ETV Bharat / entertainment

Vikram Thakor: વિક્રમ ઠાકોરનું નવું ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિલીઝ

author img

By

Published : Mar 29, 2023, 3:52 PM IST

સુપર સ્ટાર વિક્રમ ઠાકોર આજે ચાહકોને એક મોટી ભેટ આપી છે. વિક્રમે "હું શ્યામ તારો તું રાધા મારી" આ નવું ગુજરાતી રિમિક્સ ગીત રિલીઝ કર્યું છે. આ ખુશીમાં જીગર સ્ટુડિયો દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ પર ચાહકો પ્રતિક્રિયા આપી રહયાં છે.

Vikram Thakor Song: વિક્રમ ઠાકોરનું નવું રિમિકસ ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિલીઝ, ચાહકોએ કહ્યું-સુપર હિટ
Vikram Thakor Song: વિક્રમ ઠાકોરનું નવું રિમિકસ ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિલીઝ, ચાહકોએ કહ્યું-સુપર હિટ

હૈદરાબાદ: ગુજરાતના પ્રખ્યાત અભિનેતા વિક્રમ ઠાકોરના ચાહકો માટે આવ્યાં છે ખુશીના સમાચાર. અભિનેતા વિક્રમનું નવું રિમિકસ ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત વિક્રમ ઠાકોર અને સિલ્પા ઠાકોર દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતનું કંપોઝ ગુણવંત ઠાકોરે કર્યું છે. વિક્રમ ઠાકોર પોતાના મધુર અવાજ અને શાનદાર અભિનય દ્વાર લોકોના દિલ પર રાજ કરે છે. અભિનેતાએ આ ગીત રિલીઝ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: Parineeti Chopra: Aap સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની અફવાઓ પર પરિણીતી ચોપરાએ આપી પ્રતિક્રિયા

વિક્રમ ઠાકોરનું નવું રિમિક્સ ગીત: વિક્રમ ઠાકોરનું ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિમિક્સ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ખુશીમાં જીગર સ્ટુડિયો દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''સુપર સ્ટાર વિક્રમ ઠાકોરનું નવું રિમિકસ ગીત "હું શ્યામ તારો તું રાધા મારી" જીગર સ્ટુડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ થઈ ગઈ છે.''

યુઝર્સની કોમેન્ટ: જીગર સ્ટુડિયો દ્વારા રિલીઝ કરવામાં આવેલા ગુજરાતી રિમિક્સ ગીત પર ચાહકો કોમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે કે, 'સુપર વિક્રમ ભાઈ', બીજા યુઝર્સે લખ્યું છે કે, ''સુપર હિટ'', ત્રીજા યુઝર્સે ગીતના વખાણ કરતા લખ્યું છે કે, 'જોરદાર''. આ સાથે બીજા પણ ઘણા યુઝર્સો છે કે જેમણે ખુબજ સુંદર કોમેન્ટ કરી છે અને કેટલાકે દિલની ઈમોજીસ શેર કરીને અભિનંદન પાઠવ્યાં છે.

આ પણ વાંચો: જૂનમાં બોક્સ ઓફિસ પર થશે ધળાકો, પ્રભાસની 'આદિપુરુષ' સહિત આ ફિલ્મ થશે રિલીઝ

વિક્રમ ઠાકોરનો વર્કફ્રન્ટ: વિક્રમ ઠાકોર એક ઢોલિવુડના પ્રખ્યાત અભિનેતા છે. આ ઉપરાંત તેઓ સંગીતકાર પણ છે. વિક્રમ ગુજરાત રાજ્યના ફતેપુરા ગામના વતની છે. વિક્રમ ઠાકોરને નાનપણથી જ વાંસણી વગાળવાનો અને સંગીત ગાવાનો ખુબજ શોખ હતો. તેમણે ગુજરાતી ફિલ્મમાં 'એક વાર પિયુ ને મળવા આવજે'માં ડેબ્યૂ કર્યું હતું. તેમની અન્ય ફિલ્મમાં 'રાધા તારા વિના મને ગમતુ નથી', 'પાટણથી પાકિસ્તાન', 'રસિયા તારી રાધા રોકાણી રણમાં', 'ખેડુત એક રક્ષક'નો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.