ETV Bharat / entertainment

Ileana DCruz Pregnant: ઇલિયાના ડીક્રુઝે કરી પ્રેગ્નન્સીની જાહેરાત, ચાહકોએ આપી શુભેચ્છા

author img

By

Published : Apr 18, 2023, 5:05 PM IST

ઇલિયાના ડીક્રુઝે તેના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. ઈલિયાનાએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્ટ હોવાની જાહેરાત કરી છે. આ માટે તેણે સોશિયલ મીડિયા પર બે સુંદર મોનોક્રોમ તસવીર શેર કરી છે. ઇલિયાનાએ તેના પાર્ટનરનું નામ જાહેર કર્યું નથી, જેના કારણે તેના ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે અને તેને અલગ અલગ પ્રશ્નો કરી રહ્યાં છે.

ઇલિયાના ડીક્રુઝે કરી પ્રેગ્નન્સીની જાહેરાત, યુઝરે કહ્યું- પિતા કોણ છે ?
ઇલિયાના ડીક્રુઝે કરી પ્રેગ્નન્સીની જાહેરાત, યુઝરે કહ્યું- પિતા કોણ છે ?

હૈદરાબાદ: ટોલીવુડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝે તારીખ 18 એપ્રિલે સવારે એક મોટી જાહેરાત કરી છે. એક સુંદર પોસ્ટ સાથે તેણીની પ્રેગ્નેન્ટની જાહેરાત કરી છે. આ ગુડ ન્યૂડ શેર કર્યા પછી તરત જ તેના ચાહકો અને મિત્રોએ તેને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. તેના પર અને બાળક પર પ્રેમ વરસતો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Kl Rahul Birthday: સુનીલ શેટ્ટીએ કેએલ રાહુલને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, આથિયા સાથે કાપી કેક

પ્રેગ્નન્સીની જાહેરાત: થોડીવાર પહેલા, ઇલિયાના ડી'ક્રૂઝે તેના ઇન્સ્ટાગ્રામ પર બે સુંદર મોનોક્રોમ ચિત્રો શેર કર્યા હતા. જેમાંથી એક પર 'And so the adventure begins' લખેલું હતું. જ્યારે તસવીરમાં તેણે પહેરેલા પેન્ડન્ટનો ક્લોઝ-અપ આપ્યો છે. જેના પર 'મમ્મા' શબ્દ લખાયેલો છે. તસવીર શેર કરીને ઇલિયાનાએ લખ્યું છે કે, ''ટૂંક સમયમાં આવી રહી છું. મારા નાના પ્રિયતમ તમને મળવા માટે રાહ જોઈ શકતા નથી.''

માતા સમીરાએ પાઠવ્યાં અભિનંદન: અભિનેત્રીની પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં તેના ચાહકો અને મિત્રોએ તેને અભિનંદન પાઠવ્યા છે. ઇલિયાના ડીક્રુઝની માતા સમીરા ડીક્રુઝે તેના ગ્રાન્ડ ચાઇલ્ડના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. તેણે કોમેન્ટ બોક્સમાં લાલ હાર્ટ ઇમોજી સાથે લખ્યું, 'દુનિયામાં જલ્દી જ મારા નવા ગ્રાન્ડ બેબીનું સ્વાગત છે. રાહ જોઈ શકતા નથી.

ચાહકોએ પાઠવ્યાં અભિનંદન: ઇલિયાનાએ તેના પાર્ટનરનું નામ જાહેર કર્યું નથી, જેના કારણે તેના ફેન્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં પૂછ્યું છે કે, તમે લગ્ન ક્યારે કર્યા ? જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે, 'પિતા કોણ છે ?' એક ચાહકે લખ્યું છે, 'તે ક્યારે લગ્ન કરશે ? તેણીએ તેના પતિ વિશે ક્યારેય કહ્યું નથી કે, તે દત્તક બાળક છે ? બસ એ જાણવા માંગુ છું કારણ કે, મને ઇલિયાના ખૂબ ગમે છે.'

આ પણ વાંચો: Shehnaz Gill Dating: રાઘવ જુયાલે શેહનાઝ ગિલ સાથે ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું, કહ્યું 'હું ફિલ્મ માટે'

અભિનેત્રી ઇલિયાનાનો વર્કફ્રન્ટ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇલિયાના બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફના ભાઈને ડેટ કરી રહી છે. બંને વિકી કૌશલ અને કેટરિના કૈફ સાથે માલદીવમાં રજાઓ મનાવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમના સંબંધોની અફવાઓ સામે આવી હતી. બંનેએ રિલેશનશિપમાં છે તે અંગે હજુ સુધી કોઈ પણ બાબત સત્તાવાર જાહેર કર્યા નથી. ઇલિયાના છેલ્લે કુકી ગુલાના દિગ્દર્શિત સાહસ 'ધ બિગ બુલ'માં જોવા મળી હતી. આ ફિલ્મને અજય દેવગણે પ્રોડ્યુસ કરી હતી. તેની પાસે 'અનફેર એન્ડ લવલી' ફિલ્મ પણ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.