ETV Bharat / entertainment

Diljit Dosanjh reaction: દિલજીત દોસાંજ ટ્રોલ્સના નિશાના પર, ફેક ન્યૂઝ ફેલાવતા આપી જોરદાર પ્રતિક્રિયા

author img

By

Published : Apr 26, 2023, 3:34 PM IST

દિલજીત દોસાંઝે કોચેલા વેલી મ્યુઝિક એન્ડ આર્ટસ ફેસ્ટિવલ 2023માં તેના પરફોર્મન્સ દરમિયાન નિવેદન આપ્યું હતું. નિવેદનના કારણે તે ટ્રોલ થઈ રહ્યાં હતાં. આપેલા નિવેદન અંગે ફેક ન્યૂઝ ફેલાતા જોરદાર પ્રતિક્રિયા આપી હતી. આ માટે તેણે ટ્વિટરનો સહારો લીધો હતો. અહિં જાણો સમગ્ર ઘટના શું છે ?

દિલજીત દોસાંજ ટ્રોલ્સના નિશાના પર, ફેક ન્યૂઝ ફેલાવતા આપી જોરદાર પ્રતિક્રિયા
દિલજીત દોસાંજ ટ્રોલ્સના નિશાના પર, ફેક ન્યૂઝ ફેલાવતા આપી જોરદાર પ્રતિક્રિયા

મુંબઈ: પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોસાંઝ કેલિફોર્નિયામાં ઈન્ડિયો કોચેલા વેલી મ્યુઝિક એન્ડ આર્ટ ફેસ્ટિવલ 2023માં પરફોર્મ કરનાર પ્રથમ પંજાબી ગાયક બન્યા છે. તેણે ત્યાં બે વાર પ્રદર્શન કર્યું છે. જો કે, એક નિવેદનના કારણે તે ટ્રોલ્સના નિશાના પર આવી ગયા હતા. સિંગરે હવે તેના પંજાબી અંદાજમાં સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: Dahaad Teaser Out: 27 છોકરીઓના મર્ડર કેસને ઉકેલવાનો પ્રયાસ કરશે સોનાક્ષી સિન્હા, જાણો કેવી રીતે તે પાર કરશે

દિલજીત દોસાંજનું નિવેદન: વાસ્તવમાં સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે દિલજીતના નિવેદન ગેરસમજ ઉભી થઈ હતી, જે તેણે પરફોર્મન્સ દરમિયાન આપ્યું હતું. કોચેલા ફેસ્ટિવલ દરમિયાન દિલજીતે કહ્યું, 'એ મેરે પંજાબી ભાઈ ભ્રાવન લેઈ, મેરે દેશ દા ઝંડા લઈકે ખડી આ કુડી, એહ મેરે દેશ લિયે, નેગેટિવિટી તો બચાઓ, મ્યુઝિક સારેં દા સાંઝા.' સિંગરના આ નિવેદનને ટ્વિટર પર કેટલાક પોર્ટલ દ્વારા વિકૃત કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ગાયકની ટીકા કરવામાં આવી હતી.

દિલજીતે આપી પ્રતિક્રિયા: PunFactએ તેને ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, 'દિલજીત દોસાંઝે અમેરિકામાં કોન્સર્ટ દરમિયાન ભારતીય ધ્વજ લહેરાવીને એક છોકરી પર નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો. તેણે કહ્યું, 'નફરત ન ફેલાવો, સંગીત દરેકનું છે'. દિલજીત દોસાંઝ, શું તમને ભારતીય ત્રિરંગા માટે કોઈ માન નથી ?' દિલજીતે આવા નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે.

કોચેલા મ્યુઝિક ફેસ્ટિવલ 2023: પોતાના નિવેદનો પર સ્પષ્ટતા કરતા દિલજીતે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે, જેમાં તેણે પંજાબી ભાષામાં લખ્યું છે કે, ફેક ન્યૂઝ અને નેગેટિવિટી ન ફેલાવો. મૈં કિહા એહ મેરે દેશ દા ઝંડા હૈ. એહ મેરે દેશ લાય. મતલબ મેરી એહ પરફોર્મન્સ મેરે દેશ લાઈ. જે પંજાબી નહીં આંદી તન ગૂગલ કર લિયા કરો યાર. કારણ, કોચેલા એક મોટો મ્યુઝિકલ ફેસ્ટિવલ હે આ ઓથે હર દેશ મેં લોગ આઉંદે ને. એટલા માટે સંગીત એ સબ દા સાંઝા હૈ. સહી ગલ નુ પુથી કિવે ઘુમૌના કોઈ તુડે વારગેયા ટન શીખો. એનુ વી ગુગલ કર લેયો.

આ પણ વાંચો: James Wishes To Work With Jr Ntr: જુનિયર Ntrની એક્ટિંગ જોઈને હોલિવૂડ ડિરેક્ટર ચોંકી ગયા, કહ્યું કોણ છે આ વ્યક્તિ ?

દિલજીતનું સમર્થન: આ દરમિયાન રાજનેતા મનજિન્દર સિંહ સિરસાએ પણ દિલજીતનું સમર્થન કર્યું હતું અને ટ્રોલર્સ પર પ્રહારો કર્યા હતા. તેણે ટ્વીટ કર્યું, "જો pun fact સંપૂર્ણ વિડિયો પોસ્ટ કરવાનું શરૂ કરે તો સારું રહેશે. દિલજીતે આ કોન્સર્ટ ભારત અને પંજાબને સમર્પિત કર્યું છે. તેણે કહ્યું, 'એ મેરે પંજાબી ભાઈ ભ્રવન લેઈ, મેરે દેશ દા ઝંડા જેવી ખારી આ કુડી, એહ મેરે દેશ લિયે, નેગેટિવિટી તો બચાઓ, સંગીત સારાં દા સાંઝા. તે શરમજનક છે કે કેટલાક હેન્ડલ્સ નકારાત્મક એજન્ડા બનાવી રહ્યા છે અને નફરત ફેલાવી રહ્યા છે.

દિલજીતનો વર્કફ્રન્ટ: દિલજીતે 'ફિલ્લૌરી', 'સૂરમા', 'વેલકમ ટુ ન્યૂયોર્ક', 'અર્જુન પટિયાલા', 'સૂરજ પે મંગલ ભારી' અને 'ગુડ ન્યૂઝ' જેવી બોલિવૂડ ફિલ્મમાં કામ કર્યું હતું. તે હવે કરીના કપૂર ખાન, તબ્બુ અને કૃતિ સેનન સાથે 'ધ ક્રૂ'માં કામ કરવા માટે તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.