ETV Bharat / entertainment

Shehnaaz Gill on Asim Riaz: 'બિગ બોસ 13'ના સ્પર્ધક આસિમ રિયાઝે સિદ્ધાર્થ શુક્લા વિશે કહી આ વાત

author img

By

Published : Feb 27, 2023, 4:53 PM IST

અસિમ રિયાઝે વર્ષ 2019ના શો 'બિગ બોસ 13'ના વિજેતા વિશે એક મોટો ખુલાશો કર્યો છે. જે જાણી સિદ્ધાર્થના ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આમ તો અસિમ અને સિદ્ધાર્થ એકબીજાના જાની દુશ્મન હતાં. બન્ને વચ્ચે સતત ઝઘડો ચાલતો રહેતો હતો. સંપુર્ણ ઘટના શું છે ? તે જાણવા માટે અહિં વાંચો.

Shehnaaz Gill on Asim Riaz: આસિમ રિયાઝે સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસ 13ના 'ફિક્સ્ડ' વિજેતા કહ્યું, જુઓ શહનાઝ ગિલની પ્રતિક્રિયા
Shehnaaz Gill on Asim Riaz: આસિમ રિયાઝે સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસ 13ના 'ફિક્સ્ડ' વિજેતા કહ્યું, જુઓ શહનાઝ ગિલની પ્રતિક્રિયા

મુંબઈઃ TVના ફેમસ હોરો સિદ્ધાર્થ શુક્લા અંગે નવો ખલાશો બહાર આવ્યો છે. TV રિયાલલિટી શો 'બિગબોસ સિઝન 13'ના સ્પર્ધક અસીમ રિયાઝે સિદ્ધાર્થ શુક્લા અંગે બહુ મોટો ખુલાશો કર્યો છે. આ વાત સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચામાં છે. અસિમ રિયાઝે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જાણો અહિં અસીમે સિદ્ધાર્થ વિશે કહ્યું ?

આ પણ વાંચો: Champions of Change Award 2021: જુહી ચાવલા, આર. માધવન ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત, જુઓ વીડિયો

ચોંકાવનારા ખુલાસા: દોઢ વર્ષ પછી ફરી એકવાર સિદ્ધાર્થનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનું કારણ છે બિગ બોસ 13 વર્ષ 2019ના ફર્સ્ટ રનર અપ અસીમ રિયાઝે સિદ્ધાર્થ શુક્લા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ સાથે સિદ્ધાર્થને બિગ બોસ 13નો નિશ્ચિત વિજેતા પણ કહેવામાં આવ્યો છે. આના પર શહનાઝ ગીલની પ્રતિક્રિયા પણ આવી છે જે સિદ્ધાર્થ શુક્લાની ખાસ મિત્ર અને ગર્લફ્રેન્ડ હતી.

અસિમ રિયાઝને આવ્યું સપનું: જ્યારે અસિમ રિયાઝને એક ઈન્ટરવ્યુમાં સિદ્ધાર્થ શુક્લા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ''જે રાત્રે સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું તે રાત્રે તે મારા સપનામાં આવ્યો અને મને લાગ્યું કે કંઈ જ યોગ્ય નથી. તેણે મને ગળે લગાવ્યો. ત્યારબાદ મને મારા મિત્રનો ફોન આવ્યો, તે કહે છે. કે તેણે ટીવી પર સમાચાર જોયા. જ્યારે મેં TV ચાલુ કર્યું ત્યારે હું સુન્ન થઈ ગયો, હું વિશ્વાસ ન કરી શક્યો કે સિદ્ધાર્થ સાથે આવું બન્યું છે.''

એકબીજાના જાની દુશ્મન: બિગ બોસ 13માં સિદ્ધાર્થ અને અસીમ વચ્ચે ઘણી લડાઈ થઈ હતી અને બંને હંમેશા એકબીજાના લોહીના તરસ્યા રહ્યા હતા. બંને વચ્ચે ઘરમાં અનેક ઝઘડા થયા હતા અને શોના નિયમોની વિરુદ્ધ જઈને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. બધાને લાગતું હતું કે, આસિમ રિયાઝ જ આ શો જીતશે. અંતે સિદ્ધાર્થ અને અસીમ ખિતાબની લડાઈમાં સામસામે આવ્યા અને સિદ્ધાર્થે ટ્રોફી જીતી. તાજેતરના ઇન્ટરવ્યુમાં આસિમે એ પણ કહ્યું કે, શો મેકર્સે ફિનાલેની છેલ્લી 15 મિનિટમાં લાઇવ વોટિંગ કરીને તેની સાથે અન્યાય કર્યો અને તે હારી ગયો હતો. અસિમે સિદ્ધાર્થને નિશ્ચિત વિજેતા કહ્યો, જેના પર શેહનાઝ ગિલની પ્રતિક્રિયાએ બધાને ચોંકાવી દીધા છે.

આ પણ વાંચો: Hrithik Roshan Video: હૃતિક રોશન અને સબા આઝાદનો કિસિંગ વીડિયો થયો વાયરલ, જુઓ અહિં

સિદ્ધાર્થ શુક્લાનું અવસાન: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના સૌથી લોકપ્રિય TV રિયાલિટી શો 'બિગ બોસ સિઝન 13'ના ટોચના સ્પર્ધકો સિદ્ધાર્થ શુક્લા, શહનાઝ ગિલ અને અસીમ રિયાઝ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. એ કહેતા ખૂબ જ દુઃખ થાય છે કે, TVના સૌથી હેન્ડસમ એક્ટર અને TV પર્સનાલિટી સિદ્ધાર્થ શુક્લા હવે આપણી વચ્ચે નથી રહ્યા. સપ્ટેમ્બર 2021માં સિદ્ધાર્થ શુક્લાનું માત્ર 40 વર્ષની વયે હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.