ETV Bharat / entertainment

કંગનાની બહેન રંગોલી પર એસિડ એટેક પર આપી પ્રતિક્રિયા, આરોપીને કડક સજા કરવાની કરી માંગ

author img

By

Published : Dec 15, 2022, 1:14 PM IST

ફેમસ બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતે દિલ્હી એટેક કેસ (kangana sister rangoli acid attack) પર પ્રતિક્રિયા આપી છે. તેમણે તેમની બહેન રંગોલીની અગ્નિપરીક્ષાને યાદ કરી (kangana ranaut sister before acid attack) છે. આ ઉપરાંત કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Etv Bharatકંગનાની બહેન રંગોલી પર એસિડ એટેક પર આપી પ્રતિક્રિયા, આરોપીને કડક સજા કરવાની કરી માંગ
Etv Bharatકંગનાની બહેન રંગોલી પર એસિડ એટેક પર આપી પ્રતિક્રિયા, આરોપીને કડક સજા કરવાની કરી માંગ

હૈદરાબાદ: ફેમસ બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌતે દિલ્હી એટેક કેસ પર પ્રતિક્રિયા આપી (kangana sister rangoli acid attack) છે. તેમણે તેમની બહેન રંગોલીની અગ્નિપરીક્ષાને યાદ કરી (kangana ranaut sister before acid attack) છે. આ ઉપરાંત કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જ્યારે કંગના રનૌત નાની હતી ત્યારે તેમની બહેન રંગોલી ચંદેલ પર રોડ કિનારે રહેતા રોમિયોએ એસિડથી હુમલો કર્યો હતો. અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલે યાદ કર્યું હતું કે, કેવી રીતે તેના માતા પિતા તેમના પર એસિડ એટેક પછી તેનો ચહેરો જોઈને બેહોશ થઈ જતા હતા. પછી આ મુશ્કેલ સમયમાં કંગનાએ તેની સંભાળ લીધી હતી. આ ઉપરાંત અને તેની સારવાર માટે દિવસરાત મહેનત કરીને પૈસા ભેગા કર્યા હતા. જેના માટે તેણે કંગનાનો આભાર માન્યો હતો.

દિલ્હી એસિડ એટેક: દિલ્હીના દ્વારકા જિલ્લામાં 17 વર્ષની છોકરી પર એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે તે છોકરી શાળાએ જઈ રહી હતી. તે સમયે બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. આ છોકરી તેમની નાની બહેન સાથે જઈ રહી હતી. આ દરમિયામ બાઈક લઈને જઈ રહેલા શખ્સોએ એસિડ જેવા પદાર્થ વડે હુમલો કર્યો હતો. કંગના રનૌતને આ ખુબજ ભયાનક ઘટના અને આઘાતજનક બહેનની ઘટનાની યાદો પાછી આવી રહી છે.

એસિડ હુમલાની નિંદા: ગુરુવારે સવારે ફેમસ અભિનેત્રી કંગનાએ તેમની ઈન્સ્ટાગ્રામ પર દિલ્હી એસિડ હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યુ હતું કે, તેમની બહેન રંગોલી અને તેમના પરિવર પર હુમલા પછી કેવી સ્થિતી થઈ તે અંગે યાદ કર્યુ હતું.

રોમિયો દ્વારા એસિડ હુમલો: કંગના રનૌતે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું કિશોર વયે હતી. ત્યારે મારી બહેન રંગોલી ચંદલ પર રોડની કિનારીએના રોમિયો દ્વારા એસિડ હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમને 52 સર્જરીઓમાંથી પરાર થવું પડ્યું હતું. અકલ્પનિય માનસિક અને શારિરિક આઘાત. અમે એક પરિવાર તરીકે બરબાદ થઈ ગયા હતા.

શું છે સમગ્ર ઘટના: રંગોલી ચંદેલે થોડા સમય પહેલા તેના પર થયેલા એસિડ એટેકનો ઉલ્લેખ કરતા ટ્વીટ કર્યું હતું. રંગોલીએ તેમાં જણાવ્યું હતું કે, મારા પર હુમલો કરનાર વ્યક્તિનું નામ અવિનાશ શર્મા છે. તે મારી સાથે કોલેજમાં ભણતો હતો. અમારું એક જ ફ્રેન્ડ સર્કલ હતું. તેણે મને પ્રપોઝ કર્યું હતું. તેથી મેં તેનાથી અંતર બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે લોકોને કહ્યું હતું કે, એક દિવસ તે મારી સાથે લગ્ન કરશે. આટલું જ નહીં રંગોલીએ વધુમાં કહ્યું કે, 'જ્યારે મારા માતાપિતાએ મારા લગ્ન એરફોર્સ ઓફિસર સાથે કરાવ્યા ત્યારે મારા લગ્ન બાદ તેઓ ખૂબ જ જીદ્દી બની ગયા હતા. જ્યારે મેં જવાબી કાર્યવાહી કરી તો તેણે મારા પર એસિડ ફેંક્યું. મેં આવી ધમકીઓને બાજુ પર રાખી અને ક્યારેય મારા માતાપિતાને કહ્યું નહીં કે, પોલીસ પાસે પણ ગયા નહીં, તે મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી.

ફાંસી આપવાની માંગ: બુધવારે બીજેપી સાંસદ અને પૂર્વ ક્રિકેટરે (ક્રિકેટરમાંથી રાજારણી બનેલા વ્યક્તિએ) યુવતી પર એસિડ ફેંકનાર શખ્સને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી. શબ્દો કોઈ ન્યાય કરી શક્તા નથી. આપણે આ લોકોમાં અપાર પીડોનો ડર પેદા કરવો પડશે. જે છોકરાએ શાળામાં જઈ રહેલી છોકરી પર એસિડ નાંખ્યુ છે તેમને સત્તાવાળાઓ દ્વારા ફાંસી આપવાની જરુર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.