ETV Bharat / entertainment

Bharatanatyam: કંગના રનૌત ભરત નાટ્યમ કરવા બદલ ટ્રોલ થઈ, ચાહકોએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Aug 14, 2023, 4:09 PM IST

કંગના રનૌત હંમેશા ચર્ચામાં રહે છે. કંગના સ્પષ્ટ વક્તા છે, તે પોતાના નિવેદનોને લઈને હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીના ચર્ચામાં આવવાનું કારણ છે, તેમનો ભરતનાટ્યમ ડાન્સ. ઘણા યુઝર્સો કંગનાના ડાન્સને લઈને ટ્રોલ કરી રહ્યાં છે. જ્યારે અન્ય ચાહકો તેમના વખાણ કરતા પણ થાકતા નથી.

કંગના રનૌત ભરત નાટ્યમ કરવા બદલ ટ્રોલ થઈ, ચાહકોએ આપી પ્રતિક્રિયા
કંગના રનૌત ભરત નાટ્યમ કરવા બદલ ટ્રોલ થઈ, ચાહકોએ આપી પ્રતિક્રિયા

હૈદરાબાદ: બોલિવુડની 'ક્વીન' કંગના રનૌત તેમની પાછલી ફિલ્મોથી ફ્લોપ જઈ રહી હતી. હવે કંગના સાઉથમાં ફિલ્મ 'ચંદ્રમુખી 2'થી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ સાથે તે અજાયબી કરવા જઈ રહી હતી. તાજેતરમાં જ કંગનાનો ફર્સ્ટ લુક અને ફિલ્મનું પહેલું ગીત 'સ્વાગતાંજલિ' રિલીઝ થયું હતું. કંગના રનૌતને તેની સાઉથ ડેબ્યૂ ફિલ્મ માટે અપેક્ષા હતી, તેટલી લાઈમલાઈટ મળી રહી નથી. હવે કંગના રનૌત 'સ્વગતાંજલિ' ગીતમાં ભરતનાટ્યમ કરવા બદલ ટ્રોલ થઈ રહી છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કંગના રનૌત થયા ટ્રોલ: હવે કંગના રનૌત 'સ્વગતાંજલિ' ગીતમાં ભરતનાટ્યમ કરવા બદલ ટ્રોલ થઈ રહી છે. 'સ્વગતાંજલિ' ગીતને ઓસ્કાર વિજેતા મ્યુઝિક કમ્પોઝર MM કિરવાણીએ કમ્પોઝ કર્યું છે. હવે આ ગીતમાં કંગના રનૌતનો ભરતનાટ્યમ ડાન્સ જોઈને તે ટ્વિટર યુઝર્સના નિશાના પર છે. એક યુઝરે લખ્યું છે કે, 'કંગના રનૌત સારી અભિનેત્રી બની શકે છે, પરંતુ તે સારી ડાન્સર નથી.' અન્ય યુઝરે લખ્યું છે કે, 'કંગના નહીં પરંતુ બાહુબલી ફેમ અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને ચંદ્રમુખી 2માં કાસ્ટ કરવી જોઈતી હતી.' જ્યારે કંગનાના ચાહકોને આ નવો અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહિં પરંતુ અભિનેત્રીના મનમૂકીને વખાણ કરી રહ્યાં છે.

ચાહકોની કોમેન્ટ
ચાહકોની કોમેન્ટ
ચાહકોની કોમેન્ટ
ચાહકોની કોમેન્ટ
ચાહકોની કોમેન્ટ
ચાહકોની કોમેન્ટ
ચાહકોની કોમેન્ટ
ચાહકોની કોમેન્ટ

જાણો ચંદ્રમુખી 2 વિશે: આ ફિલ્મની સ્ટોરી પી વાસૂએ લખી છે અને નિર્દેશન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં કંગના રનૌત 'ચંદ્રમુખી'ના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સાઉથના સ્ટાર રાઘવ લોરેન્સ મેલ લીડમાં જોવા મળશે. આ ફિલ્મના પહેલા ભાગમાં રજનીકાંત, પ્રભુ અને જ્યોતિકાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ 'ચંદ્રમુખી 2' તારીખ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.

  1. Chaleya Song Out: 'જવાન' ફિલ્મનું 'ચલેયા' સોન્ગ આઉટ, જુઓ શાહરુખ ખાનનો રોમન્ટિક અંદાજ
  2. Priyanka Chopra: પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે યાન્કી સ્ટેડિયમ કોન્સર્ટના ફોટા શેર કર્યા, જુઓ એક ઝલક
  3. Bigg Boss Ott 2: ફિનાલે પહેલા અભિષેક મલ્હાન હોસ્પિટલમાં દાખલ, ચાહકો થયા ચિંતિત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.