ETV Bharat / international

કમલા હેરિસે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે કરી વાત, ચીન-મ્યાનમારના સહયોગ અંગે કરી ચર્ચા

author img

By

Published : Mar 4, 2021, 10:34 AM IST

Updated : Mar 4, 2021, 4:28 PM IST

યુનાઇટેડ સ્ટેટ્સના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે ફોન પર વાત કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો વિશે વધુ દ્વિપક્ષીય સહયોગની સંભાવના વિશે વાત કરી. ખાસ કરીને હવામાન પરિવર્તન, ચીન અને મ્યાનમારના સંબંધ વિશે ચર્ચા કરી.

કમલા હેરિસ અને સ્કોટ મોરિસને કરી વાતચીત
કમલા હેરિસ અને સ્કોટ મોરિસને કરી વાતચીત

  • કમલા હેરિસ અને સ્કોટ મોરિસને કરી વાતચીત
  • અન્ય સાથે મળીને કામ કરવાની સંમતિ દર્શાવી
  • વૈશ્વિક અને પ્રાદેશિક પડકારો વિશે કરી ચર્ચાઓ

વોશિંગ્ટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન સાથે ફોન પર વાતચીત કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક પડકારો, ખાસ કરીને હવામાન પલટા, ચીન અને મ્યાનમારના સંબંધમાં વધુ દ્વિપક્ષીય સહકારની સંભાવના પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: અમેરિકાના 46માં રાષ્ટ્પતિ બન્યા જો બાઈડન, કમલા હેરિસ બન્યાં ઉપરાષ્ટ્રપતિ

એશિયા પેસિફિક ક્ષેત્રના નેતાને હેરિસનો આ પહેલો ફોન

બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ વ્હાઇટ હાઉસે કરાયેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, હેરસ અને મોરિસને કોરોના સંક્રમણથી બચવા આર્થિક રીતે મજબૂત બનવા લોકશાહી મૂલ્યોને આગળ વધારવા માટે અન્ય સાથે મળીને કામ કરવાની સંમતિ દર્શાવી હતી.

આ સમય દરમિયાન, હેરિસે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ગાઢ સંબંધોની વાત યાદ કરી હતી.

ચીન અને મ્યાનમાર વિશે કરી ચર્ચા

વ્હાઇટ હાઉસે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાને વૈશ્વિક અને પ્રાદેશિક પડકારો, ખાસ કરીને હવામાન પરિવર્તન સમયે કરવામાં આવતા સામના, ચીન અને મ્યાનમારની પરિસ્થિતિથી સર્જાયેલી પરિસ્થિતિઓ સાથેના વ્યવહારમાં વધતા સહકારની શક્યતાઓ પર ચર્ચા કરી હતી.

Last Updated : Mar 4, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.