ETV Bharat / entertainment

જસ્ટિન બીબરનો અડધો ચહેરો લકવાગ્રસ્ત, પોપ સિંગરે વીડિયોમાં બતાવી સંપૂર્ણ સ્થિતિ

author img

By

Published : Jun 11, 2022, 10:31 AM IST

વિશ્વના પ્રખ્યાત પોપ સિંગર જસ્ટિન બીબર લકવાગ્રસ્ત છે. (Justin Bieber shows partial face paralysis) તેણે એક વીડિયો શેર કરીને પોતાની હાલત બતાવી છે.

જસ્ટિન બીબરનો અડધો ચહેરો લકવાગ્રસ્ત, પોપ સિંગરે વીડિયોમાં બતાવી સંપૂર્ણ સ્થિતિ
જસ્ટિન બીબરનો અડધો ચહેરો લકવાગ્રસ્ત, પોપ સિંગરે વીડિયોમાં બતાવી સંપૂર્ણ સ્થિતિ

હૈદરાબાદઃ પોપ સિંગર જસ્ટિન બીબરના (Pop singer Justin Bieber) ફેન્સ માટે એક ખરાબ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જસ્ટિન બીબરે પોતે સોશિયલ મીડિયા પર ચાહકોને આ સમાચારની માહિતી આપી છે. વાસ્તવમાં, જસ્ટિનને રામસે હંટ સિન્ડ્રોમ (Ramsay Hunt Syndrome) નામની દુર્લભ બીમારી છે, જેના કારણે તેનો અડધો ચહેરો લકવા ગ્રસ્ત થઈ ગયો (Justin Bieber shows partial face paralysis) છે. આ સંદર્ભે, સિંગરે તેના તમામ આગામી શો રદ કર્યા છે અને તે સારવાર માટે રજા પર છે.

આ પણ વાંચો: OM: The Battle Within Trailer OUT: 'આશિકી 2' ફેમ એક્ટર આદિત્ય રોય કપૂરનો એક્શન અવતાર

ખતરનાક બીમારીનો શિકાર: સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જસ્ટિન બીબરે જણાવ્યું છે કે તે એક વાયરસના કારણે આ ખતરનાક બીમારીનો શિકાર બન્યો છે. આ વાયરસ તેના ચહેરાની ચેતાઓ પર હુમલો કરી રહ્યો છે. જેના કારણે તેનો અડધો ચહેરાને લકવો થઈ ગયો છે.

જસ્ટિનનો વર્લ્ડ ટૂર કેન્સલ કરવામાં આવ્યો: આટલું જ નહીં, જસ્ટિને આ વીડિયોમાં ચાહકોને એ પણ બતાવ્યું છે કે કેવી રીતે તે એક તરફ આંખ મિલાવવામાં અસમર્થ છે. જસ્ટિન લકવાગ્રસ્ત બાજુથી હસવા માટે પણ સક્ષમ નથી. તમને જણાવી દઈએ કે, આ ત્રીજી વખત છે જ્યારે જસ્ટિનનો વર્લ્ડ ટૂર કેન્સલ કરવામાં આવ્યો છે. પહેલાથી જ બે વાર કોરોનાને કારણે શોને સ્થગિત કરવો પડ્યો હતો.

જલ્દી સ્વસ્થ થવાની પ્રાથના: લાખો ચાહકોએ જસ્ટિનનો આ વીડિયો લાઈક કર્યો છે અને તેને જલ્દી સ્વસ્થ થવાની પ્રાથના કરી છે. તમને જણાવી દઈએ કે, 28 વર્ષીય જસ્ટિસે તાજેતરમાં જસ્ટિસ વર્લ્ડ ટૂરનું એલાન કર્યું હતું.

આ પણ વાંચો: ઓળખવી પણ મુશ્કેલ છે, સ્તન કેન્સર સામે લડી રહી છે 'પરદેશની ગંગા'

જસ્ટિન વર્ષ 2017માં ભારત આવ્યો હતો: તમને જણાવી દઈએ કે, આ વર્ષે જસ્ટિન બીબર પોતાની વર્લ્ડ ટૂર પર ભારત આવવાના હતા અને એક શો કરવાના હતા. જોકે જસ્ટિનનો ભારતમાં 18 ઓક્ટોબરે શો છે. ચાહકોને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈને ભારત આવશે. આ પહેલા જસ્ટિન વર્ષ 2017માં ભારત આવ્યો હતો, પરંતુ ગરમીના કારણે તે ત્રણ દિવસને બદલે એક દિવસમાં જ પરત નીકળી ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.