ETV Bharat / entertainment

'KGF ચેપ્ટર 2' એ તોડ્યો 'દંગલ'નો રેકોર્ડ, હવે OTT પર રિલીઝ થશે ફિલ્મ

author img

By

Published : May 6, 2022, 2:07 PM IST

આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ને પછાડીને 'KGF ચેપ્ટર 2' (Film KGF Chapter 2) હિન્દી સિનેમામાં બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મના OTT રાઇટ્સ આટલા કરોડમાં વેચાયા છે. જાણો ફિલ્મ ક્યારે અને ક્યાં જોઈ શકશો?

'KGF ચેપ્ટર 2' એ તોડ્યો 'દંગલ'નો રેકોર્ડ, હવે OTT પર રિલીઝ થશે ફિલ્મ
'KGF ચેપ્ટર 2' એ તોડ્યો 'દંગલ'નો રેકોર્ડ, હવે OTT પર રિલીઝ થશે ફિલ્મ

હૈદરાબાદઃ સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2'એ (Film KGF Chapter 2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ 14મી એપ્રિલે રિલીઝ થઈ હતી. ત્યારપછી ફિલ્મની કમાણી અટકવાનું નામ નથી લઈ રહી. પ્રશાંત નીલ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'KGF ચેપ્ટર'ના નામે હવે વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. વેપાર વિશ્લેષકોના મતે, 'KGF ચેપ્ટર' હિન્દી સિનેમામાં બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ લડાઈમાં તેણે બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ 'દંગલ'ને ધૂળ આપી છે.

આ પણ વાંચો: એઆર રહેમાનની દિકરી ખતિજાએ ઓડિયો એન્જિનિયર રિયાસદીન સાથે કર્યા લગ્ન

'KGF ચેપ્ટર 2' ફિલ્મ 'દંગલ'ને પાછળ છોડી : ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે જણાવ્યું છે કે 'KGF ચેપ્ટર 2'એ આમિર ખાન સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'દંગલ' અને SS રાજામૌલીની તાજેતરમાં રિલીઝ થયેલી 'RRR'ને હિન્દી સિનેમા બોક્સ ઓફિસ પર કમાણીમાં પાછળ છોડી દીધી છે.

'KGF ચેપ્ટર 2' એ હિન્દીમાં 391.65 કરોડની કરી કમાણી : 'બાહુબલી-2' એ હિન્દી વર્ઝનમાં કુલ 510.99 કરોડની કમાણી કરી છે, જ્યારે 'RRR' એ 360.31 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી સ્થિતિમાં, રોકિંગ સ્ટાર યશની ફિલ્મ 'KGF ચેપ્ટર 2' એ હિન્દી વર્ઝનમાં 391.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મ 'બાહુબલી-2' હિન્દી વર્ઝનમાં કમાણીમાં ટોચ પર છે.

KGF-2નું વિશ્વવ્યાપી કલેક્શન : જો આ ફિલ્મોના વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો, 'દંગલ' સૌથી આગળ જોવા મળે છે. ફિલ્મ 'દંગલ'નું વર્લ્ડવાઈડ કલેક્શન 2000 કરોડનું છે. ફિલ્મ 'દંગલ'એ ચીનમાં પણ ઘણી કમાણી કરી હતી. તે જ સમયે, 'બાહુબલી-2' (1800 કરોડ), 'RRR' (1112 કરોડ) અને 'KGF ચેપ્ટર 2'એ વિશ્વવ્યાપી કલેક્શનમાં 1086 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચો: કંગના રનૌતની સાડીની કિંમત જાણીને તમને લાગશે આંચકો, જૂઓ તસવીરો

OTT પર KGF-2નું કેટલું વેચાણ થયું : યશના ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે. ફિલ્મ 'KGF ચેપ્ટર 2' બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'KGF ચેપ્ટર 2' OTT પ્લેટફોર્મ માટે 320 કરોડ રૂપિયામાં ડીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં 27 મેના રોજ OTT પર જોઈ શકાશે. મીડિયા અનુસાર, આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોવા માટે ઉપલબ્ધ હશે, પરંતુ આની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.