ETV Bharat / entertainment

Karan Wedding Reception: સની દેઓલના પુત્રના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા આ સ્ટાર્સ, જુઓ વીડિયો

author img

By

Published : Jun 19, 2023, 10:46 AM IST

સની દેઓલના પુત્ર કરણ દેઓલના લગ્નના રિસેપ્શનમાં સલમાન ખાન, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને કપિલ શર્માએ હાજરી આપી હતી. તારીખ 18 જૂનના રોજ દાદા ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલના લગ્ન ખુબજ ધામધુમથી યોજવામાં આવ્યા હતા. લગ્નની જાનમાં દેઓલ પરિવારની શાનદાર ઝલક જોવા મળી હતી.

સની દેઓલના પુત્રના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા આ સ્ટાર્સ, જુઓ વીડિયો
સની દેઓલના પુત્રના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા આ સ્ટાર્સ, જુઓ વીડિયો

મુંબઈઃ બોલિવૂડના સશક્ત અભિનેતા સની દેઓલના પોતાના મોટા પુત્ર કરણ દેઓલેે લગ્ન કર્યા બાદ દ્રિષા આચાર્યના રૂપમાં પોતાના ઘરમાં ચાંદ જેવી કન્યા લઈને આવ્યા છે. છેલ્લા દિવસોથી બી ટાઉન કરણ અને દ્રિષાના લગ્નના તહેવારોથી ધૂમ મચાવી રહ્યું છે. કરણનની જાનમાં આખો દેઓલ પરિવાર રસ્તા પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. હિન્દી સિનેમાના હી-મેન ધર્મેન્દ્ર, જે 80 વર્ષની ઉંમરને પાર કરી રહ્યા છે, તેમણે પણ પૌત્ર કરણના લગ્નની જાનમાં ડાન્સ કરવામાં કોઈ કસર છોડી નથી.

કરણ વેડિંગ રિસેપ્શન: અહીં કરણ દેઓલ અને દ્રિષાના લગ્નનું રિસેપ્શન ગઈ કાલે રાત્રે થયું હતું. કરણ અને દ્રિષાના વેડિંગ રિસેપ્શનમાં સલમાન ખાન, રણવીર સિંહ, પત્ની દીપિકા પાદુકોણ અને તેમનો આખો પરિવાર ખૂબ જ સુંદર પોશાક પહેરીને પહોંચ્યો હતો. અને કોમેડી લિજેન્ડ કપિલ શર્મા પણ તેમની સુંદર પત્ની ગિન્ની ચતરથ સાથે કરણ અને દ્રિષાના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળ્યા હતા.

વેડિંગ રિસેપ્શનમાં સેલેબ્સ: શત્રુઘ્ન સિન્હા, જેકી શ્રોફ, પ્રેમ ચોપરા, અનુપમ ખેર, આમિર અને સુનીલ શેટ્ટી સહિતના ઘણા સ્ટાર્સ કરણ-દ્રિષાના લગ્નના રિસેપ્શનમાં સ્ટાઈલીશ લુકમાં આવ્યા હતા. સની દેઓલના પુત્રના લગ્નમાં અભિનેતાની સાવકી માતા હેમા માલિની અને તેમની બે પુત્રીઓ ક્યાંય જોવા મળી ન હતી. સની દેઓલ અને તેના પરિવારે આજે પણ હેમા માલિનીથી અંતર જાળવી રાખ્યું છે.

દેઓલ પરિવારીની ઝલક: સની દેઓલની માતા હેમા માલિની સાથે સારી રીતે મળતી નથી. ધર્મેન્દ્ર તેમના પૌત્રના લગ્નના દરેક ફંક્શનમાં ચોક્કસપણે હાજરી આપતા હતા. બીજી તરફ કરણના લગ્નમાં સનીનો નાનો ભાઈ બોબી તેના આખા પરિવાર સાથે જોવા મળ્યો હતો. કરણ દેઓલ એક્ટર સની દેઓલનો મોટો દીકરો છે અને કરણે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે પૂરી વિધિથી લગ્ન કર્યા છે.

  1. Karan Drisha Wedding: સની દેઓલના પુત્રએ દ્રિષા સાથે કર્યા લગ્ન, જુઓ લગ્નની તસવીર
  2. Adipurush: 'આદિપુરુષ' ફિલ્મ લેખક મનોજ મુન્તાશીરના માતા-પિતાએ કહી મોટી વાત, જુઓ વીડિયો
  3. Adipursh: દર્શકોએ ફિલ્મ 'આદિપુરુષ' પર પ્રતિક્રિયા આપી, કેટલાકે કહ્યું સારી છે તો કેટલાકે કહ્યું મજાક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.