ETV Bharat / entertainment

PS 2: 'પોનીયિન સેલવન 2' સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ, 325 કરોડને વટાવી ગઈ

author img

By

Published : May 12, 2023, 4:53 PM IST

ઐશ્વર્યા રાય અને વિક્રમની ફિલ્મ 'પોનીયિન સેલવન પાર્ટ 2' તમિલ સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે કમાણીમાં બોક્સ ઓફિસ પર ચાલુ વર્ષમાં રિલીઝ થયેલી તમામ તમિલ ફિલ્મને પાછળ છોડી દીધી છે. આમ તો થિયેટરોમાં ઘણી ફિલ્મ ચાલતી હોય છે અને સારી કમાણી કરતી હોય છે, પરંતુ 'PS 2'ના જેવો રેકોર્ડ નથી કરી શકી.

'પોનીયિન સેલવન 2' સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ, 325 કરોડને વટાવી ગઈ
'પોનીયિન સેલવન 2' સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ, 325 કરોડને વટાવી ગઈ

હૈદરાબાદ: સાઉથ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ દિગ્દર્શક મણિરત્નમની ફિલ્મ 'પોનીયિન સેલવન પાર્ટ 2' એ પણ બોક્સ ઓફિસ પર એવો જ કરિશ્મા બતાવ્યો જે ફિલ્મના પહેલા ભાગે કર્યો હતો. ઐશ્વર્યા રાય, વિક્રમ, જયમ રવિ, કાર્તિ અને શોભિતા ધુલીપાલા જેવા સુંદર અને તેજસ્વી કલાકારોના શાનદાર અભિનયથી બનેલી આ ફિલ્મની ગતિ બોક્સ ઓફિસ પર વધી રહી છે.

ત્રીજા સપ્તાહમાં પ્રવેશ: આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મને વર્ષ 2023માં તેના નામે ટાઈટલ મળ્યું છે. PS 2 તમિલ સિનેમામાં વર્તમાન વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ તારીખ 28 એપ્રિલના રોજ રીલિઝ થઈ હતી અને ફિલ્મે બોક્સ ઓફિસ પર તેના સુવર્ણ 2 અઠવાડિયા પૂરા કર્યા છે. ફિલ્મની કમાણી 325 કરોડને વટાવી ગઈ છે અને હવે ફિલ્મ ખુશીથી ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ગઈ છે.

આ પણ વાંચો:

  1. Pathaan Dhaka Release: ઢાકામાં 'પઠાણ' રિલીઝ પહેલા હાઉસફુલના બોર્ડ, ટિકિટ ન મળવાથી ચાહકો પરેશાન
  2. Chatrpati Promotion: 'છત્રપતિ' પ્રમોશન માટે કલાકાર પહોંચ્યા અમદાવાદ, ફિલ્મ 12 મેના રોજ ભારતમાં રિલીઝ
  3. Parineeeti Chopra Engagement: પરિણીતી ચોપરાનું ઘર રોશનીથી શણગારવામાં આવ્યું, 13 મેના રોજ થશે સગાઈ

બોક્સ ઓફિસ અજાયબી: તમિલ સિનેમામાંથી વર્તમાન વર્ષમાં ઘણી ફિલ્મ રિલીઝ થઈ પરંતુ બોક્સ ઓફિસ પર PS2 જેવી અજાયબીઓ ન કરી શકી. આ ફિલ્મે પહેલા સપ્તાહમાં 260 કરોડથી વધુ અને બીજા સપ્તાહમાં 60 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મનું ઘરેલુ કલેક્શન 125 કરોડની નજીક છે. ફિલ્મ હવે રિલીઝના 15માં દિવસે ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.