ETV Bharat / entertainment

Tu Jhoothi Main Makkaar: વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર, દમદાર એક્ટિંગના થયા વખાણ

author img

By

Published : Mar 30, 2023, 5:01 PM IST

Updated : Mar 30, 2023, 5:09 PM IST

અભિનેતા રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી રોમેન્ટિક અને કોમેડી 'તુ ઝૂઠી મેં મક્કાર' 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આ ફિલ્મ લોકપ્રિય તહેવાર હોળીના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. જે દર્શકોને ખુબજ પસંદ આવી હતી.

Tu Jhoothi Main Makkaar: ફિલ્મ 'તુ ઝૂઠી મેં મક્કાર' ધુમ મચાવી રહી છે, વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર
Tu Jhoothi Main Makkaar: ફિલ્મ 'તુ ઝૂઠી મેં મક્કાર' ધુમ મચાવી રહી છે, વિશ્વભરમાં 200 કરોડનો આંકડો પાર

હૈદરાબાદ: લવ રંજનની કોમેડી-ડ્રામા ફિલ્મ 'તુ ઝુઠી મેં મક્કાર' હોળી 2023ના રોજ રીલિઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને દર્શકોએ ખુબજ પસંદ કરી હતી. બોલિવુડના પ્રખ્યાત અભિનેતા રણબીર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મે તેના શરૂઆતના દિવસોમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. હવે તે વિશ્વભરમાં રૂપિયા 200 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.

આ પણ વાંચો: Maidaan film teaser: ફિલ્મ મેદાનનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જુઓ મેદાનની પ્રથમ ઝલક

બોક્સ ઓફિસ કલેક્શન: ટ્વિટર પર લવ ફિલ્મ દ્વારા પોસ્ટમાં જણાવાયું હતું કે, ''લવ રંજન દ્વારા નિર્દેશિત ફિલ્મે તેની તારીખ 8 માર્ચે રિલીઝ થઈ ત્યારથી વિશ્વભરમાં કુલ રૂપિયા 201 કરોડનું કલેક્શન કર્યું છે." વધુમાં નિર્માતાઓએ જણાવ્યું કે, ફિલ્મનું કુલ સ્થાનિક કલેક્શન રૂપિયા 161 કરોડ હતું.

ફિલ્મ સ્ટોરી: 'તુન ઝુઠી મેં મક્કાર'માં ડિમ્પલ કાપડિયા, બોની કપૂર અને સ્ટેન્ડઅપ આર્ટિસ્ટ અનબુબ સિંહ બસ્સી પણ છે. આ ફિલ્મ મિકી અને ટીનીની લવ સ્ટોરી છે, જેઓ તેમના બેસ્ટ ફ્રેન્ડની બેચલર પાર્ટીમાં મળે છે. મિકી તેના મિત્ર મન્નુ એટલે કે, અનુભવ સિંહ બસ્સી સાથે કામ કરે છે. જેમાં તે મોટી રકમ માટે યુગલોને તોડવામાં મદદ કરે છે. દંપતિને પ્રેમપૂર્વક અલગ કરવા માટે તેઓ ઘણી યુક્તિઓ અપનાવે છે. મિકી અને ટિની મળ્યા પછી તેઓ બોલિવૂડની કેટલીક હળવી ક્ષણો અને ફ્લર્ટી, રોમેન્ટિક ગીતના પ્રેમમાં પડે છે. ટૂંક સમયમાં જ તેમના પરિવારજનો મળે છે. લગ્નની વાત ચાલે છે અને તેઓ સગાઈ કરવાના હોય છે. પરંતુ સગાઈ થતી નથી.

આ પમ વાંચો: Ponniyin Selvan 2 trailer: 'પોનીયિન સેલવન 2'નું ટ્રેલર રિલીઝ, ચાહકો જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે

રણબીર અને શ્રદ્ધાનો વર્કફ્રન્ટ: આ સિવાય 'બેશરમ' એક્ટર ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આગામી એક્શન થ્રિલર 'એનિમલ'માં અનિલ કપૂર, રશ્મિકા મંદાના અને બોબી દેઓલ સાથે પણ જોવા મળશે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. તે સની દેઓલ અને અમીષા પટેલની 'ગદર 2' સાથે બોલિવૂડની મોટી ટક્કર હશે. આ દરમિયાન શ્રદ્ધા 'ચાલબાઝ ઇન લંડન' અને 'નાગિન' ટ્રાયોલોજીમાં પણ જોવા મળશે.

Last Updated :Mar 30, 2023, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.