ETV Bharat / entertainment

Friday Night Plan Trailer: બાબિલ ખાન-જૂહી ચાવલા સ્ટારર 'ફ્રાઈડે નાઈટ પ્લાન'નું ટ્રેલર રિલીઝ, જુઓ શાનદાર વીડિયો

author img

By

Published : Aug 21, 2023, 5:22 PM IST

ફ્રાઈડે નાઈટ પ્લાન બાબીલ ખાન અને જૂહી ચાવલા અભિનીત છે અને ફરહાન અખ્તરના એક્સેલ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ તારીખ 1 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ ઈન્ડિયા પર રિલીઝ થશે. બાબિલ ખાને સાયકોલોજિકલ થ્રિલર 'કાલા'માં ડેબ્યું કર્યું હતું. હવે તેઓ વત્સલ નીલકંઠ દ્વારા નિર્દેશિત 'ફ્રાઈડે નાઈટ પ્લાન' સાથે નેટફ્લિક્સ ઈન્ડિયામાં પાછા ફર્યા છે.

બાબિલ ખાન-જૂહી ચાવલા સ્ટારર ફ્રાઈડે નાઈટ પ્લાનનું ટ્રેલર રિલીઝ, જુઓ શાનદાર વીડિયો
બાબિલ ખાન-જૂહી ચાવલા સ્ટારર ફ્રાઈડે નાઈટ પ્લાનનું ટ્રેલર રિલીઝ, જુઓ શાનદાર વીડિયો

હૈદરાબાદ: બાબિલ ખાને ગયા વર્ષે સાયકોલોજિકલ 'કાલા' સાથે ડેબ્યુ કર્યું હતું. હવે તે વત્સલ નીલકંઠના 'ફ્રાઈડે નાઈટ પ્લાન' સાથે નેટફ્લિક્સ ઈન્ડિયામાં પાછા ફર્યા છે. આ ફિલ્મમાં બાબિલ ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તારીખ 21 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં બાબિલ ખાન સાથે જુહી ચાવાલા મહેતા અને અમૃત જયન સામેલ છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફ્રાઈડે નાઈટ પ્લાનનું ટ્રેલર આઉટ: 'ફ્રાઈડે નાઈટ પ્લાન'નું નિર્દેશન વત્સલ નીલકંટન દ્વારા કરવામાં આવ્યું છે. 'ફ્રાઈડે નાઈટ પ્લાન'ની સ્ટોરીની વાત કરીએ તો, બે ભાઈઓ વિશે છે. ટ્રેલરમાં બાબિલ એક નિયમિત શાળાના બાળક તરીકે જોવા મળે છે. સોમાવારે જુગરનોટ નેટફ્લિક્સ સ્ટ્રીમિંગ પર ટ્રેલર રિલીઝ કર્યું છે અને લખ્યું છે કે, ''સ્કૂલ છૂટી છે, મ્મમી બહાર છે અને ભાઈ બહેનો પણ છે. શું આ તેમને શ્રેષ્ઠ ફ્રાઈડે નાઈટ પ્લાન હંશે ? ફ્રાઈટે નાઈટ પ્લાન તારીખ 1 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે. ફક્ત નેટફ્લિક્સ પર.''

ફ્રાઈડે નાઈટ પ્લાનની સ્ટોરી: આ ફિલ્મમાં મિત્રતાની હ્રુદયસ્પર્શી સ્ટોરીનું વર્ણન જોવા મળે છે. આ ફિલ્મ એક વર્ષ પછી સારી રીતે પ્રાત્પ થયેલી 'કાલા' પછી બાબિલનો બીજો ઓન-સ્ક્રીન પ્રયાસ હશે. 'ફ્રાઈડે નાઈટ પ્લાન'માં નાના ભાઈની ભૂમિકા ભજવનાર અમૃત જયન અને મોટા ભાઈની ભૂમિકા ભજવનાર બાબિલ બંને મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. બાબિલ દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર છે. ફ્રાઈડે નાઈટ પ્લાનમાં જુહી ચાવલા બાબિલની માતાની ભૂમિકામાં જોવા મળે છે. બાબિલ અને અમૃતા જયન તેમના ભાઈની ભૂમિકા ભજવે છે. ટ્રેલરમાં એકબીજા સાથે દલીલ કરતા જોવા મળે છે.

  1. અભિષેક બચ્ચન અભિનીત ફિલ્મ 'ઘૂમર'નું ત્રીજા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન, જાણો અહીં
  2. Gadar 2 Director: 'ગદર 2'ના દિગ્દર્શક અનિલ શર્મા-અભિનેતા ઉત્કર્ષે ફિલ્મ વિશે કહી મોટી વાત, જુઓ વીડિયો
  3. Pankaj Tripathi father passed away: અભિનેતા પંકજ ત્રિપાઠીના પિતા પંડિત બનારસ તિવારીનું 99 વર્ષની વયે નિધન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.