ETV Bharat / international

ટ્રમ્પનો દાવો, કહ્યું- ચીનની પ્રયોગશાળાની લેબમાંથી ફેલાયો છે કોરોના વાઇરસ

author img

By

Published : May 1, 2020, 3:32 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્વીકાર્યું કે તેમની પાસે પુરાવા છે કે કોરોના વાઈરસ વુહાન લેબમાંથી ઉદ્ભવ્યો છે, પરંતુ તે જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

Donald Trump
Donald Trump

વોશિંગ્ટન: જ્યારે આખું વિશ્વ કોરોના સાથે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યાં છે કે, કોરોના વાઈરસની ઉત્પત્તિ ચીનની વુહાન લેબમાંથી થઈ છે, અને તેના પુરાવા પણ છે. જોકે, તેમણે હજુ સુધી પુરાવા અંગે કોઈ સત્તાવર માહિતી બહાર આવી નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસપૂર્વક દાવો કર્યો છે કે, વિશ્વભરમાં 2,30,000 થી વધુ લોકો અને વિનાશકારી અર્થવ્યવસ્થાને હત્યા કરનાર કોરોના વાઈરસનો ઉદ્દભવ ચીનના વુહાનમાં વાઇરોલોજી પ્રયોગશાળામાંથી થયો છે.

ટ્રમ્પને પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું તેમને એવી કોઈ વસ્તુ મળી છે કે જેનાથી તે નિશ્ચિતપણે કહી શકે કે, વાઈરસની ઉત્પત્તિ વુહાનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિરોલોજીથી થઈ છે, જ્યાં તેમણે વ્હાઇટ હાઉસમાં કહ્યું, "હા, મારી પાસે છે." તેમણે કોઈ માહિતી આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે તપાસ ચાલુ છે અને તે ટૂંક સમયમાં બહાર આવશે.

જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે, તમે કયા આધાર પર દાવો કરો છો, તો ટ્રમ્પે કહ્યું કે, હું તેની માટે ચિનના પ્રમુખ શી જિનપીંગ જવાબદાર ગણુ છું. તેમણે કહ્યું કે હું આ કહેવા માંગતો નથી પરંતુ નિશ્ચિતરૂપે તેને રોકી શકાયો હોત. તેનો ઉદ્દભવ ચીનથી થયો હતો અને તેને રોકી શકાયો હોત અને હું ઈચ્છું છું કે તેઓએ તેને અટકાવ્યું હોત.

તેઓએ કહ્યું હતું કે, તેઓ કાં તો તેને રોકી શક્યા ન હતા અથવા તેઓ તેને રોકવા માંગતા ન હતા અને વિશ્વને તેનું પરિણામ સહન કરવું પડ્યું હતું. સૌથી વધુ અસરગ્રસ્ત યુરોપિયન દેશ ઇટાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, બીજી પરિસ્થિતિ એ છે કે તેણે અમેરિકા અને યુરોપ કર્યું ત્યારે તેમણે તમામ વિમાન અને ટ્રાફિકને ચીનમાં આવવાનું અટકાવ્યું.

તેમણે કહ્યું કે, આ દેશ (અમેરિકા) ખૂબ નસીબદાર છે અને હું ખૂબ નસીબદાર છું કે મેં ચીન પર ખૂબ જ ઝડપથી પ્રતિબંધ મૂક્યો. જાન્યુઆરીમાં, અમે ચીન પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ અમે યુરોપમાં પ્રતિબંધ લાદી દીધો.

ટ્રેમ્પે કહ્યું કે તેઓ ચીનને જવાબદાર રાખતા પહેલા શું બન્યું હતું તે શોધવા માગે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે ખરેખર શું થયું તે શોધી કાઢીશું. અમે આ અંગે ભારપૂર્વક કામ કરી રહ્યા છીએ. ટ્રેમ્પે વધુમાં કહ્યું કે, ચીન કોરોના વાઈરસના ચેપનું કારણ બની શકે છે, તેમનો દેશ વૈજ્ઞાનિક અને અન્ય પ્રતિભાશાળી છે, તેઓ તેને રોકી શક્યા હોત પરંતુ તેઓએ તેમ કર્યું ન હતું.તેને રાષ્ટ્રપતિ જિનપિંગ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.