ETV Bharat / entertainment

Box Office Updates: 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'એ મચાવ્યો હાહાકાર, 4 દિવસમાં 50 કરોડનો આંકડો પાર

author img

By

Published : Aug 1, 2023, 10:53 AM IST

આલિયા ભટ્ટ અને રણવી સિંહ સ્ટારર 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ રિલીઝ થયાના ચોથા દવસે 50 કરડોના ક્લબમાં પ્રવેસી ગઈ છે. કરણ જોહરની રમેન્ટિક ડ્રામા ફિલ્મે ચાથે દિવસે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી અને કુલ કલેક્શન કેટલુ થયુ તે જાણવા માટે આગળ આ વાંચો.

'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'એ મચાવ્યો હાહાકાર, 4 દિવસમાં 50 કરોડનો આંકડો પાર
'રોકી ઓર રાની કી પ્રેમ કહાની'એ મચાવ્યો હાહાકાર, 4 દિવસમાં 50 કરોડનો આંકડો પાર

હૈદરાબાદ: રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મની ત્રીજા દિવસની કમાણી 19 કરોડ રુપિયા હતી અને 50 કરોડની નજીક પહોંચી હતી. કરણ જોહર દ્વારા નિર્દેશિત ફિલ્મે રિલીઝ થયાના ચોથા દિવસે 50 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તો ચાલો આ ફિલ્મે ચોથા દિવસે કેટલી કમાણી કરી છે તેની જાણકારી પ્રાપ્ત કરીએ.

બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ પર ચોથા દિસવે 7.50 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ એપનિંગ ડે પર 11.1 કરોડ રુપિયાનની કમાણી કરી હતી. જ્યારે બીજા દિવસે 16.05 કરોડ રુપયાની કમાણી કરી હતી. ત્રીજા દિવસે 19 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આમ આ ફિલ્મની કમાણીમાં વૃદ્ધિ જોવા મળે છે.

ફિલ્મની કુલ કમાણી: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ બોક્સ ઓફિસ પર 4 દિસવના અંતે કુલ 53.40 કરોડ રુપિયાની કમાણી કરી હતી. સોમવારે હન્દી માર્કેટમાં ફિલ્મની કુલ 18.02 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. 7 વર્ષ બાદ ફિલ્મ નિર્માતા કરણ જોહર બોક્સ ઓફિસ પર જાદુ ચલાવવા જઈ રહ્યા છે. એટલું જ નહિં પરંતુ આલિયા ભટ્ટ અને રણવીર સિંહે પોતાના શાનદાર અભિનયથી યાહકોને આકર્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

ઓપેનહેમર સાથે સ્પર્ધા: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મની ટક્કર હોલિવુડની બે ફિલ્મો સાથે છે. હજુ પણ ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ઓપેનહેમર' અને ગ્રેટા ગેર્વિગની ફિલ્મ 'બાર્બી' થયેટરોમાં ચાલી રહી છે. ભારતીય બોક્સ ઓફિસ પર ઓપેન હેમર ફિલ્મે મજબૂત પકડ જમાવી છે. 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ લગભગ 178 કરોડના બજેટમાં બની હતી. આ ફિલ્મ વિશ્વભરમાં 2300 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. તેમાંથી ભારતમાં 2000 હાજર અને 300 વિદેશી સ્ક્રીન્સનો સમાવેશ થાય છે.

  1. Ghoomer: 'ઘૂમર'માંથી અભિષેક બચ્ચન-સૈયામી ખેરનો ફેર્સ્ટ લુક આઉટ, ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે
  2. hurry om hurry: સિદ્ધાર્થ રાંદેરિયાની ફિલ્મ 'હરી ઓમ હરી'નો ફર્સ્ટ લુક આઉટ, 24મી નવેમ્બરે થશે રિલીઝ
  3. Dream Girl 2 Teaser: આયુષ્માન ખુરાના સ્ટારર ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ, યુઝર્સોએ આપી પ્રિતિક્રિયા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.