ETV Bharat / entertainment

Shibani Roy Mrs. Universe 2023 : શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર, રાષ્ટ્રીય પૌશાક અમદાવાદના અલદિનાર ફેશને બનાવ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 19, 2023, 5:31 PM IST

શિબાની રોય દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરવા ફિલિપાઇન્સના મનીલા ખાતે પ્રતિષ્ઠિત મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર છે. તેણીનો રાષ્ટ્રીય પૌશાક અમદાવાદ સ્થિત પ્રખ્યાત અલદિનાર ફેશને બનાવ્યો છે.

શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર, દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરશે
શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર, દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરશે

શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર, રાષ્ટ્રીય પૌશાક અમદાવાદના અલદિનાર ફેશને બનાવ્યો

અમદાવાદ: ભારતનું નામ રોશન કરવા માટે શ્રીમતી શિબાની રોય દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરવા ફિલિપાઇન્સના મનીલા ખાતે પ્રતિષ્ઠિત મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર છે. તેણીનો પોશાક અમદાવાદમાં આવેલા અલદિનાર ફેશન પ્રાઈવેટ લિમિટેડ દ્રારા બનાવેલ માસ્ટ પિસ છે. મિસીસ પ્રત્રયા ચીન 2021 શ્રીમતી શિબાની રોય દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રતિનિધિત્વ કરતા ફિલિપાઇન્સના મનીલા ખાતે પ્રતિષ્ઠિત મિસ યુનિવર્સ 2021 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર છે. તેણીનો રાષ્ટ્રીય પૌશાક અમદાવાદ સ્થિત પ્રખ્યાત અલદિનાર ફેશને બનાવ્યો છે.

શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર
શિબાની રોય મિસીસ યુનિવર્સ 2023 સ્પર્ધા સ્ટેજને ચમકાવવા માટે તૈયાર

રાષ્ટ્રીય પૌશાક અમદાવાદના અલદિનાર ફેશને બનાવ્યો: અલદિનાર ફેશને શિબાની રોયના પ્રેરણાદાયી કોસ્ચ્યુમ ડિઝાઇન અને તેને બનાવવામાં તેમના હૃદય અને આત્માને સમર્પીત કરી દીધું હતું. વિવિધ પ્રાચીન કલાઓમાંથી પ્રેરણા લઈને કુશળ ટીમે ભારતની સમૃદ્ધ કલાત્મકતા અને ધરોહરને ધ્યાનમાં રાખીને શાહી આકર્ષણની યાદ અપાવે તેવી જાટલ કામગીરી ઝીણવટપૂર્વક રજુ કરી છે. આધુનિક શોભા સાથે પરંપરાગત કારીગરીનું સુમેળભર્યું મિશ્રણ એક એવો હસ્તકલાથી બનાવેલ પોશાક સામે લાવે છે, જે નોલેજ અને લક્ઝરીનો સમાવેશ કરે છે. શિબાની રોય પોશાકને સુશોભિત કરવા માટે દરેક રત્ન અને કિંમતી ધાતુની પસંદગીમાં ઝીણવટભર્યા ધ્યાન સાથે અલદિનારએ તૈયાર કર્યા છે. અલદિનારે અલૌકિક ઝરી વર્ક અને વિચારપૂર્વક કરવામાં આવેલ હીરાની પસંદગી કરી છે.

રાષ્ટ્રીય પોશાક ડિઝાઇન બનાવનારમાં અલદિનાર ફેશન પ્રથમ: અલદિનાર ફેશન પ્રથમ - આંતરાષ્ટ્રીય સ્પર્ધા માટે રાષ્ટ્રીય પોશાક ડિઝાઇન અને તેને બનાવનારમાં અલદિનાર ફેશન પ્રથમ છે. મિસિસ યુનિવર્સ 2023 ના સ્ટેજ પર મિસિસ ઇન્ડિયા ક્વીન 2023 આત્મવિશ્વાસ અને આકર્ષણ ફેલાવશે. એવી રીતે પોશાકને બનાવવામાં આવ્યું છે. જે અલદિનાર ફેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રોકાણ કરાયેલ કૌશલ્ય, કલાત્મકતા અને પ્રેમને પ્રતિબિંબિત કરે છે. આ સહયોગ એક અવિસ્મરણીય અનુભવ બનાવવાનું વચન આપે છે અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતીય ફેશન અને હસ્તકલા માટે નવું ધોરણ સ્થાપિત કરે છે.

  1. Icc World Cup 2023: અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર પછી રજનીકાંતને ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ગોલ્ડન ટિકિટ મળી
  2. Celebrities Wishes Birthday: અભિનેત્રી શબાના આઝમીનો 73મો જન્મદિવસ, સેલેબ્સે પાઠવી શુભેચ્છા
  3. Mumbai House Lit Upl: પરિણીતી ચોપરાનું મુંબઈનું ઘર લાઈટોથી શણગારાયું, રાજસ્થાનમાં શાહી અંદાજમાં થશે લગ્ન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.