ETV Bharat / international

દરેક અમેરિકન નાગરિકને અફઘાનિસ્તાનની બહાર કાઢ્યા બાદ જ પરત ફરશે અમારા સૈનિકો : જો બાઇડન

author img

By

Published : Aug 19, 2021, 11:15 AM IST

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ( US president Joe Biden ) એ કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી જ્યાં સુધી તમામ અમેરિકન નાગરિકો સુરક્ષિત બહાર ન કાઢી લઈએ ત્યાં સુધી અમેરિકી સૈનિકો ત્યાં રહેશે હાજર.

Joe Biden
જો બાઇડન

વોશીંગટન : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ( US president Joe Biden ) એ બુધવારે કહ્યું કે , તેઓ અફઘાનિસ્તાનમાં ત્યાં સુધી અમેરિકન સૈનિકો રાખવા માટે કટીબદ્ધ છે જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં રહેલો દરેક અમેરિકન ( Americans ) સુરક્ષિત બહાન નીકળી જાય , ભલે પછી 31 ઓગસ્ટ સુધી પણ સેનાએ ત્યાં રહેવું પડે તો અમે રાખીશું પરંતુ અફઘાનિસ્તાનમાં રહેલો છેલ્લો અમેરિકન નાગરીક અફઘાનિસ્તાન છોડશે પછી જ સેના પરત આવશે.

બાઈડને અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાને ( US Troops ) પરત બોલાવા માટે 31 ઓગસ્ટ સુધીની સમયસીમા નક્કી કરી હતી. તેમણે એ ટીકાઓનો પણ જવાબ આપ્યો કે અમેરિકાએ નાગરિકોને સુરક્ષિત બહાર પહોંચાડવા અને સૈનિકોને પરત બોલાવા પર કામ કરવું જોઈતુ હતું.

'એબીસી ન્યૂઝ' ને અપાયેલા એક ઈન્ટરવ્યૂમાં બાઈડને કહ્યું કે, 'અમેરિકા સમયસીમા ( 31 ઓગસ્ટ ) પહેલા જ અમેરિકન નાગરીકો અને અમેરિકાના સહયોગીઓને સુરક્ષિત બહાર કાઢવાના દરેક સંભવ પ્રયાસ કરશે.'

જ્યારે તેમને સવાલ પુછાયો કે 31 ઓગસ્ટ પછી અફઘાનિસ્તાનમાં અમેરિકન નાગરીકોને ઇવેક્યુએશન ઓપરેશનમાં ( evacuation ) કઈ રીતે મદદ કરાશે ? ત્યારે બાઈડને ( Joe Biden ) જવાબ આપતા કહ્યું હતું કે, ' જો કોઈ અમેરિકન નાગરીક ત્યાં બાકી બચી જાય છે તો અમે ત્યાં સુધી અફઘાનિસ્તાનમાં રહીશુ જ્યાં સુધી તેમને બહાર ન કાઢી લઈએ.' તાલિબાને ગત સપ્તાહે અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી 15 હજાર અમેરિકન નાગરીકો ત્યાં ફસાયેલા છે.

રક્ષા પ્રધાન લોયડ ઓસ્ટિનને ( lloyd austin ) બુધવારે કહ્યું કે , અમેરિકન સૈન્ય પાસે અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટને ( kabul airport ) સુરક્ષિત કરવા અને રાજધાનીમાં અન્યત્ર જોખમી પરિસ્થિતિમાં રહેતા અફઘાન નાગરિકોને બહાર કાઢવા માટે અફઘાનિસ્તાનમાં દળો અને હથિયારો નથી.

તાલિબાનનીઓના ( Taliban ) ચેક પોસ્ટ પર દેશથી બહાર જનારાઓમાંથી અનેકને રોકવામાં આવી રહ્યાના સમાચાર વચ્ચે પુછવામાં આવ્યું હતું કે , 31 ઓગસ્ટ પહેલા જે લોકો દેશ છોડવા માગે છે શું તેઓને પહેલા બહાર કઢાશે ? આ સવાલ પર ઓસ્ટિને કહ્યું કે , 'મારી પાસે હાલમાં કાબુલ જવાની અને કામગીરી વધારવાની ક્ષમતા નથી.'

તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલય ઇવેક્યુએશન ઓપરેશનની ( evacuation operation ) પ્રક્રિયા ઝડપી બનાવવા અને દુતાવાસ સંબંધી મામલે વધુ અધિકારીઓને મોકલી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં મુખ્ય ધ્યાન હાલ એરપોર્ટ પર છે જ્યાં હાલત ખરાબ છે અને એરપોર્ટ પર જ હાલમાં ધ્યાન કેન્દ્રીત રાખવું જોઈએ.

રક્ષા પ્રધાને વધુમાં કહ્યું કે , લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તાલિબાન સાથે પણ વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે, એરપોર્ટ પર લગભગ 4500 અમેરિકન સૈનિકો છે જે વિદેશ મંત્રાલયના લોકોને સુરક્ષિત ઇવેક્યુએશન ઓપરેશનમાં સુરક્ષા આપી રહ્યા છે.

અમેરિકન સેન્યના વરિષ્ઠ અધિકારીઓ કાબુલમાં ચેક પોસ્ટ અને કર્ફ્યૂને લઈને તાલિબાની કમાન્ડર સાથે વાત કરી રહ્યા છે જેના કારણે અનેક અમેરિકન અને અફઘાન નાગરિકો એરપોર્ટમાં પ્રવેશ નથી કરી શકતા.

પેન્ટાગનના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ ( john kirby ) કહ્યું કે , 24 કલાકમાં 325 અમેરિકન નાગરિકો સહિત લગભગ 2 હાજર અમેરિકી વાયુ સેનાના C - 17 વિમાનોની 18 ઉડાન સાથે વિદેશ રવાના થઈ ગયા છે. કિર્બીએ કહ્યું કે, ગુરુવાર સુધીમાં સેંકડો વધુ અમેરિકી સૈનિકો એરપોર્ટ પર આવવાની ધારણા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે અફઘાનિસ્તાનમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત જોન બાસને કાબુલમાં ઇવેક્યુએશન ઓપરેશન કરવા માટે મોકલી રહ્યું છે.

( પીટીઆઈ - ભાષા )

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.