ETV Bharat / entertainment

Prabhas Wax Statue Issue: પ્રભાસના વેક્સ સ્ટેચ્યુને લઈ થયો હોબાળો, નિર્માતાએ આપી કડક ચેવણી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 4:33 PM IST

કર્ણાટકના મૈસૂરમાં ચામુંડેશ્વરી સેલિબ્રિટી વેક્સ મ્યુઝિયમમાં પ્રભાસનું બાહુબલી વેક્સ સ્ટેચ્યુને લઈ હંગામો થયો. નિર્માતા શોબુ યરલાગડ્ડાએ ટ્વીટ સાથે ફરીયાદ કરી હતી. નિર્માતા દ્વારા આવપવામાં આવેલી ચેતવણી બાદ મ્યુઝિયમના માલિકોએ આ નિર્ણય લીધો હતો.

પ્રભાસના વેક્સ સ્ટેચ્યુને લઈ થયો હોબાળો, નિર્માતાએ આપી કડક ચેવણી
પ્રભાસના વેક્સ સ્ટેચ્યુને લઈ થયો હોબાળો, નિર્માતાએ આપી કડક ચેવણી

હૈદરાબાદ: SS રાજામૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'માંથી સુપરસ્ટાર પ્રભાસનું વેક્સ સ્ટેચ્યુનુંં બુધવારે કર્ણાટકના મૈસરમાં ચામુંડેશ્વરી સેલિબ્રિટી વેક્સ મ્યુઝિમમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. જો કે, બાહુબલીના નિર્માતાઓ ખુશ નથી. અહેવાલ અનુસાર, બાહુબલી નિર્માતા શોબુ યારલાગડ્ડા આ સ્ટેચ્યુની સ્થાપનાથી ખુશ નથી અને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

  • This not an officially licensed work and was done without our permission or knowledge. We will be taking immediate steps to get this removed. https://t.co/1SDRXdgdpi

    — Shobu Yarlagadda (@Shobu_) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નિર્માતાઓએ ચેતવણી આપી: એવું કહેવામાં આવે છે કે, પ્રભાસ સાઉથનો પહેલો એક્ટર છે, જેમનું વેક્સ સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું હતું. પ્રભાસે પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલમાં જગ્યા બનાવી હતી. લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે. નિર્માતા શોબુ યરલાગડ્ડાએ ટ્વીટ કહ્યુ છે કે, ''સ્ટેચ્યુ સ્થાપિત કરતી વખતે મંજુરી માંગી ન હતી. નિર્માતાઓએ આ મુદ્દે કડક ચેતવણી પણ આપી હતી. એક્સ જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું, જેના પર નિર્માતાએ મ્યુઝિયમની ટીમની ટીકા કરી હતી.

મ્યુઝિયમના માલિકોએ લીધો મહત્ત્વનો નિર્ણય: શોબુ યરલાગડ્ડાએ લખ્યું હતું કે, ''આ અમારી પરવાનગી અથવા જાણ વિના બનાવવામાં આવી હતી. અમે તેને હટાવવા માટે તાત્કાલિક પગલાં લઈશું.'' મ્યુઝિયમની ટીમે પ્રભાસના સ્ટેચ્યુને હટાવવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝવાયર દ્વારા ટાંકવામાં આવેલા મ્યુઝિયમના માલિકના જણાવ્યા અનુસાર, ''નિર્માતાએ સ્ટેચ્યુ ઉપર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી, તેથી અમે સ્ટેચ્યુને હટાવીશું.''

ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલીની બાહુબલી: બાહુબલી ફિલ્મે સમગ્ર વિશ્વમાં દર્શકો તરફથી ઘણી પ્રશંસા મેળવી છે. આ ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડના બેન્ચમાર્કને પાર કરનાર દેશની પ્રથમ ફિલ્મ બની છે. પ્રભાસ ઉપરાંત, બાહુબલી ફ્રેન્ચાઈઝીમાં રાણા દગ્ગુબાદી, અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા ક્રિષ્નન, સત્યરાજ નાસાર પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

  1. Ganpat Teaser Release Date Postponed: ફિલ્મ નિર્માતાઓએ 'ગણપથ' ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી, નવું પોસ્ટર કર્યું રિલીઝ
  2. Tiger 3 Update: એક્શન અવતારમાં ટાઈગરે આપ્યો આ ખાસ મેસેજ, મેકર્સે 'ટાઈગર કા મેસેજ'નો વીડિયો કર્યો શેર
  3. 2024 Oscars: ઓસ્કાર માટે આ મલયાલમ ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્ર તરીકે પસંદગી પામી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.