ETV Bharat / entertainment

FIR on Asit Modi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા મુશ્કેલીમાં, પોલીસ કેસ નોંધાયો

author img

By

Published : Jun 20, 2023, 2:07 PM IST

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોહેલ રામાણી-જતિન બજાજ વિરુદ્ધ કેસ દાખલ, જાણો સમગ્ર ઘટના
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સોહેલ રામાણી-જતિન બજાજ વિરુદ્ધ કેસ દાખલ, જાણો સમગ્ર ઘટના

કોમેડી સિરીઝ 'તારક મહેતા કા ઉલ્ટાએ ચશ્મા'ના વિવાદમાં ઉમેરો કર્યો છે. આ વખતે પોલીસે લાઇવ સીરિઝના નિર્માતા, ઓપરેશન હેડ સહિત અન્ય ક્રૂ મેમ્બર સામે કેસ નોંધ્યો છે. આગઉ જેનિફર મિસ્ત્રી બંસીવાલે અને અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ નિર્મમાતા પર આરોપ લગાવ્યા હતા.

મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના વિવાદાસ્પદ નિર્માતા અસિત મોદી મુશ્કેલીમાં છે. પવઈ પોલીસે આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ નિર્માતાની સાથે ઓપરેશન હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અભિનેત્રીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ગયા મહિને, લોકપ્રિય અભિનેત્રીએ અસિત મોદી, સોહેલ રામાણી અને જતીન બજાજ વિરુદ્ધ કાર્યસ્થળ પર જાતીય સતામણી માટે ફરિયાદ નોંધાવી હતી.

અભિનેત્રીએ લગાવ્યો આરોપ: પવઇ પોલીસે તેનું નિવેદન પણ નોંધ્યું છે. પીડિત અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે, 'અસિત મોદીએ તેની પાસે ભૂતકાળમાં ઘણી વખત શારીરિક સુખની માંગણી કરી હતી. શરૂઆતમાં મેં નોકરી ગુમાવવાના ડરથી તેની તમામ માંગણીઓને અવગણી. પરંતુ હવે બહુ થયું, હવે હું તમારું શોષણ નહીં કરીશ.' નિર્માતા સાથે કામ કરતી અભિનેત્રીના ગંભીર આરોપને પગલે પવઇ પોલીસે કેસ નોંધ્યો છે. અભિનેત્રીએ જાહેરમાં નિર્માતા પર આરોપ લગાવ્યો છે.

નિર્માતા પર આરોપ: પવઇ પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ત્યારપછી ભારતીય દંડ સંહિતા IPCની કલમ 354 અને 509 હેઠળ FIR નોંધવામાં આવી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, 'તે છેલ્લા 15 વર્ષથી લોકપ્રિય ટીવી સિરિયલ સાથે જોડાયેલી છે અને વર્ષ 2021 થી 2023 વચ્ચે જાતીય સતામણીની ઘટનાઓ બની હતી.' પોલીસ સૂત્રોએ માહિતી આપી હતી કે, દુબઈમાં એક કાર્યક્રમ દરમિયાન અભિનેત્રીએ નિર્માતા પર તેના હોઠ પર અયોગ્ય ટિપ્પણી કરવાનો અને તેને ગળે લગાવવાનો આરોપ લગાવ્યો હતો.

અસિતે નકાર્યા આરોપ: પીડિતા દ્વારા વિવિધ ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ હાલમાં આ આરોપોની તપાસ કરી રહી છે. કોન્ટ્રેક્ટેડ અભિનેત્રીએ કહ્યું કે, "હું પૈસા માટે આ ફરિયાદ નથી નોંધાવી રહી. સત્ય અને વિજય માટે જ આવું કર્યું. તેઓએ સ્વીકારવું પડશે કે મારી સાથે અન્યાય થયો છે. હાથ જોડીને માફી માંગવી પડશે. આ મારા ગૌરવ અને સ્વાભિમાનની બાબત છે.'' અસિત મોદીએ આ આરોપોને પહેલા જ નકારી દીધા છે. તેણે એમ પણ કહ્યું છે કે, અભિનેત્રી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

મોનિકા ભદૌરિયાનો આરોપ: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની અભિનેત્રી મોનિકા ભદૌરિયાએ આરોપ લગાવ્યો છે કે, નિર્માતા દ્વારા તેને સેટ પર હેરાન કરવામાં આવી હતી. ઇન્ટરવ્યુમાં મોનિકાએ એ પણ ઉમેર્યું હતું કે સેટ પર રહેવું તેના માટે ખૂબ જ તણાવપૂર્ણ હતું. હવે ફરી એકવાર મોનિકાએ આ અંગે ટિપ્પણી કરી છે. 'તારક મહેતાએ કા ઉલ્ટા ચશ્મા'માં બાવરીની ભૂમિકા ભજવી હતી. મોનિકાએ કહ્યું કે, આ શોએ ચોક્કસપણે મારું જીવન બદલી નાખ્યું. આ શો મારા માટે ઘણો મોટો છે.

જેનિફર મિસ્ત્રી આરોપ: અગાઉ જેનિફર મિસ્ત્રી બંસીવાલે પણ નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. શોના નિર્માતા સિવાય તેણે કેટલાક કલાકારો પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. જેનિફરે પોલીસ ફરિયાદમાં દાવો કર્યો છે કે, નિર્માતા મોદીએ ઘણીવાર સેટ પર તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. સિરીઝના નિર્માતા, પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી, એક્ઝિક્યુટિવ નિર્માતા, જતીન બજાજ અને નિર્દેશકોની ટીમે આરોપોને નકારી કાઢતા સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. સિરીઝ ટીમના જણાવ્યા અનુસાર જેનિફર આ બધું વેરની ભાવનાથી કરી રહી છે. કારણ કે, પ્રોડક્શન હાઉસ સાથે તેનો કરાર સમાપ્ત થઈ ગયો છે.

  1. Box Office Collection: 'આદિપુરુષ' ચોથા દિવસે બોક્સ ઓફિસ પર ભાંગી પડી, કમાણી 75 ટકા ઘટી
  2. Rashmika Mandanna: 'પુષ્પા' ફેમ રશ્મિકા મંદન્ના સાથે 80 લાખની છેતરપિંડી, સત્ય સામે આવ્યું
  3. Rocky Aur Rani Kii Prem Kahaani: રણવીર સિંહ આલિયા ભટ્ટની લવ સ્ટોરી, જુઓ અહિં શાનદાર ટિઝર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.