ETV Bharat / entertainment

Naatu Naatu Dance: ક્વિક સ્ટાઈલે 'નાટુ નાટુ' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો

author img

By

Published : Mar 23, 2023, 10:13 AM IST

સોશિયલ મીડિયા પર અનેક ડાન્સ વીડિયો શેર થતા હોય છે. તેમાંથી કેટલાક ડાન્સ વીડિયો દર્શકો માટે ખાસ હોય છે. આવો જ એક ખાસ વીડિયો કે જેમાં, નોર્વેજીયન ડાન્સ ગ્રુપ ક્વિક સ્ટાઇલે ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાટુ' પર ધમાકેદાર કર્યો ડાન્સ. આ ક્વિક સ્ટાઈલ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

Naatu Naatu Dance: ક્વિક સ્ટાઈલે 'નાટુ નાટુ' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ અહિં વીડિયો
Naatu Naatu Dance: ક્વિક સ્ટાઈલે 'નાટુ નાટુ' ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ અહિં વીડિયો

મુંબઈ: સોશિયલ મીડિયા પર કેટલાક ડાન્સ ગ્રૂપ હિટ સોન્ગ પર ડાન્સ કરીને ધુમ મચાવી રહ્યાં છે. આ ગ્રૂપના લેટેસ્ટ ડાન્સ જોવા માટે લોકો રાહ જોતા હોય છે. નોર્વેજીયન ડાન્સ ગ્રૂપ ક્વિક સ્ટાઈલે મુંબઈની લોકલમાં રવિના ટંડન અને સુનીલ શેટ્ટી સાથે બોલિવૂડના ગીતો પર ડાન્સ કરીને હેડલાઈન્સ મેળવી હતી. હાલમાં ક્વિક સ્ટાઈલે ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાટુ' ગીત પર અદ્ભુત અને જોરદાર ડાન્સ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Pathaan On Ott: પઠાણ વધારાના દ્રશ્યો સાથે Ott પર રિલીઝ થઈ

નાટુ નાટુ ગીત પર ડાન્સ: સ્ટાઇલે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નોર્વેજીયન ડાન્સ ગ્રુપ 'નાટુ-નાટુ' ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. થોડા દિવસો પહેલા ક્વિક સ્ટાઇલ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને મળી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કોહલી સાથે સ્ટીરિયો નેશનના હિટ ગીત 'ઇશ્ક' પર ગ્રુવ કરતી જોઈ શકાય છે.

ક્વિક સ્ટાઇલે કર્યો ડાન્સ: તારીખ 22 માર્ચે ક્વિક સ્ટાઇલે ઇન્સ્ટાગ્રામ પર કેપ્શન સાથે એક વીડિયો શેર કર્યો હતો. 'થોડી ક્વિકસ્ટાઇલ રિમિક્સ સાથે ફેમસ 'નાટુ નાટુ' સ્ટેપ'. રામ ચરણ અને જુનિયર એનટીઆરને ઓસ્કાર જીતવા બદલ અભિનંદન. આ પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ કરી, 'ક્વિકસ્ટાઈલ નાટુ ફીડ પણ.' આ વીડિયો પર કોરિયોગ્રાફર બોસ્કો માર્ટીસની કોમેન્ટ પણ આવી છે. તેણે લખ્યું છે, 'Vibe guys.' અભિનેતા સુનીલ શેટ્ટી કે, જેણે તાજેતરમાં ક્વિક સ્ટાઈલ સાથે ડાન્સ કર્યો હતો. તેને પણ 'નાટુ-નાટુ'નું ક્વિક સ્ટાઈલ વર્ઝન પસંદ આવ્યું હતું.

આ પણ વાંચો: Bawaal New Release Date: વરુણ ધવન જાનવી કપૂરની ફિલ્મ બાવાલની નવી રિલીઝ ડેટ જાહેર

ક્વિક સ્ટાઇલ ગ્રૂપની સફર: બે નોર્વેજીયન-પાકિસ્તાની જોડિયા અને નોર્વેજીયન-થાઈ બાળપણના મિત્ર 'ધ ક્વિક' સ્ટાઈલ બનાવવા માટે ભેગા થયા, જેને 'ક્વિક ક્રૂ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જૂથે વર્ષ 2009 માં અમેરિકાની ગોટ ટેલેન્ટની નોર્વેજીયન સમકક્ષ નોર્સ્કે ટેલેન્ટરમાં ટોચનું ઇનામ જીત્યું હતું. ફિલ્મ 'તનુ વેડ્સ મનુ'ના 'સાદી ગલી' અને 'બાર બાર દેખો'ના 'કાલા ચશ્મા' જેવા પ્રખ્યાત બોલિવૂડ ગીતોના હૂક સ્ટેપ્સ રિક્રિએટ કરીને આ જૂથ લોકપ્રિય બન્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.