ETV Bharat / headlines

ઉત્તર ગુજરાતમાં વરસાદને આમંત્રણ આપવા લોકો કંઈક આ રીતે પરંપરા ભજવે છે !

author img

By

Published : Jul 14, 2019, 2:56 AM IST

Updated : Jul 14, 2019, 10:36 AM IST

મહેસાણાઃ ઉત્તર ગુજરાતમાં વરસાદ ન થતા ખેડૂતની સાથે સાથે સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે વરસાદ ખેંચાતા લોકોએ પોતાની શ્રદ્ધા અનુસાર પોત-પોતાની રીતે વરસાદની માગણી કરતા હોય છે. આવી જ રીતે વરુણદેવને રીઝવવા માટે મહેસાણાના ખેરાલુ તાલુકાના રામપુરા ગામની બાળાઓ દ્વારા ઢુંઢીયા બાપજીની નગરયાત્રા કાઢી બાપજી પર જળાભિષેક કરવામાં આવે છે. લોકોને એવી આશા હોય છે કે, આવુ કરવાથી વરસાદની પધરામણી થાય છે.

મહેસાણાના રામપુરા ગામે નીકાળ્યા ઢુંઢીયા બાપજી, વરસાદ ખેંચાતા લોકો એ શ્રદ્ધા પર રાખી ચાહત

મનુષ્ય માટે એક તરફ કુદરત છે, તો બીજી તરફ વિજ્ઞાન અને ટેકનોલોજીનો જાદુ છે, પરંતુ કુદરતના કરિશ્માઈ જાદુની સામે આજે 21મી સદીના વૈજ્ઞાનિક યુગમાં કુદરતની અવનવી કળાઓ સામે માનવ શક્તિ વિવશ બનીને રહી ગઈ છે. આ વાતને સાર્થક કરતા ખેરાલુ તાલુકાના રામપુરા ગામની બાળાઓ દ્વારા વરુણદેવને રીઝવવા ઢુંઢિયા બાપજી બનાવી નગર ચર્યા કરાવવામાં આવે છે.

મહેસાણાના રામપુરા ગામે નીકાળ્યા ઢુંઢીયા બાપજી, વરસાદ ખેંચાતા લોકો એ શ્રદ્ધા પર રાખી ચાહત

આ નગરચર્યામાં ગામની સૌ કોઈ મહિલાઓ અને બાળાઓ ભેગા મળી ગામમાં ઘરે ઘરે ફરી ઢૂંઢીયા બાપજી પર જળાભિષેક કરે છે. આ સાથે મેઘરાજાની પધરામણી માટે ઇન્દ્રદેવના ગુણગાન ગાઈ ભગવાનને રિઝવવા પ્રયાસ કરવામાં આવે છે. કહેવાય છે કે, પ્રાચીન કાળથી જ્યારે જ્યારે વરસાદ આવતા વિલંબ થતો, ત્યારે ત્યારે આ પ્રકારે ઢૂંઢીયા બાપજીને નગરયાત્રા કરાવી જળાભિષેક કરતા મેઘરાજાની પધરામણી થતી હોય છે. ત્યારે આજે પશુપાલકો અને ખેડૂતોના માથે જળ સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે જો વરસાદ થાય તો ખેડૂતોએ કરેલી વાવણી અને પાકમાં પ્રાણ પુરાય. વરસાદ થતાં ખેડૂત અને પશુપાલકને થતા નુકસાનને રોકી શકાય અને આગામી દિવસોમાં જોવા મળતી દુષ્કાળની સ્થિતિને દૂર કરી શકાય તે માટે આ ઢુંઢીયા બાપજીની નગરયાત્રા કરવામાં આવે છે.

Intro:મહેસાણાના ખેરાલુ તાલુકાના રામપુરા ગામે નીકાળ્યા ઢુંઢીયા બાપજી


મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ ન આવતા પરેશાની

ખેડૂતો સહિત સ્થાનિક લોકો વરસાદ ને લઈ ને જોઇરહ્યા છે કાગડોળે રાહ

વરસાદ ખેંચાતા લોકો એ શ્રદ્ધા પર રાખી ચાહત

મહેસાણાના ખેરાલુ તાલુકાના રામપુરા ગામે નીકાળ્યા ઢુંઢીયા બાપજી

ગામની બળાઓ દ્વારા ઢુઢીયા બાપજીની નગરયાત્રા કાઢવામાં આવી

વરુણદેવને રીઝવવા ઢુંઢિયા બાપજી પર જળ અભિષેક કરવામાં આવ્યો

ઢુઢીયા બાવજીને ગામ ની મહિલાઓ એ પાણી માં કર્યા તરબોળ
Body:





મનુષ્ય માટે એક તરફ કુદરત છે ત્યાં બીજી તરફ વિજ્ઞાન અને ટેકનોલોજી પરંતુ કુદરતના કરિશ્મા સામે આજે પણ 21મી સદીના વિજ્ઞાનિક યુગમાં કુદરતની કળાઓ સામે માનવ શક્તિ વિવશ બની રહી છે ત્યારે આ વાત ને સાર્થક કરતા ખેરાલુ તાલુકાના રામપુરા ગામે બળાઓ દ્વારા વરુણદેવ ને રીઝવવા ગામા ઢુંઢિયા બાપજી બનાવી નગર ચર્યા કરાવવામાં આવી છે જેમાં ગામની સૌ કોઈ મહિલાઓ અને બાળાઓ ભેગા મળી ગામમાં ઘરે ઘરે ફરી ઢૂંઢીયા બાપજી પર જળાભિષેક કર્યો છે આ સાથે મેઘરાજાની પધરામણી માટે ઇન્દ્રદેવના ગુણગાન ગાઈ ભગવાનને રિઝવવા પ્રયાસ કરવામાં આવ્યો છે કહેવાય છે કે પ્રાચીન કાળ થી જ્યારે જ્યારે વરસાદ આવતા વિલંબ વર્તયો છે ત્યારે ત્યારે આ પ્રકારે ઢૂંઢીયા બાપજીને નગરયાત્રા કરાવી જળાભિષેક કરતા મેઘરાજાની એન્ટ્રી થઈ છે ત્યારે આજે પશુપાલકો અને ખેડૂતોના માથે જળ સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે વરસાદ થાય અને ખેડૂતોએ વાવણી કરેલા પાકમાં પ્રાણ પુરાય તો ખેડૂત અને પશુપાલકને થતા નુક્ષાન ને રોકી શકાય અને આગામી દિવસોમાં જોવા મળતી દુષ્કાળની સ્થિતિ પરિવર્તિત થાય તેવી આશા ઢૂઢીયા બાપજીની નગરયાત્રા કરતા બાળાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે Conclusion:રોનક પંચાલ , ઈટીવી ભારત , મહેસાણા
Last Updated :Jul 14, 2019, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.