મુંબઈ: જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર અભિનીત "એક વિલન રિટર્ન્સ" એ તેની થિયેટરમાં રિલીઝના પ્રથમ દિવસે ભારતમાં રૂ. 7.05 કરોડ (Ek Villain Returns box office earnin) એકત્ર કર્યા છે, નિર્માતાઓએ શનિવારે જાહેરાત કરી હતી. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત (Ek Villain Returns director ) એક્શન થ્રિલર એ જ નામની 2014ની મૂળ ફિલ્મનું અનુવર્તી છે.
આ પણ વાંચો: પોપ સિંગર શકીરા જઈ શકે છે જેલમાં, આ છે આરોપ
પ્રથમ દિવસે પ્રભાવશાળી કમાણી: એક મીડિયા નિવેદનમાં, ફિલ્મ પ્રોડક્શન કંપની T-Seriesએ જણાવ્યું હતું કે "'એક વિલન રિટર્ન્સ'એ બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત સાથે ભારતમાં પ્રથમ દિવસે પ્રભાવશાળી રૂ. 7.05 કરોડની કમાણી કરી હતી." આ ફિલ્મ, જેમાં દિશા પટણી અને તારા સુતારિયા પણ છે, તેનું નિર્માણ એકતા કપૂર દ્વારા તેના બેનર બાલાજી ટેલિફિલ્મ્સ અને ભૂષણ કુમારની ટી-સિરીઝ હેઠળ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલાના પિતાએ કરાવ્ચું સિંગરનું ટેટુ, જૂઓ વાયરલ વીડિયો
બંને ફિલ્મો હાલના સમયમાં સફળ રહી નથી: જોકે આ આવક બહુ મોટી છે એમ કહી શકાય નહીં. આ ફિલ્મ 80 કરોડના બજેટમાં બની છે અને નિર્માતાઓને 100 કરોડની કમાણી થવાની આશા છે. પરંતુ પ્રથમ દિવસના આંકડાઓ જોતા આ લક્ષ્ય એક મોટો પડકાર બની શકે છે. જોન અબ્રાહમ અને અર્જુન કપૂરની બંને ફિલ્મો હાલના સમયમાં સફળ રહી નથી. તેથી બંનેની નજર આ ફિલ્મની સફળતા પર છે.