ETV Bharat / entertainment

ગુજરાતી ફિલ્મ વીર ઈશાનું સીમંત ટ્રેલર રિલીઝ, જૂઓ નવયુગલની મુંજવણ

author img

By

Published : Aug 24, 2022, 5:32 PM IST

Etv Bharatગુજરાતી ફિલ્મ વીર ઈશાનું સીમંત ટ્રેલર રિલીઝ, જૂઓ નવયુગલની મુંજવણ
Etv Bharatગુજરાતી ફિલ્મ વીર ઈશાનું સીમંત ટ્રેલર રિલીઝ, જૂઓ નવયુગલની મુંજવણ

Veer Isha Nu Seemant Trailer Out ફિલ્મ મોશન પોસ્ટર સાથે લોકોનું મનોરંજન કર્યા પછી, 'વીર ઈશા નુ સીમંત'ના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરમાં પૂજા જોશી અને મલ્હાર ઠાકર તેમના અગાઉ ક્યારેય જોયા ન હોય તેવા લુકમાં જોવા મળે છે

હૈદરાબાદ Veer Isha Nu Seemant Trailer Out વીર ઈશા નુ સીમંતના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્તાવાર ટ્રેલર રિલીઝ Veer Isha Nu Seemant Trailer Released કર્યું છે. ફિલ્મમાં કોમેડી, મસ્તી અને પ્રેમનો ડોઝ છે. ટ્રેલરમાં દેખાય છે તેમ, વાર્તા મલ્હાર અને પૂજા દ્વારા ભજવવામાં આવેલા પરિણીત યુગલ વીર અને ઈશાથી શરૂ થાય છે, જેઓ પરિવાર શરૂ કરવા તૈયાર નથી. જો કે, તેમની વાર્તા અનપેક્ષિત સારા સમાચાર સાથે વળાંક લે છે.

આ પણ વાંચો ગુજરાતી અનટાઈટલ મુવીની રિલીઝ ડેટ જાહેર, ફિલ્મનું નામ હજુ પણ સસ્પેન્સ

ટ્રેલરમાં શું છે આ મુવીમાં આધુનિક યુગના યુગલની રહેણી કહેણી અને પહેલાના સમયના લોકો શું વિચારતા હોય છે. તે દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. લગ્નનું એક વર્ષ થઈ ગયુ હોવા છતાં આ યુગલને કોઈ સંતાન ન થયું હોવાથી ઘરના અને બહારના લોકો કેવી વાતો કરતા હોય છે. તે પણ દર્શાવવામાં આવે છે. કેવા સમાજમાં કેવા કુ રિવાજો જોવા મળે છે મહારાજ ને બોલાવી એક ફળ આપવામાં આવે છે.

નવયુગલોની વ્યથા આ ફિલ્મમાં એક યુગલને સંતાન મેળવવાની પોતાની ઈચ્છા ના હોવા છતા પરિવાર અને સમાજના દબાણના કારણે કેવી રીતે જલ્દી ફેમિલી પ્લાન કરવુ પડે છે તે દર્શાવવામાં આવ્યું છે.

આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ ધ્રુવીન દક્ષેશ શાહ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યુ છે. ફિલ્મના દિગ્દર્શક નીરજ જોશી છે. આ ફિલ્મમા સહ નિર્માતા તરીકે ભરત સેવક, શ્લોક રાઠોડ, હેમ સેવક, દિવ્યાંગ ઠાકર, દેવાંશી મડિયાર એ કામ કર્યુ છે. આ મુવી 9 સપ્ટેમ્બરના રોજ સિનેમાં ઘરોમાં રિલીઝ થશે

આ પણ વાંચો જુઓ રણબીર કપૂરે જાહેરમાં આલિયાના ફેન્સની કેમ માંગી માંફી

ફિલ્મમાં કોની ભૂમિકા ફિલ્મમાં આ કલાકારોએ ભૂમિકા ભજવી છે, મલ્હાર ઠાકર, પૂજા જોશી, અનુરાગ પ્રપન્ના, છાયા વોરા, ફિરોઝ ભગત, સોનાલી લેલે દેસાઈ, કૃણાલ પંડિત, દીપાલી ભુટા, નિજલ મોદી, , રાહુલ રાવલ, કુકુલ તરમાસ્ટર, વૈભવ બિનીવાલે, આસાવરી પાધ્યા, શૌનક પંડ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.