ETV Bharat / entertainment

Bizcon India 2023 Conclave: TV એક્ટ્રેસ પ્રાચી દેસાઈ પહોંચી દેહરાદૂન, તેમણે શેર કર્યો અનુભવ

author img

By

Published : Feb 6, 2023, 5:54 PM IST

ટીવી કલાકાર અને અભિનેત્રી પ્રાચી દેસાઈ (TV Actress Prachi Desai)એ ઉત્તરાખંડના હવામાન અને સુંદરતાના વખાણ કર્યા છે. પ્રાચીએ કહ્યું કે, ''ફોરેન્સિક ફિલ્મનું શૂટિંગ દેહરાદૂન (Bizcon Program Dehradun) અને મસૂરીમાં કરવામાં આવ્યું છે.'' જો તેણીને વધુ શૂટિંગ કરવાનો મોકો મળશે તો તે ફરીથી અહીં આવશે. આ સાથે તેમણે બિઝકોન કોન્ક્લેવને બિઝનેસ સ્ટાર્ટઅપ્સ માટે વધુ સારું પ્લેટફોર્મ ગણાવ્યું હતું.

Bizcon India 2023 Conclave: TV એક્ટ્રેસ પ્રાચી દેસાઈ પહોંચી દેહરાદૂન, તેમણે શેર કર્યો અનુભવ
Bizcon India 2023 Conclave: TV એક્ટ્રેસ પ્રાચી દેસાઈ પહોંચી દેહરાદૂન, તેમણે શેર કર્યો અનુભવ

દેહરાદૂન: અભિનેત્રી પ્રાચી દેસાઈ બિઝકોન ઈન્ડિયા 2023 કોન્કલેવમાં ભાગ લેવા દેહરાદૂન પહોંચી છે. આ એ જ અભિનેત્રી છે, જેમણે ટેલિવિઝન જગતમાં પોતાની અનોખી છાપ છોડી છે. આ દરમિયાન તેમણે ISBT સ્થિત એક હોટલમાં આયોજિત એવોર્ડ સમારંભમાં ઉત્તરાખંડના ઉદ્યોગ સાહસિકોને બિઝકોન એવોર્ડથી નવાજ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના અનુભવો પણ શેર કર્યા હતા.

Bizcon India 2023 Conclave: TV એક્ટ્રેસ પ્રાચી દેસાઈ પહોંચી દેહરાદૂન, તેમણે શેર કર્યો અનુભવ

આ પણ વાંચો: Film Fursat Shot On IPhone: ફુરસત ફિલ્મ આઈફોનથી શુટ કરાઈ, એપ્પલના CEOએ કર્યા વખાણ

પ્રાચીએ ખુશી વ્યક્ત કરી: પ્રાચી દેસાઈ કહ્યું હતું કે, ''જ્યારે પણ તેમને દેહરાદૂન જવાનો મોકો મળે છે, ત્યારે તે તેના અદ્ભૂત હોય છે.'' પ્રાચી બિઝનેઝ કોન્ક્લેવનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ''ઘણા સ્ટાર્સઅપ્સ છે. જે લોકો વિશ્વ સમક્ષ કંઈક નવા વિચાર મુકવા માંગે છે, તેમને માટે આ એક વધુ સારું પ્લેટફોર્મ છે.''

દેહરાદૂનના હવામાનના કર્યા વખાણ: પ્રાચી દેસાઈએ કહ્યું કે, ''ઉત્તરાખંડ આવવું માત્ર પ્રવાસીઓ માટે જ નહિં, પરંતુ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે પ્રોત્સાહક અને સહાયક છે.'' યોજાઈ રહેલા કાર્યક્રમને લઈને એક બહુ મોટી વાત કહી હતી કે, ''આ પ્રકારના કાર્યક્રમ વર્ષમાં એક વાર નહિં પરંતુ બે થી ત્રણ વાર થવા જોઈએ. અહિંની શાંત ખીણ ખૂબ જ સુંદર છે. અહિં શાંતિ જોવા મળે છે. આ પ્રકારની શાંતિ શહેરમાં મળવી અશક્ય છે. દેહરાદુનનું હવામાન ખૂબ જ ખાસ છે.''

પ્રાચી દેસાઈની ફિલ્મ: અભિનેત્રી પ્રચી દેસાઈએ 'રોક ઓન', 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ', 'બોલ બચ્ચન' 'ફોરેન્સિક' જેવી ફિલ્મમાં કામ કર્યું છે. આ ફિલ્મને લઈ તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. તેમણે ભારતીય સોપ ઓપેરા 'કસમ સે' કારકિર્દીની શરુઆત કરી હતી, જેમાં તેમણે ઘણી ખ્યાતી મેળવી હતી.

આ પણ વાંચો: Lata Mangeshkar Death Anniversary: સુદર્શને સેન્ડઆર્ટ બનાવીને આપી શ્રદ્ધાંજલી

પ્રાચીને સિરિયલથી મળી ઓળખ: પ્રાચી દેસાઈએ 'કસમ સે' અને 'કસૌટી જિદગી કા' જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આ પછી તેમણે ફિલ્મમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં પ્રાચી ફિલ્મ 'ફેરેન્સિક'ના શૂટિંગ માટે ઉત્તરાખંડ આવી છે. તેમણે કહ્યું હતું કે, ''ફેરેન્સિક' ફિલ્મમાં કામ કરવાનો અનુભવ ઘણો સારો રહ્યો છે.'' આ ફિલ્મના દ્રશ્યો દેહરાદૂન અને મસુરીમાં શૂટ કરવામાં આવ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.