ETV Bharat / entertainment

Ranchi Civil Court: અભિનેત્રી અમિષા પટેલ પર કોર્ટે લગાવ્યો 500 રુપિયાનો દંડ, અહિં જાણો શું છે સમગ્ર ઘટના

author img

By

Published : Jul 26, 2023, 6:00 PM IST

રાંચીની કોર્ટે અભિનેત્રી અમીષા પટેલ પર 500 રુપિયાનો દંડ ફટકાર્યો છે. ચેક બાઉન્સ કેસમાં આ કર્યવાહી કરવામાં આવી છે. અમીષા પટેલ તરફથી અજય સિંહને પૈસાની માંગણી કરવા માટે ફોન પર ધમકી આપવામાં આવી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.'' સમગ્ર ઘટના શું છે તે જાણવા આગળ વાંચો.

અભિનેત્રી અમિષા પટેલ પર કોર્ટે લગાવ્યો 500નો દંડ, અહિં જાણો શું છે સમગ્ર ઘટના
અભિનેત્રી અમિષા પટેલ પર કોર્ટે લગાવ્યો 500નો દંડ, અહિં જાણો શું છે સમગ્ર ઘટના

રાંચી: રાંચીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જિએન શુક્લાની કોર્ટે ફિલ્મ અભિનેત્રી અમિષા પટેલને રુપિયા 500નો દંડ ફટકાર્યો છે. ચેક બાઉન્સ કેસમાં જુબાનીની શરુઆત પર, બચાવ પક્ષ વતી ઉલટ તપાસ કર્યા વિના સમયસર અરજી (ટાઈમ પિટિશન) આપવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. આજે ચેક બાઉન્સ કેસમાં અરજદાર અજય કુમાર સિંહ વતી તેમની કંપનીના મેનેજર અજય કુમાર સિંહે ઉર્ફે ટિંકુ સિંહે કોર્ટમાં પ્રથમ જુબાની આપી હતી.

અજય કુમારનું નિવેદન: અજય કુમારે કહ્યું કે, હરમુ મેદાનમાં તેમની હાજરીમાં અભિનેત્રી અમિષા પટેલની નજીકની મિત્ર સાથે અજય કુમાર સિંહની ફિલ્મમાં નાણાં રોકવા અંગે વાત થઈ હતી. વાતચિત થયા પછી, અમિષા પટેલે અજય સિંહને રાંચીની રેડિયન્સ બ્લુ હોટેલમાં મીટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન દેશી મૈજિક ફિલ્મ વિશે ચર્ચા થઈ હતી. એટલું જ નહિં પરંતુ એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, અજય સિંહ પૈસાનું રોકાણ કરશે તો તેને નફામાં હિસ્સો મળશે.

ચેક બાઉન્સ થયા: અજય સિંહના વકીલ વિજય લક્ષ્મી શ્રાવાસ્તવે ETV ભારત સાથે વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે, ''આના આધારે અજય સિંહે અમિષા પટેલના ખાતામાં 2.5 કરોડ રુપિયા ડ્રાન્સફર કર્યા હતા. પરંતુ 6 મહિના પછી પણ જ્યારે કેસ આગળ વધ્યો ન હતો, ત્યારે અજય સિંહે પૈસા પરત કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ અમિષા પટેલે અજય સિંહને મુંબઈ બોલાવીને 2.5 કોરડ અને 50 લાખના ચેક આપ્યા હતા. પરંતુ બન્ને ચેક બાઉન્સ થયા હતા. આ પછી થાકીને અજય સિંહ કોર્ટના આશ્રયસ્થાને પોહંચ્યા હતા.''

અમિષા કોર્ટમાં હાજર: વકીલ વિજય લક્ષ્મી શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ''આ કેસમાં લાંબી સુનાવણી બાદ કોર્ટે અભિનેત્રી અમિષા પટેલ વિરુધ તાજેતરમાં વોરંટ જારી કર્યું છે. ત્યાર પછી અમિષા પટેલે કોર્ટમા હાજર થઈને જામીન મેળવ્યા હતા. આ દરમિયાન કોર્ટે તેમને મધ્યસ્થીનો વિક્લ્પ પણ આપ્યો હતો. પરંતુ તેમણે ચાર્જ ફ્રેમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ જ આધાર પર તારીખ 26 જુલાઈએ જુબાની થવાની હતી.''

ફોન પર ધમકી: જુબાની દરમિયાન અમિષા પટેલના વકીલ જયપ્રકાશે કોર્ટને જણાવ્યું હતું કે, તેમને કેટલીક પ્રમાણિત નકલોની જરુર છે. તેથી, સુનાવણીની આગામી તારીખ નક્કી કરવામાં આવે. અજય સિંહ તરફથી સાક્ષીઓ આવ્યા હોવાથી, કોર્ટે અભિનેત્રી અમિષા પટેલને રુપિયા 500નો દંડ ફટકારતાં સાક્ષીઓની ઉલટતપાસ માટે 7 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. અજય સિંહના તરફથી એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, અમીષા પટેલ અને તેના પાર્ટનરે તેમને પૈસાની માંગણી કરવા માટે ફોન પર ધમકી આપી હતી.''

  1. Rocky Aur Rani Kii Prem Kahaani: રોકી રાની સ્ક્રિનિંગમાં કેટરિના કેફ વિકી કૌશલ, ફિલ્મની સરાહના કરી
  2. Surinder Shinda Death: સુપ્રસિદ્ધ પંજાબી સિંગર સુરિન્દર શિન્દાનું નિધન, 64 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
  3. Kargil Vijay Divas: અક્ષય કુમાર અભિષેક બચ્ચને ભારતીય સેનાની બહાદુરીને સલામ કર્યા, જાણો આગામી દેશભક્તિ ફિલ્મ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.