ETV Bharat / entertainment

Box Office: 6 દિવસમાં કમાણીનો આંકડો 60 કરોડને પાર, 'ધ કેરલા સ્ટોરી'એ આ ફિલ્મને છોડી પાછળ

author img

By

Published : May 11, 2023, 1:27 PM IST

અદા શર્માની ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' શરૂઆતના દિવસથી સતત ડબલ ડિજિટમાં બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મે 'પોનિયિન સેલવન 2'ના હિન્દી વર્ઝન કરતાં 3 ગણો વધુ બિઝનેસ કર્યો છે. અદા શર્માની ફિલ્મે 'લાલ સિંહ ચઢ્ઢા'થી લઈ 'ભોલા' સહિત આ ફિલ્મને પાછળ છોડી દિધી છે. અહિં વાંચો પૂરા સમાચાર.

6 દિવસમાં કમાણીનો આંકડો 60 કરોડને પાર, 'ધ કેરલા સ્ટોરી'એ આ ફિલ્મને છોડી પાછળ
6 દિવસમાં કમાણીનો આંકડો 60 કરોડને પાર, 'ધ કેરલા સ્ટોરી'એ આ ફિલ્મને છોડી પાછળ

મુંબઈઃ વિવાદો વચ્ચે સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ધ કેરલા સ્ટોરી' સિલ્વર સ્ક્રીન પર ચમકી રહી છે. શરૂઆતના દિવસ એટલે કે તારીખ 5મી મેથી ફિલ્મ સતત ડબલ ડિજિટનો બિઝનેસ કરી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ સતત છઠ્ઠા દિવસે મજબૂત રીતે આગળ વધી રહી છે. ઇન્ડસ્ટ્રીના ટ્રેકર બોલિવૂડ હંગામાના જણાવ્યા અનુસાર 'કેરલા સ્ટોરી'એ શરૂઆતના અંદાજ મુજબ છઠ્ઠા દિવસે ભારતમાં 12 કરોડ રૂપિયાની આકર્ષક કમાણી કરી છે.

  • #TheKeralaStory is UNBEATABLE and UNSTOPPABLE... Continues its DREAM RUN on weekdays… Fri 8.03 cr, Sat 11.22 cr, Sun 16.40 cr, Mon 10.07 cr, Tue 11.14 cr, Wed 12 cr. Total: ₹ 68.86 cr. #India biz. BLOCKBUSTER. #Boxoffice

    Growth / Decline on *weekdays*…
    ⭐️ Mon: [growth] 25.40%… pic.twitter.com/vVkAocb4iY

    — taran adarsh (@taran_adarsh) May 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બોક્સ ઓફિસ કલેક્શન: નિયમિત ડબલ ડિજિટ બિઝનેસ સાથે 'ધ કેરલા સ્ટોરી'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 68.86 કરોડ રૂપિયા છે. આ ફિલ્મે આમિર ખાનની 'લાલ સિંહ ચઢ્ઢા', અક્ષય કુમારની 'સેલ્ફી', કાર્તિક આર્યનની 'શહેજાદા' સહિત ભૂતકાળમાં રિલીઝ થયેલી મોટાભાગની મોટી ફિલ્મને પાછળ છોડી દીધી છે. 'ધ કેરાલા સ્ટોરી' પણ અજય દેવગણની 'ભોલા'ને વટાવી જવાના માર્ગ પર છે. 'ભોલા' ફિલ્મે તેના જીવનકાળમાં રૂપિયા 90 કરોડથી વધુ કમાણી કરી હતી અને હિન્દી બજારમાં 'પોનીયિન સેલવાન 2' કરતાં ત્રણ ગણી વધુ કમાણી કરી હતી. તમિલ ભાષાના મહાકાવ્યે તેના હિન્દી ડબ વર્ઝન દ્વારા આશરે રૂપિયા 21 કરોડની કમાણી કરી હતી.

આ પણ વાંચો:

  1. The Kerala Story: Vhp દ્વારા દિલ્હીમાં 'ધ કેરલા સ્ટોરી'ને ટેક્સ ફ્રી કરવાની માંગ, Cmને લખ્યો પત્ર
  2. Priyanka Chopra: પ્રિયંકાએ પોતાના લગ્ન પહેલાના સંબંધો પર ખુલીને કહ્યું કે, તે 'ડોરમેટ' જેવી લાગતી હતી
  3. The Kerala Story: 'ધ કેરલા સ્ટોરી' ટીમ Upના Cmને મળી, યોગી આદિત્યનાથે ફિલ્મની પ્રશંસા કરી

ધ કેરલા ફિલ્મ ચમકી: 'ધ કેરલા સ્ટોરી' ગયા વર્ષની વિવાદાસ્પદ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની જેમ જ ટ્રેન્ડમાં છે. બંને ફિલ્મને કેન્દ્ર સરકારના સમર્થનનો સતત લાભ મળી રહ્યો છે. PM નરેન્દ્ર મોદીએ પણ તેમના તાજેતરના ભાષણમાં 'ધ કેરલા સ્ટોરી'નો ઉલ્લેખ કર્યો હતો. આ કારણે વિવેચકોના નબળા સમીક્ષાઓ છતાં ફિલ્મ સિનેમા ઘરોમાં નિશ્ચિતપણે ટકી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.