ETV Bharat / entertainment

Nitin Desai No More: આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, ટ્વિટર પર ફિલ્મ કલાકારો-ચાહકોએ શોક વ્યક્ત કર્યો

author img

By

Published : Aug 2, 2023, 1:48 PM IST

Updated : Aug 2, 2023, 5:51 PM IST

દેવદાસના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું અવસાન થયુ છે. તેમણે 58 વર્ષની ઉંમરે આત્મહત્ય કરી હોવાનું જાણવા માળે છે. પ્રતિભાશાળી કલાકારનું નિધન થવાથી ફિલ્મ ઉદ્યોગમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. આ દુ:ખદ ઘટના દરમિયાન ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને ચાહકો ડાયરેક્ટર નીતિનના નિધન પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કરી રહ્યા છે.

આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, ટ્વિટર પર ફિલ્મ કલાકારો-ચાહકોએ શોક વ્યક્ત કર્યો
આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈનું નિધન, ટ્વિટર પર ફિલ્મ કલાકારો-ચાહકોએ શોક વ્યક્ત કર્યો

હૈદરાબાદ: પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક આઘાતજનક ઘટનાક્રમમાં પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈ બુધવારે વહેલી સવારે શંકાસ્પદ આત્મહત્યાના કેસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. કર્જત પોલીસને માહિતી મળતા જ તેમના સ્ટુડિયો પર તાત્કાલિક પહોંચી ગઈ હતી અને તપાસ હથ ધરી હતી. પરંતુ હજુ સુધી નીતિનના આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણી શકાયુ નથી. આ દુ:ખદ ઘટનાના કારણે લોકોને આઘાત લાગ્યો હતો અને તેમને ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

નીલ નીતિન મુકેશે શ્રદ્ધાંજલિ આપી: ટુંક સમયમાં નીતિન દેસાઈનો જન્મદિવસ આવી રહ્યો હતો, તેના 3 દિવસ પહેલા તેઓ મૃત્યુ પામ્યા છે. હવે તેમની ખોટ વર્તાતા ફિલ્મ કલાકારો અને ચાહકો ટ્વિટર પર શોક વ્યક્ત કરી રહ્યાં છે. બોલિવુડ અભિનેતા નીલ નીતિન મુકેશે લખ્યું છે કે, ''હ્રુદયદ્રાવક સમાચાર સ્વીકારી શક્તા નથી. અમારા પ્રિય નીતિન દેસાઈ સ્વર્ગસ્થ થયા છે. તેઓ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. તેઓ કુશળ કલાકાર હતા. તે એક સકારાત્મક આત્મા હતો, જેમણે બધા માટે માત્ર પ્રેમ ફેલાવ્યો છે. મારા ભગવાના તેમના આત્માતને શાંતિ આપે. ઓમ શાંતિ.''

યુઝર્સોએ આપી શ્રદ્ધાંજલિ: નીતિ દેસાઈના અવસાન પર એક યુઝરે ટ્વિટ કર્યુ છે કે, ''નીતિન દેસાઈની ખોટ એ રાષ્ટ્ર માટે મોટી ખોટ છે. અમે આવા મુલ્યવાન કલાકારને ગુમાવ્યો છે. આર્ટ નીતિન ચંદ્રકાન્ત દેસાઈ આઘાતજનક. સ્પીચલેસ. કેટલાક અસાધારણ સેટ તેમણે બાંધ્યા છે, જેમાં 'મુન્નાભાઈ MBBS', 'દેવદાસ' , 'જોધા અકબર' સામેલ છે.'' એક યુઝરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું છે કે, RIP નીતિન દેસાઈ સર. કલ્પના કરો, કલા ખાતર તમારા પોતાના સ્ટુડિયોમાં જીવનનો મોટાભાગનો સમય વિતાવો અને પછી તે જ સ્ટુડિયોમાં તમારું પોતાનું જીવન પસાર કરો. આર્ટ અને ડાયરેક્ટર પાછળ 'ખામોશી', 'લગાન', 'સ્વદેશ', 'મિશન કાશ્મિર', 'દેવદાસ', 'મુન્નાભાઈ', 'ફેશન','PRDP'.

  • Cannot accept the heartbreaking news . Our beloved #nitindesai has left for his heavenly abode 🙏🏻🙏🏻. He was simply a genius. A visionary artist with grace,style who understood not just his craft but people. He was a positive soul who spread only love to all . My God give his… pic.twitter.com/qUBaQ0lnUL

    — Neil Nitin Mukesh (@NeilNMukesh) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • सुप्रसिद्ध कला दिग्दर्शक नितीन देसाई यांची आत्महत्या
    Shocking… निशब्द … !💔
    Some famous and extraordinary sets he has built-up
    Munnabhai MBBS, Devdas, Jodha Akbar, Etc 🙏#nitindesai pic.twitter.com/7c73qjHo3U

    — Mayur Kasale🇮🇳 (@mayurkasale) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  1. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ થિયેટરોમાં પકડ જમાવી, અહિં જાણો 5માં દિવસનુ કલેક્શન
  2. Nitin Chandrakant: આર્ટ ડાયરેક્ટર નીતિન ચંદ્રકાત દેસાઈનું અવસાન, કર્જતમાં 58 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  3. Jignesh Kaviraj Song: 'ખાખ મેં ખપ જાના રે બંદે' રિલીઝ, જિગ્નેશ કવિરાજના સ્વરમાં સાંભળો નવું ભજન ગીત
Last Updated :Aug 2, 2023, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.