ETV Bharat / entertainment

પોપ સિંગર શકીરા જઈ શકે છે જેલમાં, આ છે આરોપ

author img

By

Published : Jul 30, 2022, 11:51 AM IST

શકીરાને 8 વર્ષની જેલની સજા થઈ શકે છે. પોર સિંગર પર 2012-2014 વચ્ચે સ્પેનિશ ટેક્સ ઓફિસમાં હેરાફેરી (Pop singer Shakira fraud in tax) કરવાનો આરોપ છે.

જાણો પોપ સિંગર શકીરાને કેમ થઈ શકે છે આઠ વર્ષની સજા
જાણો પોપ સિંગર શકીરાને કેમ થઈ શકે છે આઠ વર્ષની સજા

હૈદરાબાદ: પોપ સિંગર શકીરા વિશે ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્સ ચોરીના મામલામાં સિંગરને આઠ વર્ષ સુધીની લાંબી સજા થઈ શકે છે. શકીરા પર 2012 થી 2014 દરમિયાન સ્પેનિશ ટેક્સ ઓફિસમાં હેરાફેરી (Pop singer Shakira fraud in tax) કરવાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગરને સ્પેનિશ પ્રોસિક્યુટર દ્વારા ડીલની ઓફર કરવામાં આવી હતી, પરંતુ શકીરાએ આરોપોનું સમાધાન કરવા માટે તેને સ્વીકારવાને બદલે મામલાની તપાસ કરવાનું પસંદ કર્યું. શકીરાએ કાનૂની કાર્યવાહી પર આધાર રાખીને મામલાની તપાસ કરવાનું પસંદ કર્યું છે. હાલ આ કેસની (Shakira income tax casec) સુનાવણી અને તારીખ નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક ખોટ, મહાભારતના નંદ રસિક દવેનું નિધન

શકીરાને 8 વર્ષની સજા: સ્પેનિશ વકીલે ગયા શુક્રવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે સિંગર સામે લગભગ આઠ વર્ષની સજાની માંગ કરશે. કારણ કે સિંગરે ટેક્સ ચોરીની અરજીને અવગણીને મોટી ભૂલ કરી છે. આ સાથે તેઓ સિંગર પાસેથી 45 મિલિયન ડોલરના દંડની પણ માંગ કરશે.

શકીરા કોર્ટમાં જશે: તમને જણાવી દઈએ કે, શકીરાએ અત્યાર સુધીમાં 60 મિલિયનથી વધુ આલ્બમ વેચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંગરે બુધવારે અરજી ફગાવી દીધી હતી કારણ કે તે પોતાની નિર્દોષતા સાબિત કરી શકે છે. તેથી શકીરાએ નિર્ણય લીધો છે કે તે આ અરજી સામે કોર્ટનો સંપર્ક કરશે.

ત્યારે શું થયું: સ્પેનિશ પ્રોસિક્યુટર્સ આ બાબતને ગંભીરતાથી લઈ રહ્યા છે. તે કહે છે કે શકીરા 2011 માં સ્પેન ગઈ, જ્યારે FC બાર્સેલોનાના ડિફેન્ડર ગેરાર્ડ પિક સાથેના તેના સંબંધોનો પર્દાફાશ થયો, પરંતુ તેણે 2015 સુધી બહામાસમાં ટેક્સ રેસિડેન્સી જાળવી રાખી.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલાના પિતાએ કરાવ્ચું સિંગરનું ટેટુ, જૂઓ વાયરલ વીડિયો

શકીરાના વકીલે શું કહ્યું: શકીરાના બચાવકર્તા વકીલોએ કહ્યું છે કે 2013 અને 2014 ની વચ્ચે શકીરા સિંગિંગ શોમાં હતી અને તેથી તેણે તેના મોટા ભાગના પૈસા આંતરરાષ્ટ્રીય પ્રવાસોમાંથી કમાવ્યા હતા. 2015માં તે તમામ ટેક્સ ભરવા માટે સ્પેન ગઈ હતી. શકીરાના જણાવ્યા અનુસાર, તેણે સ્પેનિશ ટેક્સ સત્તાવાળાઓને 17.2 મિલિયન યુરો ચૂકવ્યા છે અને તે દેવું મુક્ત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.