ETV Bharat / entertainment

Pthaan box office collection:  5 દિવસમાં 500 કરોડ, તિજોરી છલકાવી

author img

By

Published : Jan 30, 2023, 11:05 AM IST

Updated : Jan 30, 2023, 11:34 AM IST

પઠાણના નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મના 5 દિવસના બોક્સ ઓફિસ કલેક્શનના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી, જોકે, ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે હિન્દી વર્ઝન માટે 60 થી 62 કરોડનો બિઝનેસ અથવા રૂપિયા પાંચમા દિવસે કલેક્શન સાથે પઠાણ રૂપિયા 250 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી હિન્દી ફિલ્મ બની જશે.

Pthaan box office collection: ફિલ્મ 'પઠાણ'નો ધમાકો, 5 દિવસમાં 500 કરોડનો આંકડો પાર
Pthaan box office collection: ફિલ્મ 'પઠાણ'નો ધમાકો, 5 દિવસમાં 500 કરોડનો આંકડો પાર

મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' જે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે 5 દિવસમાં 500 કરોડ રુપિયાનો વર્લ્ડવાઈડ આંકડો સરડતાથી પાર કરી લીધો છે. દેશ અને દુનિયાના થિયેટર દર્શકોથી ભરેલા છે. ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર કમાણીની સુનામી લઈને આવી છે. થિયટરોમાં પઠાણની સામે કોઈ ફિલ્મ ટકી રહી નથી.

  • #Pathaan *early estimates* Sun [Day 5]: ₹ 60 cr to ₹ 62 cr. #Hindi version. 🔥🔥🔥
    Note: Final total could be marginally higher/lower.

    — taran adarsh (@taran_adarsh) January 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: Kapil Sharma Guru Randhawa album: કપિલ શર્મા ગુરુ રંધાવા સાથે કરશે સિંગિંગ ડેબ્યૂ

દિવસ 1 થી 5 દિવસની કમાણી: બોક્સ ઓફિસ પર 55 કોરડની કમાણી સાથે ઓપનિંગ કરનાર ફિલ્મ 'પઠાણે' માત્ર 5 દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે પહેલા 4 દિવસમાં 400 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર ફિલ્મે 5 દિવસે 65 કરોડ રુપિયાનું કલેકશન કર્યું છે. 'પઠાણે' શરુઆતના દિવસે 55 કરોડ, બીજા દિવસે 70 કરોડ, ત્રીજા દિવસે 38 કરોડ, ચોથા દિવસે 51.4 કરોડ અને પાંચમાં દિવસે 65 કરોડનું કલેકશન કરીને સિનેમાઘરોમાં ધુમ મચાવી દીધી છે.

આ પણ વાંચો: Mandeep roy passes away: 500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરનું હાર્ટ એટેકના કારણે નિધન

સૌથી ઝડપી કમાણી કરનાર ફિલ્મ: 'પઠાણ'નું ઈન્ડિયામાં સૌથી ઝડપી 250 કરોડનું ક્લેક્શન થયું છે. શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે માત્ર 5 દિવસમાં 277 કરોડ રુપિયાની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ રેસમાં 'પઠાણે' 'KGF 2'(7 દિવસ), 'બાહુબલી 2' (8 દિવસ), 'દંગલ' (10 દિવસ), 'સંજુ' (10 દિવસ), 'ટાઈગર ઝિંદા હે' (10 દિવસ)ને પાછળ છોડી દીધા છે. હવે 'પઠાણ' ઘરેલુ બોક્સ ઓફિસ પર 300 કરોડની નજીક છે.

  • I was insisting and asking @iamsrk to change name #Pathaan. But he was sure that this name is perfect. And finally he has proved that he is still Badshah of Bollywood and I am a “Jandu Baam” in front of him.🤪😂

    — KRK (@kamaalrkhan) January 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Film #Pathaan is holding strongly today. So Day3 business can be ₹25-30Cr! And now lifetime business can be Rs.500 to 600. Means this film can become all time biggest blockbusters in the history of Bollywood. Congrats Bhai Jaan @iamsrk!👏

    — KRK (@kamaalrkhan) January 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પઠામ ફિલ્મનું આજીવન કલેક્શન: ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ આર ખાને ટ્વિટ પર શાહરૂખ ખાનને આપી હતી અગત્યની સલાહ. આ ટ્વિટને લઈ અલગ અલગ કોમેન્ટ આવી હતી. આ સાથે ફરી એક વાર શાહરૂખ ખાનના પઠાણને જોયા બાદ KRKએ કહ્યું, ''વો બાદશાહ અને હું ઝંડુ બામ છું'', આ ઉપરાંત 500 કરોડ કમાવાનો દાવો કર્યો હતો. 'પઠાણ'નું બોક્સ ઓફિસ કલેક્શન જોયા પછી, KRKએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે, 'આ ફિલ્મનું આજીવન કલેક્શન 500 થી 600 કરોડનું રહેશે.'

Last Updated : Jan 30, 2023, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.