ETV Bharat / entertainment

IIFA AWARDS 2023: આઈફામાં આ સ્ટાર ચમક્યા, જાણો એવોર્ડ્સ વિજેતાના નામ

author img

By

Published : May 28, 2023, 4:36 PM IST

Etv BharatIIFA AWARDS 2023
Etv BharatIIFA AWARDS 2023

આઈફાની ત્રણ દિવસીય 23મી એડિશન શુક્રવારે રાત્રે અબુ ધાબીના યાસ આઈલેન્ડ ખાતે શરૂ થઈ છે. જેમાં અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2'ને આઈફા એવોર્ડ્સ 2023માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રિતિક રોશને બેસ્ટ એક્ટરનો ખિતાબ મળ્યો છે.

અબુ ધાબી: હિન્દી ફિલ્મોનો આ સર્વશ્રેષ્ઠ એવોર્ડ આઈફાનો સમારંભ યોજવામાં આવ્યો છે. આ સમારંભમાં અજય દેવગન અભિનીત 'દ્રશ્યમ 2' એ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA)માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. આલિયા ભટ્ટ 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે અને રિતિક રોશનને 'વિક્રમ વેધ' માટે અનુક્રમે શ્રેષ્ઠ અભિનેત્રી અને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડ જીત્યો હતો.

'દ્રશ્યમ 2' એ જ નામની મલયાલમ ફિલ્મની રિમેક છે: હિન્દી ફિલ્મોનો આ સર્વશ્રેષ્ઠ એવોર્ડ સમારંભ દર વર્ષે વિદેશમાં યોજવામાં આવે છે. આ વર્ષે તે એતિહાદ એરેના ખાતે યોજાયો હતો જે યાસ ટાપુ પર યાસ બે વોટરફ્રન્ટનો ભાગ છે. ફિલ્મ 'દ્રશ્યમ 2' એ જ નામની મલયાલમ ફિલ્મની રિમેક છે. તેને બેસ્ટ એડેપ્ટેડ સ્ટોરીનો એવોર્ડ પણ મળ્યો છે.

શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ: આલિયા ભટ્ટે આ વર્ષે એવોર્ડ સમારોહમાં હાજરી આપી ન હતી. સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'માં તેણીના અભિનય માટે તેણીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. તે જ સમયે, હૃતિક રોશનને એક્શન-થ્રિલર ફિલ્મ 'વિક્રમ વેધ' માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

રિતિક રોશને એવોર્ડ મળતા શું કહ્યું: મને પાત્ર ભજવવાની તક આપવા બદલ દિગ્દર્શક જોડી પુષ્કર અને ગાયત્રીનો આભાર માનતા રોશને કહ્યું, 'હું ઘણા વર્ષોથી વેધમાં જીવી રહ્યો છું. તે બધું અબુ ધાબીમાં જ શરૂ થયું. મેં અહીંથી વેદના પાત્રનું શૂટિંગ શરૂ કર્યું. એવું લાગે છે કે મારા માટે જીવન ચક્ર પૂર્ણ થઈ ગયું છે.

આઈફામાં 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવ' છવાઈ: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન શિવ'એ આ વર્ષે સૌથી વધુ એવોર્ડ મેળવ્યા છે. આ ફિલ્મ માટે શ્રેયા ઘોષાલને બેસ્ટ પ્લેબેક સિંગર, અરિજિત સિંહ બેસ્ટ પ્લેબેક સિંગર, અમિતાભ ભટ્ટાચાર્ય બેસ્ટ લિરિસિસ્ટ અને મૌની રોયને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

આર. માધવન અનિલ કપૂરને પણ એવોર્ડ: અભિનેતા અનિલ કપૂરને ફિલ્મ 'જુગ જગ જીયો' માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા આર. માધવનને તેની પ્રથમ દિગ્દર્શક ફિલ્મ 'રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ' માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. પરવેઝ શેખ અને જસમીત રીને 'ડાર્લિંગ' માટે બેસ્ટ ઓરિજિનલ સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો.

બેસ્ટ ડેબ્યુ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ: દિવંગત બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનને ફિલ્મ 'કાલા' માટે બેસ્ટ ડેબ્યુ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તેણે 'ગંગુબાઈ કાઠિયાવાડી' અભિનેતા શાંતનુ મહેશ્વરી સાથે એવોર્ડ શેર કર્યો. અભિનેત્રી ખુશાલી કુમારને 'ધોખા અરાઉન્ડ ધ કોર્નર' માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો.

આ અભિનેતાને 'ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ' એવોર્ડ: સંગીતકાર એ. આર. રહેમાને આઈફા એવોર્ડ્સમાં કમલ હસનને 'ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ' એવોર્ડથી સન્માનિત કર્યા. એવોર્ડ સ્વીકારતા હાસને કહ્યું, 'હું સિનેમામાં જન્મ્યો છું અને સિનેમામાં જ મોટો થયો છું. હું છેલ્લા સાડા ત્રણ દાયકાથી તેનો એક ભાગ છું. છતાં મને હંમેશા લાગે છે કે મારે હજુ ઘણું કરવાનું બાકી છે. મારે હવે પાછા જવું પડશે અને વધુ કામ કરવું પડશે. વરુણ ધવન, જેકલીન ફર્નાન્ડિઝ, નોરા ફતેહી અને રકુલ પ્રીત સિંહે તેમના પર્ફોર્મન્સથી સમારોહમાં હાજરી આપી હતી.

આ પણ વાંચો:

  1. New Parliament: શાહરૂખ ખાને પોતાના અવાજથી નવા સંસદ ભવનનો વીડિયો ટ્વીટ કર્યો, નરેન્દ્ર મોદીએ ટ્વીટને રીટ્વીટ કર્યું
  2. Salman Khan: IIFA 2023માં ફેને સલમાન ખાનને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, જુઓ અભિનેતાનો પ્રતિભાવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.