ETV Bharat / health

Antibiotics: આરોગ્ય મંત્રાલયે એન્ટિબાયોટિક દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવા ચોક્કસ સંકેતો ફરજિયાત કર્યા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 20, 2024, 6:05 PM IST

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એન્ટિબાયોટિક મેડિસિન્સના દુરઉપયોગને રોકવા માટે ભારતની દરેક મેડિકલ કોલેજના ડૉક્ટર્સ, મેડિકલ એસોસિયેશન્સ અને ફાર્માસિસ્ટ એસોસિયેશન્સને પત્ર લખ્યો છે. જેમાં એન્ટિબાયોટિક દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવા ચોક્કસ સંકેતો ફરજિયાત કર્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Health Ministry Mandatory Accurate Indications Prescribing

આરોગ્ય મંત્રાલયે એન્ટિબાયોટિક દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવા ચોક્કસ સંકેતો ફરજિયાત કર્યા

નવી દિલ્હીઃ ભારતમાં એન્ટિબાયોટિક મેડિસિન્સના દુરઉપયોગને રોકવા માટે આરોગ્ય મંત્રાલયે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ડૉક્ટર્સની સાથે સાથે વિવિધ મેડિકલ એસોસિયેશન્સ માટે પણ પ્રીસ્ક્રીપ્શનમાં એન્ટિબાયોટિક દવાના ઉલ્લેખ સાથે કેટલાક સંકતો ફરજિયાત કર્યા છે. સરકારે ફાર્માસિસ્ટ એસોસિયેશન્સને સૂચના આપી છે કે ડૉક્ટરના પ્રીસ્ક્રીપ્શનમાં આ સંકેતો હોય તો જ એન્ટિબાયોટિક દવાઓ આપવી.

ડીજીએચએસ આરોગ્ય મંત્રાલયની એક મહત્વની પાંખ છે તેને એક તત્કાળ અપીલ કરી છે. જેમાં ભારતની દરેક મેડિકલ કોલેજના ડૉક્ટર્સ, મેડિકલ એસોસિયેશન્સ અને ફાર્માસિસ્ટ એસોસિયેશન્સને પત્ર લખ્યો છે. જેમાં એન્ટિબાયોટિક દવાઓ પ્રીસ્ક્રાઈબ કરવા ચોક્કસ સંકેતો ફરજિયાત કર્યા છે. પત્રમાં સૂચના છે કે એન્ટિબાયોટિક દવાઓનો દુરઉપયોગ અટકાવવો જરુરી છે.

પત્રમાં આ સમસ્યાના નિવારણ માટે કેટલાક નવા એન્ટિબાયોટિક્સનો ઉપયોગ અને વર્તમાનમાં ઉપયોગમાં લેવાતા એન્ટિબાયોટિક્સનો વિવેકપૂર્વક ઉપયોગ એકમાત્ર વિકલ્પ ગણાવ્યો છે. આરોગ્ય સેવાઓના મહાનિદેશક અતુલ ગોયલ દ્વારા હસ્તાક્ષર કરલે ત્રણેય પત્ર ઈટીવી ભારતને મળ્યા છે. ગોયલે પોતાના પત્રમાં લખ્યું છે કે રોગાણુરોધી પ્રતિરોધ(એએમઆર) માનવતા સામે આવતા વૈશ્વિક જાહેર આરોગ્ય જોખમો પૈકીનું એક જોખમ છે.

ગોયલએ પત્રમાં લખ્યું છે કે, સમગ્ર વિશ્વમાં વર્ષ 2019માં 1.27 મિલિયન મૃત્યુ માટે બેક્ટેરિયલ એએમઆર સીધી રીતે જવાબદાર હતું. તેમજ 4.95 મિલિયન મૃત્યુ દવા પ્રતિરોધી સંક્રમણથી થયા હતા. એએમઆર આધુનિક ચિકિત્સાના અનેક લાભોને ખતરમાં નાંખે છે. આ પ્રતિરોધી રોગાણુઓ માટે સંક્રમણની પ્રભાવી રોકથામ અને ઉપચારને જોખમ ઊભું થાય છે. જેના પરિણામ સ્વરુપ બીમારી લાંબી થતી જાય છે અને મૃત્યુનું જોખમ વધતું જાય છે.

તેમણે આગળ જણાવ્યું કે, સારવારની નિષ્ફળતાને લીધે લાંબા સમય સુધી સંક્રમણની અસર જોવા મળે છે. તેમજ દવાઓની મોંઘી કિંમતને લીધે અનેક દર્દીઓ આ રોગોની સારવાર કરાવવામાં નિષ્ફળ પણ રહેતા હોય છે. મેડિકલ કોલેજીસ દેશમાં ત્રીજા ભાગની આરોગ્ય સેવાઓ પૂરી પાડવા ઉપરાંત ડૉક્ટર્સની યુવાપેઢીને શિક્ષણ પણ પૂરુ પાડે છે. તેથી જ મેડિકલ કોલેજના ડૉક્ટર્સ આવનારી ડૉકટર્સ પેઢી માટે એન્ટિબાયોટિકના વિવેકપૂર્વકના ઉપયોગનું ઉદાહરણ પૂરુ પાડે તે આવશ્યક છે.

આ પત્રમાં આગળ કહેવાયું છે કે, જ્યારે ફાર્માસિસ્ટ્સને ડ્રગ્સ અને કોસ્મેટિક્સ નિયમોના શીડ્યૂલ એચ અને એચ1ના અમલીકરણ માટે માત્ર મેડિકલ ઉપાય તરીકે એન્ટિબાયોટિક્સ વેચવાનું યાદ અપાવવામાં આવે છે. આ મહત્વપૂર્ણ છે કે ડૉક્ટર એન્ટિબાયોટિક પ્રીસ્ક્રાઈબ કરે ત્યારે દર્દીને આપવામાં આવતી સારવાર વિશે યોગ્ય સંકેતોનો ઉપયોગ કરે.

  1. Generic Drugs :કેન્સર જેવા ગંભીર રોગમાં પણ જેનરિક દવાઓ અસરકારક - PGI ડાયરેક્ટર
  2. AIOCDએ નકલી દવાઓ અને નકલી ડોકટરોના ઓનલાઈન રેકેટ પર પગલાં લેવા વિનંતી કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.