાં હોઈશું કે, અમે 70 ટકા વેક્સિનેશનના લક્ષ્યને મેળવી લઈશું અને પછી દેશોમાં સ્થિતિ ફરી સામાન્ય થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.