ETV Bharat / entertainment

Darren Kent died: 'ગેમ ઓફ થ્રોન્સ' ફેમ એક્ટર ડરેન કેન્ટનું અવસાન, 36 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

author img

By

Published : Aug 16, 2023, 1:47 PM IST

Updated : Aug 16, 2023, 2:21 PM IST

હોલીવુડ અભિનેતા ડરેન કેન્ટનું તારીખ 11 ઓગસ્ટના રોજ અવસાન થયું હતું. તેઓ વિવેચકો દ્વારા વખણાયેલી સિરીઝ 'ગેમ ઓફ થ્રોન્સ'માં ગોથર્ડ તરીકે ભૂમિકા ભજવી હતી. તેઓ ઓસ્ટોયોપોરોસીસ અને આર્થરાઈટીસ જેવી બિમારી સામે લડ્યા હતા.

E'ગેમ ઓફ થ્રોન્સ' ફેમ એક્ટર ડરેન કેન્ટનું અવસાન, 36 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું
'ગેમ ઓફ થ્રોન્સ' ફેમ એક્ટર ડરેન કેન્ટનું અવસાન, 36 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

લોસ એન્જલસ: 'ગેમ ઓફ થ્રોન્સ' મેગા સિરીઝમાં તેમની ભૂમિકા માટે જાણીતા અભિનેતા ડરેન કેન્ટનું અવસાન થયું છે. US સ્થિત આઉટલેટ વેરાયટી મુજબ, કેન્ટે તારીખ 11 ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધા હતા. આ હોલિવુડ અભિનેતાએ 36 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધુ છે. મંગળવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં તેમની ટેલેન્ટ એજન્સી, કેરી ડોડ ઓસોસિએટ્સ દ્વારા તેમના નિધનના સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી.

અભિનેતા ડરેન કેન્ટનું અવસાન: આ દરમિયાન એજન્સી અનુસાર, ''ખૂબ દુ:ખ સાથે અમારે તમને જણાવવાનું છે કે, અમારા પ્રિય મિત્ર અને ક્લાયંટ ડરેન કેન્ટનું શુક્રવારે નિધન થયું છે. તેમના માતા-પિતા અને શ્રેષ્ઠ મિત્ર તેમની બાજુમાં હતાં. અમારા વિચારો અને પ્રેમ આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર સાથે છે. કેન્ટનો જન્મ અને ઉછેર એસેક્સમાં થયો હતો. તેઓ વર્ષ 2007માં સ્નાતક થયા હતા. ત્યાર બાદ ઈટાલિયા કોન્ટીમાં હાજરી આપી હતી. તેમણે પ્રથમ મુખ્ય ભૂમિકા વર્ષ 2008ની 'હોરર મિરર્સ'માં ભજવી હતી. ત્યાર પછી એમી વિજેતા 'ગેમ ઓફ થ્રોન્સ'માં જોવા મળ્યા હતા. 'ગેમ ઓફ થ્રોન્સ'માં તેમણે સ્લેવર્સ બેમાં ગોથર્ડની ભૂમિકા ભજવી હતી.

ડરેન કેન્ટની કારકિર્દી: તાજેતરમાં વર્ષ 2023ની ફિલ્મ 'ડન્ગઓન એન્ડ ડ્રેગન્સ: હોનોર અમન્ગ થિવ્સ'માં જોવા મળ્યા હતા. તેમના વધુ પ્રોજેક્ટની વાત કરીએ તો, 'સ્નો વ્હાઈટ અને ધ હન્ટ્સમેન', 'માર્શલ્સ લો', 'બ્લડી કટ્સ', 'ધ ફ્રેન્કેસ્ટાઈન ક્રોનિકલ્સ', 'બ્લડ ટ્રાઈવ' અને બર્ડ્સ સોરો' સામેલ છે. કેન્ટે વર્ષ 2012માં વેન ડી ઓર એવોર્ડ્સમાં ડેની તરીકેની ભૂમિકા માટે શ્રેષ્ઠ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. તેઓ એવોર્ડ વિજેતા, લેખક અને દિગ્દર્શક પણ હતા. જેમણે વર્ષ 2012ના શોર્ટ યુ નોમીનું સંચાલન કર્યું હતું. તેઓ ફિલ્મમાં ભજવેલા તેમના પાત્રની જેમ કેન્ટ પણ ઓસ્ટીયોપોરોસીસ અને આર્થરાઈટીસ ઉપરાંત ચામડીના રોગથી સામે લડ્યા હતા.

  1. Jailer Collection Day 6: 'જેલર' બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 6, 200 કરોડનો આંકડો કર્યો પાર
  2. Kartik Aaryan Gadar 2: કાર્તિક આર્યને થિયેટરમાં 'ગદર 2' નિહાળી, અભિનેતાએ આપી જોરદાર પ્રતિક્રિયા
  3. Welcome 3 Title: 'વેલકમ 3'નું ટાઈટલ જાહેર, 2024માં ક્રિસમસના અવસરે જોવા મળશે
Last Updated : Aug 16, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.