ETV Bharat / entertainment

Ghoomer Day 1: 'ગદર 2' સામે 'ઘૂમર'ની ચમક ઝાંખી પડી, જાણો પ્રથમ દિવસની કમાણી

author img

By

Published : Aug 19, 2023, 2:06 PM IST

'ઘૂમર' ફિલ્મ તારીખ 18 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડેના દિવસે કંઈ ખાસ માલ કરી શકી નથી. તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગદર 2' અને 'OMG 2' સામે ઘૂમર ઝાંખી પડી ગઈ છે. અભિષેક સ્ટારર ફિલ્મ 'ઘૂમર'નું પ્રથમ દિવસનું કલેક્શન જાણવા માટે આગળ વાંચો.

'ગદર 2' સામે ઘૂમરની ચમક ઝાંખી પડી, જાણો પ્રથમ દિવસની કમાણી
'ગદર 2' સામે ઘૂમરની ચમક ઝાંખી પડી, જાણો પ્રથમ દિવસની કમાણી

હૈદરાબાદ: બોક્સ ઓફિસ પર સની દેઓલની ફિલ્મ 'ગદર 2' અને 'OMG 2' ધમાલ મચાવી રહી છે. હવે બોક્સ ઓફિસ પર અભિષેક બચ્ચનની ફિલ્મ 'ઘૂમર' પણ આવી ગઈ છે. તારીખ 18 ઓગસ્ટના રોજ અભિષેક બચ્ચન અને સૈયામી ખેર અભિનીત ફિલ્મ 'ઘૂમર' રિલીઝ કરવામાં આવી હતી. આજે આ ફિલ્મ બીજા દિવસે ચાલી રહી છે. ત્યારે આ ફિલ્મનું પ્રથમ દિવસનુ બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે. આ 'ઘૂમર' ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન ઘણું ઓછું છે. આ ફિલ્મની સ્ટોરીએ ભલે ચાહકોમાં ફિલ્મ જોવા માટે ઉત્સુક્તા વધારી હોય પરંતુ, બોક્સ ઓફિસના આંકડા પરથી ખબર પડે છે કે, આ ફિલ્મ પહેલા સપ્તાહમાં જ સમાપ્ત થઈ જશે.

ઘૂમર બોક્સ ઓફિસ પર નિષ્ફળ: બોક્સ ઓફિસ પર 'ગદર 2' સામે 'ઘૂમર' ફિલ્મ દબાઈ ગઈ છે. 'ઘૂમર' ફિલ્મ આર બાલ્કી દ્વારા નિર્દેશિત છે. 'ઘૂમર' એ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન કોચની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત સૈયામી લીડ રોલમાં જોવા મળશે. 'ઘૂમર' ફિલ્મના સ્ક્રીનિંગમાં ક્રિકેટ જગતના કલાકારો પહોંચ્યા હતા. આ દરમિયાન ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે 'ઘૂમર' ફિલ્મના વખાણ કર્યા હતા, જે વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યો હતો. એટલું જ નહિં પરંતુ અમિતાભ બચ્ચને 'ઘૂમર' ફિલ્મના વખાણ કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન: સેકનિલ્ક અનુસાર, 'ઘૂમર' ફિલ્મે સ્થાનિક સ્તરે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 0.85 કરોડ રુપિયાની કમાણી કરી છે. 'ગદર 2' અને 'OMG 2' સામે 'ઘૂમર' છુપાઈ ગઈ છે. 'ઘૂમર' ફિલ્મ થિયેટરોમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ થઈ નથી. હાલમાં બોક્સ ઓફિસ પર 'ગદર 2'નો જોરદાર ક્રેઝ જોવા મળે છે. 'ગદર 2' ફિલ્મને લઈ ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. આવી પરિસ્થિતીમાં 'ઘૂમરે' બોક્સ ઓફિસ પર ટકી રહેવું ખુબ જ મુશ્કેલ છે. 'ગદર 2'એ 300 કોરડના ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. જ્યારે 'OMG 2' ફિલ્મ 100 કરોડની નજીક છે.

  1. Jailer Screening: UPના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય આજે રજનીકાંત સાથે 'જેલર' સ્ક્રીનિંગમાં હાજરી આપશે
  2. Amit Bhatt Birthday: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા કલાકાર ચંપક ચાચાજીનો આજે જન્મદિવસ
  3. Bollywood Box Office: 'ગદર 2'ની 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, 'omg 2' 100 કરોડની નજીક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.