ETV Bharat / entertainment

Parineeti Chopra: સુવર્ણ મંદિરે પહોંચ્યા પરિણીતી-રાઘવ, લગ્ન પહેલા લીધા આશીર્વાદ લીધા

author img

By

Published : Jul 1, 2023, 12:53 PM IST

બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ તારીખ 13 મેના રોજ સગાઈ કરી હતી. હવે તેઓ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. હાલમાં જ પરિણીતી અને રાઘવ અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા.

સુવર્ણ મંદિરે પહોંચ્યા પરિણીતી-રાઘવ, લગ્ન પહેલા લીધા આશીર્વાદ લીધા
સુવર્ણ મંદિરે પહોંચ્યા પરિણીતી-રાઘવ, લગ્ન પહેલા લીધા આશીર્વાદ લીધા

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ મે મહિનામાં ખૂબ જ ધામધૂમથી સગાઈ કરી હતી. હવે આ કપલ બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. લગ્નની તૈયારીઓ પહેલા બંનેએ તાજેતરમાં જ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લીધી હતી. વીડિયો અને તસવીરમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા શનિવારે સુવર્ણ મંદિરમાં પૂજા કરતા જોવા મળ્યા હતા.

સુવર્ણ મંદિર પહોંચ્યા: પરિણીતી ચોપરા અને તેના મંગેતર રાઘવ ચઢ્ઢાએ શનિવારે સવારે અમૃતસરના સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. બંનેએ વ્હાઈટ કલરમાં ટ્વિનિંગ કર્યું હતું. બંને મંદિર પરિસરમાં હાથ જોડીને જોવા મળ્યા હતા. કપલે મે મહિનામાં સગાઈ કરી હતી અને હાલમાં તેઓ આ વર્ષે તેમના લગ્નની તૈયારી કરી રહ્યા છે. રાઘવ અને પરિણીતીએ તારીખ 13 મેના રોજ નવી દિલ્હીના કપૂરથલા હાઉસમાં તેમના નજીકના પરિવારના સભ્યો અને કેટલાક ઉચ્ચ પ્રોફાઇલ મહેમાનોની હાજરીમાં વીંટીઓની આપ-લે કરી હતી.

પરિણીતી-રાઘવના લગ્ન: પ્રિયંકા ચોપરા પણ પરિણીતીની સગાઈ સમારોહમા દિલ્હી પહોંચી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, પી ચિદમ્બરમ અને અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી. આ કપલ તાજેતરમાં ઉદયપુરમાં લગ્ન માટે સ્થળની શોધમાં જોવા મળ્યું હતું. એવું લાગે છે કે, પરિણીતી પણ તેની બહેન પ્રિયંકાના પગલે ચાલતા રાજસ્થાન ડેસ્ટિનેશન વેડિંગનું આયોજન કરી રહી છે. ફિલ્મોની વાત કરીએ તો પરિણીતી આગામી ફિલ્મ 'ચમકિલા'માં દિલજીત દોસાંઝ સાથે જોવા મળશે. જેનું નિર્દેશન ઇમ્તિયાઝ અલી કરશે.

  1. Housefull 5: ખિલાડી અક્ષય કુમારે 'હાઉસફુલ 5'ની ઘોષણા કરી, જાણો ફિલ્મ રિલીઝ
  2. Carry On Jatta 3: 'કેરી ઓન જટ્ટા 3' આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર પંજાબી મૂવી બનશે
  3. Box Office Collection: 'સત્ય પ્રેમ કી કથા' ફિલ્મે બીજા દિવસે 7.19 કરોડની કમાણી કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.