ETV Bharat / entertainment

'રામ, તેરી ગંગા મેલી હો ગઈ' સની લિયોન વારાણસીના ગંગા ઘાટ પર આરતી કરતા, યુઝર્સે લીધી મજા

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 3:18 PM IST

Sunny Leone at Ganga Ghat : બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક સની લિયોન વારાણસીના પવિત્ર ગંગા ઘાટ પર આરતી કરતી જોવા મળી હતી. તે તેના નવા વિડિયો ગીત 'થર્ડ પાર્ટી'ના રિલીઝ બાદ અહીં પહોંચી હતી. હવે સની લિયોનને ટ્રોલ કરવામાં આવી રહી છે.

Etv BharatSunny Leone at Ganga Ghat
Etv BharatSunny Leone at Ganga Ghat

મુંબઈઃ બોલિવૂડની 'બેબી ડોલ' સની લિયોન ફરી એકવાર ચર્ચામાં છે. સની લિયોન 16 નવેમ્બરની રાત્રે વારાણસીના ગંગા ઘાટ પર આરતી કરતી જોવા મળી હતી. સનીની સાથે IAS નોકરીમાંથી રાજીનામું આપીને અભિનેતા બનેલા અભિષેક સિંહ પણ સાથે મળીને આરતી કરતા જોવા મળી હતા. હવે અહીંથી સની લિયોન અને અભિષેકની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

સનીનું વીડિયો ગીત 'થર્ડ પાર્ટી' રિલીઝ થયું: વારાણસીના ગંગા ઘાટ પર સની ગુલાબી કપડામાં જોવા મળી હતી, જ્યારે અભિષેક સફેદ રંગના કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. હાલમાં જ સની અને અભિષેકનું એક વીડિયો ગીત 'થર્ડ પાર્ટી' રિલીઝ થયું છે. હવે સની લિયોનને ગંગા કિનારે જોઈને લોકો ગુસ્સે છે. સાથે જ કેટલાક એવા પણ છે જેઓ સનીની સાદગીના વખાણ કરી રહ્યા છે.

લોકોને સનીની સાદગી પસંદ આવી: તમને જણાવી દઈએ કે, ગંગા ઘાટ પરથી સની લિયોન અને અભિષેક સિંહના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અહીં, સનીના ચાહકો તેને સરળ અંદાજમાં જોઈને ખુશ છે. સની લિયોનને ગુલાબી સૂટમાં જોઈને એક ચાહકે લખ્યું છે કે, સની લિયોન પાસેથી શીખો કે કેવી રીતે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવી જોઈએ, આજકાલ સોશિયલ મીડિયા પર પ્રભાવશાળી યુવતીઓ લોકપ્રિય થવાના નામે મંદિરો અને ઘાટની સામે અશ્લીલતા ફેલાવી રહી છે. તે જ સમયે, ઘણા ચાહકો છે જે સની વિશે કહી રહ્યા છે કે તે સનીનો ભૂતકાળ હતો, પરંતુ હવે તે એવી નથી.

'રામ, તેરી ગંગા મેલી હો ગઈ': તે જ સમયે, કેટલાક એવા પણ છે જેઓ હજુ પણ સનીના ભૂતકાળને પચાવી શક્યા નથી. સનીને ગંગા ઘાટ પર આરતી કરતા જોઈને એકે લખ્યું, 'રામ, તેરી ગંગા મેલી હો ગઈ' બસ, હવે ગમે તે થાય, ભારતમાં સનીના ચાહકોની કોઈ કમી નથી. સની લિયોને અહીં એક વાતચીતમાં કહ્યું છે કે જો તેને ધાર્મિક ફિલ્મ કરવાની તક મળશે તો તે આ તક જવા નહીં દે.

આ પણ વાંચો:

  1. Sonam Kapoor welcome party for David Beckham: ડેવિડ બેકહામની વેલકમ પાર્ટીની તસવીરો સામે આવી, સોનમ, અર્જુન, મલાઈકા, કરિશ્મા સહિતના આ સ્ટાર્સ જોવા મળ્યા
  2. World Cup 2023: ટીમ ઈન્ડિયાને મળી ફિનાલેની ટિકિટ, રાજામૌલી અને શાહરૂખ ખાન સહિતના આ સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.