ETV Bharat / entertainment

Har Har Mahadev Song OUT : OMG 2 નું ગીત 'હર-હર મહાદેવ' રિલીઝ, અક્ષય કુમાર મહાકાલના અવતારમાં જોવા મળ્યો

author img

By

Published : Jul 27, 2023, 1:14 PM IST

અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ 'ઓહ માય ગોડ 2'નું નવું ગીત હર-હર મહાદેવ રિલીઝ થઈ ગયું છે અને આ ગીતમાં અક્ષય કુમાર ભગવાન શિવના રૂપમાં છે. જાણો કોણે આ ગીત કંપોઝ કર્યું છે અને ગાયું છે.

Etv BharatHar Har Mahadev Song OUT
Etv BharatHar Har Mahadev Song OUT

મુંબઈ: અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ 'ઓહ માય ગોડ 2' એટલે કે OMG 2 ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મમાંથી અક્ષય કુમારનો મહાદેવ લુક તેના ચાહકોમાં હિટ થઈ ગયો છે અને હવે તે માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. હવે ફિલ્મની રિલીઝને થોડા જ દિવસો બાકી છે અને ફિલ્મનું ટીઝર, પોસ્ટર અને ટ્રેલર જોયા બાદ ચાહકો માત્ર ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. અહીં, OMG 2 ફિલ્મનું વધુ એક ગીત હર હર મહાદેવ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમાર મહાકાલના અવતારમાં જોવા મળી રહ્યો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

હર હર મહાદેવ કોણે ગાયું?: હર હર મહાદેવ ગીત કોવિક્રમ મોન્ટ્રોઝે પોતે કંપોઝ કર્યું છે અને ગાયું છે. ગીતના બોલ શેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, આ ગીતમાં અક્ષય કુમારનું સ્વરૂપ મહાદેવ અવતારમાં જોવા મળી રહ્યું છે. અક્ષય પહેલીવાર આ અવતારમાં જોવા મળી રહ્યો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતરઃ તમને જણાવી દઈએ કે, ફિલ્મ રીલિઝ થાય તે પહેલા આ ફિલ્મ તેના વિવાદાસ્પદ વિઝ્યુઅલ માટે સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટી પાસે હતી અને બોર્ડે ફિલ્મમાં 20 કટ મૂકીને 'એડલ્ટ' કેટેગરીમાં ટેગ કર્યું છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?: અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ સ્ટારર ફિલ્મ ઓહ માય ગોડ 2 ની રિલીઝમાં વધુ સમય બાકી નથી. આ ફિલ્મ 11મી ઓગસ્ટે વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે. આ દિવસે બોલિવૂડની વધુ એક લોકપ્રિય ફિલ્મ ગદર-2 બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ રહી છે. 22 વર્ષ બાદ સની દેઓલ ફરી એકવાર તારા સિંહ બનીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી રહ્યો છે.

આ પણ વાંચો:

  1. Gadar 2's Trailer Launch Event: 'ગદર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'તારા સિંહ' થયા ભાવુક, આંસુ લૂછતી જોવા મળી સકીના
  2. Kargil Vijay Divas: અક્ષય કુમાર-અભિષેક બચ્ચને ભારતીય સેનાની બહાદુરીને સલામ કર્યા, જાણો આગામી દેશભક્તિ ફિલ્મ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.