ETV Bharat / international

વિશ્વાસુ નેતાઓ સાથે કમલા હેરિસે ચર્ચ્યા રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દા

author img

By

Published : Apr 1, 2021, 2:48 PM IST

અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખ કમલા હેરિસે જણાવ્યું હતું કે તેમના વિશ્વાસુ નેતાઓ તેના મુશ્કેલ સમયમાં તેમની તાકાત અને પ્રેરણા બન્યા હતાં.

વિશ્વાસુ નેતાઓ સાથે કમલા હેરિસે ચર્ચ્યા રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દા
વિશ્વાસુ નેતાઓ સાથે કમલા હેરિસે ચર્ચ્યા રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દા

  • કમલા હેરિસે નેતાઓ સાથે કરી ચર્ચા
  • રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દે કરી ચર્ચા
  • નેતાઓને સાથે કામ કરવા કરી વિનંતી

વોશિંગટન: અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસે તેમના વિશ્વાસુ નેતાઓ સાથે એક મિટિંગ યોજી હતી. જેમાં તેમણે અગત્યના મુદ્દાઓ જેવા કે હેઇટ ક્રાઇમ, ઇમિગ્રેશન અને કોવિડ-19 જેવા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી હતી. આ અંગે કમલા હેરિસે જણાવ્યું હતું કે વિશ્વાસુ નેતાઓ મુશ્કેલ સમયમાં તેમની તાકાત અને પ્રેરણા બન્યા. ચાર નેતાઓ આ મિટિંગમાં હાજર રહ્યાં હતાં જ્યારે અન્ય 5 નેતાઓ ઇન્ટરનેટના માધ્યમથી જોડાયા હતાં. જેમાંથી કોઇ પણ લધુમતી સમાજના નેતા ન હતાં.

લોકોને રસી લેવા પ્રેરણા આપવા કર્યું નિવેદન

મિટિંગમાં કમલા હેરીસે જણાવ્યું હતું કે ફેઇથ લિડર્સ હોવાના કારણે તેમ ભૂખ્યાઓને ભોજન આપ્યું છે તમે ઘરવિહોણા લોકોને રહેવાની જગ્યા આપી છે. ગત વર્ષમાં જ્યારે આર્થિક, ભૌતિક અને આધ્યામિક રીતે સંસાધનોની અછત સર્જાઇ હતી ત્યારે પણ તમે અતૂટ રહ્યાં હતાં. કમલા હેરિસે તેઓને અપીલ કરી હતી કે તેઓ લોકોને રસી લેવાની પ્રેરણા આપે. જે નેતા ઉપર લોકોને વિશ્વાસ છે તેઓ લોકોને તેમનો વારો આવે ત્યારે રસી લેવા જવા માટે પ્રેરણા આપીને અમને મદદ કરે. આ એ પહેલો મુદ્દો છે હું તમારા બધા સાથે ચર્ચા કરવા ઇચ્છું છું તેવું કમલા હેરિસે જણાવ્યું હતું.

વધુ વાંચો: અમેરિકામાં કોરોનાથી 5 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં, રાષ્ટ્રપતિ બાઇડન આપશે શ્રદ્ધાંજલિ

હેઇટ ક્રાઇમના મુદ્દે કરી ચર્ચા

હેઇટ ક્રાઇમના મુદ્દા પર ચર્ચા કરતાં કમલા હેરિસે જણાવ્યું હતું કે આ મુદ્દે તમામ નેતાઓ સાથે મળીને કામ કરે તે અગત્યનું છે અને તો જ તેઓ આ સંકટની ઘડીમાં નવા ઉપાયની તક શોધી શકશે. અમેરિકાના ઉપરાષ્ટ્ર પ્રમુખે જણાવ્યું હતું કે તેઓ નોર્થન ટ્રાઇંગલ વિસ્તારમાં કામ કર્યું છે.

એક થઇને કામ કરવાનો સમય

તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે તમારામાંથી ઘણા આ વિષય પર કામ કરી રહ્યાં છે પણ હવે સમય છે કે આપણેએ અનુભવના આધારે એક તારણ પર આવીએ કે આ વિષયના મૂળ ક્યાં છે અને આપણે કેવી રીતે લોકોને તેમના ઘરે જતા અટકાવી શકીએ. તેમણે એવું પણ ઉમેર્યું હતું કે આ એ કારણે છે કે પણ છે કે મોટા ભાગના લોકોને પોતાના ઘરના વાતાવરણમાં રહેવું ગમે છે. તેમને ત્યાં રહેવું ગમે છે જ્યાં તેઓ મોટા થયા છે. તેમને ત્યાં રહેવું ગમે છે જ્યાં તેઓ સંસ્કૃતિ શું છે તે સમજ્યા છે. આ તેમની સંસ્કૃતિનો એક ભાગ છે, એ ભાષાનો ભાગ છે જે તેઓ બોલે છે.

વધુ વાંચો: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે જીત બાદ 'માતા' શાયામલાને કર્યા યાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.